Home /News /national-international /50 રૂપિયા પાછા માગ્યા તો આપી દીધું મોત, હથોડી વડે યુવકની નિર્દયતાથી હત્યા કરી લાશને સળગાવી દીધી

50 રૂપિયા પાછા માગ્યા તો આપી દીધું મોત, હથોડી વડે યુવકની નિર્દયતાથી હત્યા કરી લાશને સળગાવી દીધી

50 રૂપિયાએ યુવકનો જીવ લીધો

માત્ર 50 રૂપિયાના વિવાદમાં એક યુવકે ગુસ્સામાં હથોડી વડે યુવકની નિર્દયતાથી હત્યા કરી નાખી. આરોપીએ લાશને ઠેકાણે પાડવા માટે તેને સળગાવવાનો પ્રયાસ કર્યો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ સનસનાટીભરી ઘટના અરેરા હિલ્સ પોલીસ સ્ટેશન વિસ્તારની છે.

વધુ જુઓ ...
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં માત્ર 50 રૂપિયાના વિવાદમાં એક યુવકે ગુસ્સામાં હથોડી વડે યુવકની નિર્દયતાથી હત્યા કરી નાખી. આરોપીએ લાશને ઠેકાણે પાડવા માટે તેને સળગાવવાનો પ્રયાસ કર્યો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ સનસનાટીભરી ઘટના અરેરા હિલ્સ પોલીસ સ્ટેશન વિસ્તારની છે.

હિલ્સના ભીમ નગર ટાઉનશીપમાં રહેતો મોહમ્મદ બબલુ ભંગારનું કામ કરતો હતો. 50 રૂપિયા માંગવા પર એક માથાભારે યુવકે હથોડી મારી તેની હત્યા કરી દીધી. હકીકતમાં કન્હૈયા રેકવાર પ્લાસ્ટિક વીણવાનું કામ કરે છે. તે રીઢો ગુનેગાર છે. આરોપી કન્હૈયા રૈકવાર બબલુની દુકાને આવ્યો હતો અને 405 રૂપિયાનું ભંગાર વેચ્યું હતું. આના પર બબલુએ કન્હૈયાને 500 રૂપિયાની નોટ આપી. કન્હૈયાએ 50 રૂપિયા પરત કરવાના હતા. બબલુએ તેની પાસે વારંવાર 50 રૂપિયા પણ માંગ્યા હતા. પરંતુ કન્હૈયાની દાનત બગડી ગઈ અને તેણે પૈસા પાછા ન આપ્યા. આ પછી તેમની વચ્ચે વિવાદ શરૂ થયો અને ગુસ્સામાં કન્હૈયાએ બબલુના માથા પર હથોડી મારી જેના કારણે બબલુનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચોઃ રસ્તાના અભાવે ખાટલામાં ગર્ભવતીને હોસ્પિટલ લઈ જવામાં આવી, સરકાર વિકાસના નામે ખાલી વાતો જ કરે છે

આરોપી કન્હૈયાએ બબલુની લાશ પર કચરો અને બીજું પ્લાસ્ટિક નાખ્યું. આ પછી તેણે લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો અને ભાગી ગયો. આગ લાગી પરંતુ શરીરનો આખો ભાગ નહોતો સળગ્યો. આરોપી મૂળ રાયસેનનો છે. ગુનો કર્યા બાદ આરોપી સ્થળ પરથી ભાગી ગયો હતો અને રાયસેન ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ પોલીસે બિલખીરિયા વિસ્તારમાંથી ટેકનિકલ મદદ લઈને આરોપીની ધરપકડ કરી હતી.

અરેરા હિલ્સ સ્ટેશનના પ્રભારી આરકે સિંહે જણાવ્યું કે ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તમામ તથ્યોના આધારે આરોપીનો પીછો કર્યો અને તરત જ તેની ધરપકડ કરી લીધી. ધરપકડ બાદ આરોપીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. આરોપી રીઢો ગુનેગાર છે. તેની સામે ઘણા કેસ નોંધાયેલા છે.
First published:

Tags: Bhopal News, Madhya pradesh, Murder news