મનોજ રાઠોડ, ભોપાલ. મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના પાટનગર ભોપાલ (Bhopal)માં માણસાઈને શરમમાં મૂકનારી ઘટના સામે આવી છે. એક પરિવારની ઈચ્છા હતી કે દીકરાને ચાર કાંધ પર અંતિમ વિદાય આપવામાં આવે. પરંતુ લૉકડાઉન (Lockdown) લાગુ થવાના કારણે આ શક્ય ન થઈ શક્યું. ત્યારબાદ પરિવારની ઈચ્છા નગર નિગમની શબ વાહિની પર ટકી, પરંતુ અનેક ફોન કરવા છતાંય માત્ર આશ્વાસન જ મળ્યું. જ્યારે સાડા ત્રણ કલાક બાદ પણ શબ વાહિની ન મળી તો પરિજનોએ મજબૂરીમાં લોડિંગ રિક્ષા (Loading Auto)થી શબ યાત્રા કાઢવામાં આવી.
આ ઘટના ભોપાલના છોલા મંદિર વિસ્તારમાં બે દિવસ પહેલા બની હતી. લાચાર સિસ્ટમના કારણે અહીં એક પરિવાર દીકરાની લાશને લોડિંગ રિક્ષામાં મૂકીને અંતિમ સંસ્કાર કરવા લઈ ગયો. મળતી જાણકારી મુજબ, શિવ નગરમાં રહેનારા યુવક દીપક વિશ્વકર્માનું ઘરે જ અચાનક મોત થઈ ગયું. આસપાસના લોકોએ જણાવ્યું કે દીપકની બીમારીના કારણે મોત થયું. જોકે મોતના સ્પષ્ટ કારણો જાણવા નથી મળ્યા. મૃતક દીપકના પરિજનોએ અંતિમ સંસ્કારની ઘર પર તૈયારી કરી અને અર્થી તૈયાર કરી.
દીપકના પરિજન અને આસપાસના લોકો શબને અંતિમ સંસ્કાર માટે ચાર કાંધ પર લઈ જવા માંગતા હતા. પરંતુ લૉકડાઉન અને અનેક સ્થળે બેરિકેટ્સ લાગેલા હોવાના કારણે આ શક્ય ન થઈ શક્યું. એવામાં પરિવારે નગર નિગમની શબ વાહિનીને બોલાવવા માટે ફોન કર્યો. દીપકના પરિજનોએ બપોરે લગભગ 3 વાગ્યે ફોન કર્યો હતો. તે સમયે નગરકર્મીઓએ જણાવ્યું કે શબ વાહિનીએ ટૂંક સમયમાં મોકલી આપવામાં આવશે.
સતત સાડા છ વાગ્યા સુધી અનેક ફોન કર્યા, પરંતુ માત્ર આશ્વાસન જ મળતું રહ્યું. જ્યારે પરિવારને શબ વાહિની મળવાની આશા ખતમ થઈ ગઈ તો તેમણે લોડિંગ રિક્ષાથી જ દીપકની શબ યાત્રા વિશ્રામ ઘાટ સુધી કાઢવામાં આવી અને તેમના અંતિમ સંસ્કાર કર્યા.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર