Home /News /national-international /લાલચુ નર્સ! દર્દીને સાદુ ઇન્જેક્શન આપી રેમડેસિવીર ચોરી લેતી હતી, બૉયફ્રેન્ડ આ ઇન્જેક્શન કાળા બજારમાં વેચતો!
લાલચુ નર્સ! દર્દીને સાદુ ઇન્જેક્શન આપી રેમડેસિવીર ચોરી લેતી હતી, બૉયફ્રેન્ડ આ ઇન્જેક્શન કાળા બજારમાં વેચતો!
તસવીર: Shutterstock
પોલીસે જ્યારે આરોપીની પૂછપરછ કરી ત્યારે ચોંકવાનારી વિગત સામે આવી છે. યુવકે જણાવ્યું કે તેની પ્રેમિકા દર્દીઓને રેમડેસિવીરના બદલે બીજું ઇન્જેક્શન આપી દેતી હતી.
ભોપાલ: કોરોનાના કહેર (Madhya pradesh coronavirus cases) વચ્ચે મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલ (Bhopal)માં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. આ મામલાનો ખુલાસો થયો ત્યારે પોલીસ (Bhopal police) પર વિચારમાં પડી ગઈ હતી. અહીંની એક હૉસ્પિટલની નર્સ (Nurse) પૈસા માટે એટલી લાલચુ બની ગઈ કે તેણી દર્દીઓના જીવ સાથે રમત રમીને તેમને સામાન્ય ઇન્જેક્શન આપીને રેમડેસિવીર ઇન્જેક્શન ચોરી લેતી હતી. જે બાદમાં તે આ ઇન્જેક્શન તેના બોયફ્રેન્ડને આપી દેતી હતી. તેનો બોયફ્રેન્ડ આ ઇન્જેક્શન કાળા બજારમાં વેચતો હતો. આ બનાવ બાદ પોલીસ પ્રેમીની ધરપકડ કરી લીધી છે, પરંતુ તેની નર્સ પ્રેમિકા ફરાર થઈ ગઈ છે.
જે કે હૉસ્પિટનલી નર્સ શાલિની વર્મા દર્દીઓના જીવ સાથે રમત રમતી હતી. શાલિની દર્દીઓને રેમડેસિવીર કહીને સામાન્ય ઇન્જેક્શન આપી દેતી હતી. આ કેસનો ખુલાસો થતા હાહાકાર મચી ગયો હતો. હકીકતમાં કોલાર પોલીસને માહિતી મળી હતી કે એક યુવક રેમડેસિવીર ઇન્જેક્શનના કાળા બજાર કરી રહ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને યુવકની ધરપકડ કરી લીધી હતી. આ યુવક શાલિનીની પ્રેમી છે.
પોલીસે જ્યારે આરોપીની પૂછપરછ કરી ત્યારે ચોંકવાનારી વિગત સામે આવી છે. યુવકે જણાવ્યું કે તેની પ્રેમિકા દર્દીઓને રેમડેસિવીરના બદલે બીજું ઇન્જેક્શન આપી દેતી હતી. જે બાદમાં તેણી આ ઇન્જેક્શન તેને આપી દેતી હતી. યુવક આ ઇન્જેક્શન 20-30 હજારમાં વેચતો હતો. આરોપીએ જણાવ્યું કે, તેણે જે કે હૉસ્પિટલના ડૉક્ટર શુભમ પટેરિયાને 13 હજારમાં ઇન્જેક્શન વેચ્યું હતું. જેનું પેમેન્ટ ઓનલાઇન કરવામાં આવ્યું હતું.
હકીકતમાં આ આખા કૌભાંડનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે જે કે હૉસ્પિટલના જ એક કોરોના દર્દીએ યુવક સાથે ઇન્જેક્શન માટે સોદો કર્યો હતો. કિંમત નક્કી ન થઈ શકી અને આ દરમિયાન દર્દીનાં સગાનું નિધન થયું હતું. જે બાદમાં પરિવારે કાળા બજારની માહિતી ગુપ્ત રીતે પોલીસને આપી દીધી હતી.
પોલીસે આરોપીએ વિરુદ્ધ IPCની કલમ 389, 269, 270 સહિત અન્ય કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે અને તેની ધરપકડ કરી લીધી છે. પોલીસ હાલ યુવકની પ્રેમિકા શાલિની વર્માની શોધખોળ કરી રહી છે. આ કેસમાં DIG ઇરશાદ વલીએ કહ્યુ છે કે, શહેરમાં ઠેર ઠેર આરોપીને શોધવા માટે સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તમામ આરોપીઓ વિરુદ્ધ સાસુકા (NSA) લગાવવામાં આવશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર