BJP નેતા એ જ કરી હતી બ્યૂટિશિયન પત્નીની હત્યા, પહેલા બનાવ્યો અશ્લિલ વીડિયો
તપાસ પછી પોલીસને ખબર પડી કે ભાજપા નેતાએ એક વર્ષ પહેલા તેની સાથે લગ્ન કર્યા હતા અને તેની ક્રુરતા પૂર્વક હત્યા કરી દીધી
Murder News- નૈનાના પિતાએ બીજેપી નેતા રજત પર ગંભીર આરોપ લગાવ્યા છે. શારદાનો આરોપ છે કે રજતે તેની પુત્રીનો અશ્લિલ વીડિયો બનાવ્યો હતો. આ પછી તેને બ્લેકમેઇલ કરવા લાગ્યો હતો
ભોપાલ : મધ્ય પ્રદેશની (madhya pradesh)રાજધાની ભોપાલમાં (bhopal)બ્યૂટીશિયન નૈના ઉર્ફે શીખાના હત્યા (Murder)મામલામાં પોલીસે તેના પતિ અને બીજેપી (BJP)નેતા રજત કૈથવાસ (rajat kaithwas)સામે કેસ નોંધ્યો છે. બતાવવામાં આવી રહ્યું છે કે બીજેપી નેતા રજત કૈથવાસે એક વર્ષ પહેલા નૈના સાથે લગ્ન કર્યા હતા. કોલાર વિસ્તારમાં ગત 15 ઓક્ટોબરે નૈના અચાનક ગુમ થઇ ગઈ હતી. આ પછી 24 વર્ષની આ બ્યૂટીશિયનની લાશ રાષ્ટ્રીય રાજમાર્ગ -69 પર મિડઘાટ સેક્શન પાસે મળી હતી. તપાસ પછી પોલીસને ખબર પડી કે ભાજપા નેતાએ એક વર્ષ પહેલા તેની સાથે લગ્ન કર્યા હતા અને તેની ક્રુરતા પૂર્વક હત્યા કરી દીધી હતી.
નૈનાના પિતા શારદા પાસવાને બીજેપી નેતા રજત પર ગંભીર આરોપ લગાવ્યા છે. શારદાનો આરોપ છે કે રજતે તેની પુત્રીનો અશ્લિલ વીડિયો બનાવ્યો હતો. આ પછી તેને બ્લેકમેઇલ કરવા લાગ્યો હતો. લગ્ન નહીં કરવા પર વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. રજત કૈથવાસ પોતાને ભાજપાની યૂથ વિંગ ભારતીય જનતા યુવા મોર્ચા શાહજહાંનાબાદ મંડલનો ઉપાધ્યક્ષ બતાવે છે. શારદાનો આરોપ છે કે મહીનો ઘરમાં રાખ્યા પછી રજતે નૈનાને એ કહીને ભગાવી દીધી કે તેના માતા-પિતા લગ્નથી ખુશ નથી. નૈનાએ તેનો વિરોધ પણ કર્યો. જોકે રજતે તેની સાથે મારપીટ શરૂ કરી દીધી હતી. આ પછી પુત્રી પિયરમાં જઈને રહેવા લાગી હતી.
નૈનાએ પતિ રજત સામે કોર્ટમાં ભરણ પોષણનો કેસ નોંધાવ્યો હતો. આ સાથે પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી હતી. બતાવવામાં આવી રહ્યું છે કે આરોપી 15 ઓક્ટોબરે નૈનાને સલકનપુર મંદિરના દર્શન કરવાના બહાને ભોપાલ લઇને ગયો હતો. શારદા પાસવાને પોલીસને જણાવ્યું કે રજત કેસ પાછો ખેચવા માટે દબાણ બનાવી રહ્યો હતો. કેસ પાછો ના ખેંચવા પર હત્યાની ધમકી આપતો હતો. પોલીસના મતે ષડયંત્ર અંતર્ગત તે નૈનાને ધાર્મિક સ્થળના બહાને સીહોર જિલ્લાના બુદની લઇને પહોંચ્યો હતો. બુદનીના જંગલમાં નૈનાની હત્યા કરીને તે ભોપાલ આવી ગયો હતો. પોલીસ તેના માતા-પિતાની પણ પૂછપરછ કરી રહી છે.
રજતના પિતા રવિશંકર કૈથવાસ મધ્ય પ્રદેશ સરકારના સ્ટેટ ગેરેજમાં નોકરી કરતા હતા. જ્યારે માતા રેખા ગૃહણી છે. શારદાનો આરોપ છે કે તેમની પુત્રીને રજત સિવાય તેના માતા-પિતા પણ પ્રતાડિત કરતા હતા.
ગત 15 ઓક્ટોબરે નૈના મંદિર જવા માટે કોલાર વિસ્તારથી નીકળી હતી. જોકે પરત ફરી ન હતી. આ પછી 16 ઓક્ટોબરે પરિવારજનોએ કોલાર પોલીસ સ્ટેશનમાં નૈનાના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન સીહોર પોલીસને રાષ્ટ્રીય રાજમાર્ગ-69 પર મિડઘાટ સેક્સન પાસે યુવતીની લાશ મળી હતી. લાશની ઓળખ પોલીસે નૈનાના રૂપમાં કરી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર