ભોપાલમાં 9 વર્ષની બાળકી સાથે રેપ, હત્યા કરી નાળામાં નાખી દીધી

પરિવારજનોનો આરોપ છે કે, મામલામાં પોલીસે જો તત્પરતા દેખાડી હોત તો, માસૂમની જિંદગી બચી ગઈ હોત.

News18 Gujarati
Updated: June 9, 2019, 7:07 PM IST
ભોપાલમાં 9 વર્ષની બાળકી સાથે રેપ, હત્યા કરી નાળામાં નાખી દીધી
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: June 9, 2019, 7:07 PM IST
મધ્યપ્રદેશમાં ઉજ્જૈન બાદ હવે રાજધાની ભોપાલમાં 9 વર્ષની બાળકી સાથે રેપ અને હત્યાનો મામલો સામે આવ્યો છે. શનિવારથી ગૂમ માસૂમનો મૃતદેહ નહેરૂ નગર આઈઆઈએફએમ સામે માંડવા વસ્તીના નાળામાંથી રવિવારે મળ્યો. પોલીસે શબને પોતાના કબજામાં લઈ પોસ્ટમાર્ટમ માટે હમિદિયા હોસ્પિટલ મોકલી દીધો હતો. પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં હત્યા પહેલા બાળકી સાથે યૌન શોષણની વાત સામે આવી છે. આ ઘટનાથી આક્રોષમાં આવેલા લોકોએ કમલાનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો ઘેરાવ કરી લીધો હતો.

મામલામાં લાપરવાહી રાખવાવાળા 6 પોલીસકર્મી સસ્પેન્ડ
તો પોલીસનો દાવો છે કે, સંદિગ્ધ આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે અને પોલીસ તેને શોધી રહી છે. મધ્ય પ્રદેશ પોલીસે કેસ નોંધવામાં લાપરવાહી કરવાના આરોપમાં 6 પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પરિવારજનોનો આરોપ છે કે, મામલામાં પોલીસે જો તત્પરતા દેખાડી હોત તો, માસૂમની જિંદગી બચી ગઈ હોત. પરિવારજનોએ જણાવ્યું કે, બાળકી શનિવાર રાત્રે 8 વાગ્યે ગૂમ થઈ હતી. ત્યારબાદ પોલીસ પાસે રિપોર્ટ નોંધવામાં આવ્યો. પરંતુ, સમયથી ઘટના સ્થળ પર પહોંચી નહી. જ્યારે પાર્ષદના કહેવા પર રાત્રે 11 કલાકે પોલીસ ઘરે પહોંચી.

પીસી શર્મા પહોંચ્યા હમીદીયા હોસ્પિટલ
આ બાજુ ઘટનાની જાણ થતા જ જનસંપર્ક મંત્રી પીસી શર્મા પણ હમીદીયા હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, આ રીતની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. આરોપિઓને સખતમાં સખત સજા આપવામાં આવશે. તો, પરિવારજનો દ્વારા પોલીસ પર લાપરવાહી અને અભદ્રતાનો આરોપ લગાવી કહ્યું કે, દોષી પોલીસકર્મીઓ પર પણ કાર્યવાહી કરવામાં આવે. ડીઆઈજીને આ મામલે તપાસના નિર્દેશ આપવામાં આવ્યો છે.
First published: June 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...