Home /News /national-international /

'શાકભાજી કે દૂધ વગર કોઈ મરશે નહીં, પરંતુ ખેડૂતોએ ખેતી બંધ કરી દીધી તો શું થશે'

'શાકભાજી કે દૂધ વગર કોઈ મરશે નહીં, પરંતુ ખેડૂતોએ ખેતી બંધ કરી દીધી તો શું થશે'

  રાષ્ટ્રીય મજદૂર કિસાન સંઘના અધ્યક્ષ શિવકુમાર શર્મા કક્કાજીએ લોકોને ખેડૂતોની હાલાતને લઈ ગંભીરતાથી વિચારવા કહ્યું છે. તેમણે શુક્રવારથી શરૂ થયેલ ખેડૂતોની 10 દિવસની હડતાળ પર માફી માંગતા લોકોને કહ્યું કે, વિચારો કે જો ખેડૂત ખેતી કરવાનું બંધ કરી દે તો શું થશે. તમને જણાવી દઈએ કે, ખેડૂતોએ 10 જૂન સુધી ગામમાંથી શહેરમાં દૂધ અને શાકભાજી મોકલવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ હડતાલમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, હરિયાણા અને છત્તીસગઢના ખેડૂત શામેલ છે.

  પત્રકારો સાથેની વાતચીતમાં કક્કાજીએ કહ્યું કે, 46 હજાર ખેડૂતોના મોત પ્રજાની મુશ્કેલીથી વધારે ગંભીર મુદ્દો છે. તેમણે કહ્યું કે, દૂધ કે શાકભાજી વગર કોઈનું મોત નહીં થાય, પરંતુ મામલાની ગંભીરતાને સમજો, કે જો ખેડૂત ખેતી કરવાનું બંધ કરી દેશે તો શું થશે. આ પહેલા ખેડૂતોના 110 સંગઠન અમારા પ્રદર્શનને સમર્થન આપી રહ્યા હતા, પરંતુ હવે બીજેપીના એક-બે સહયોગી સગઠનોને છોડી બાકી તમામ અમારી સાથે છે.

  પ્રદર્શન કરી રહેલ ખેડૂતોની માંગ છે કે, ખેતી પાકનું સમર્થન મૂલ્ય વધારવામાં આવે અને દેવું માફ કરવામાં આવે.

  આ પ્રદર્શન મધ્યપ્રદેશના મંદસૌરમાં ગત વર્ષે થયેલ ખેડૂત આંદોલનની પહેલી વરસી પર થઈ રહ્યું છે. આ આંદોલનમાં 6 મે 2017ના રોજ પોલિસ ગોળીબારમાં 6 ખેડૂતોના જીવ ગયા હતા. 2017માં થયેલ ખેડૂત આંદોલનનું નેતૃત્વ પણ કક્કાજીએ જ શરૂ કર્યું હતું.

  તેમણે કહ્યું કે, એમએસપીની અચત, ખરાબ હવામાન, માર્કેટયાર્ડમાં દલાલ, કિંમતોમાં ઘટાડો અને ખેત વીમામાં ગડબડીથી મધ્યપ્રદેશના કેડૂત મુશ્કેલીમાં છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં સરકારી એજન્સિઓએ ચણા ખરીદવાના હતા, પરંતુ તેની ખરીદી મેમાં સરૂ થઈ. તેમણે આરોપ લગાવ્યો કે, કાળઝાળ ગરમીમાં પોતાનો પાક વેચવા માટે રાહ જોઈ રહેલ પાંચ ખેડૂતોના મોત નિપજ્યા. કક્કાજીએ જણાવ્યું કે, આ વખતે અમે ગામ બંધ પ્રદર્શન કરી રહ્યા છીએ અને આ સમયે હવે કઈં પણ અપ્રિય થાય તો તેના માટે જવાબદાર મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ રહેશે.

  શિવરાજસિંહના કાર્યકાળ પર કટાક્ષ કરીને હુમલો કરતા તેમણે કહ્યું કે, બીજેપીના 15 વર્ષના શાસનમાં ખેડૂતોની એક લાખ રૂપિયાની લોન 15 લાખ સુધી પહોંચી ગઈ છે.

  રાષ્ટ્રીય મજદુર કિસાન સંઘ અધ્યક્ષ શિવકુમાર શર્મા કક્કાજીએ કહ્યું કે, અમે ઉત્પાદન પર દોઢ ઘણી કિંમત, એક વખતમાં જ લોન માફી, નાના ખેડૂતોને રોજગારી અને ડુંગળી, લસણ, દૂધ અને શાકભાજીને સમર્થન મૂલ્યના દાયરામાં લાવવાની માંગ કરી રહ્યા છીએ.

  તેમણે કહ્યું કે, કોઈ પણ રાજનેતાને પ્રદર્શનનો શ્રેય નહીં લેવા દેવામાં આવે, પરંતુ રાજનૈતિક દળ આ આંદોલનનું સમર્થન કરવા આજાદ છે. જો માંગો ના માનવામાં આવે તો 11 જૂનની બેઠકમાં રાષ્ટ્રીય મજદૂર કિસાન સંઘ ભવિષ્યની યોજના પર નિર્ણય કરશે.

  ભારતીય કિસાન યૂનિયનના મહાસચિવ અનિલ યાદવે કહ્યું કે, ખેડૂતો શાંતીપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ સરકાર સમર્થિત સંગઠન ગડબડીને હવા આપી રહ્યું છે. બીજેપી આને કોંગ્રેસનું આંદોલન ગણાવી ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે.

  ખેડૂતોના પ્રદર્શનના પહેલા દિવસે નીમચ અને મંદસૌરમાં હાલાત સામાન્ય રહ્યા. અહીં દૂધ, શાકભાજી અને ફળની સપ્લાય થોડા અંશે પ્રભાવિત રહી છે. પોલીસે કસ્બાઓ અને હાઈવે પર પોતાની વોચ ગોઠવી છે. આ બંને શહેર ગત વર્ષે થયેલ કિસાન આંદોલનના કેન્દ્રમાં હતા. દેવાસમાં દૂધ સપ્લાય પર અસર પડી પરંતુ દૂધ પ્લાંટોએ અચતની ભરપાઈ કરી દીધી અને પોલીસ સુરક્ષામાં દૂધના ટેંકર ગામમાં મોકલ્યા હતા. માલવા-નિમાડ વિસ્તારમાં શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો, અહીં છલ્લા થોડા દિવસોમાં શાકભાજીના ભાવ વધી ગયા હતા.
  Published by:kiran mehta
  First published:

  Tags: But, Die, Milk, Without, ખેડૂતો, ભોપાલ

  આગામી સમાચાર