CM શિવરાજસિંહની મોટી જાહેરાત, મધ્યપ્રદેશ સરકાર બનાવશે ગૌ-મંત્રાલય

હવે ગાયો માટે બોર્ડ નહી સીધુ મંત્રાલય બનશે. પૂરા રાજ્યમાં જ્યાં જમીન મળશે ત્યાં ગૌ અભ્યારણ્ય અને ગૌશાળાઓ બનાવવામાં આવશે.

હવે ગાયો માટે બોર્ડ નહી સીધુ મંત્રાલય બનશે. પૂરા રાજ્યમાં જ્યાં જમીન મળશે ત્યાં ગૌ અભ્યારણ્ય અને ગૌશાળાઓ બનાવવામાં આવશે.

  • Share this:
    મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગૌ-મંત્રાલય બનાવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, હવે ગાયો માટે બોર્ડ નહી સીધુ મંત્રાલય બનશે. પૂરા રાજ્યમાં જ્યાં જમીન મળશે ત્યાં ગૌ અભ્યારણ્ય અને ગૌશાળાઓ બનાવવામાં આવશે.

    જન આશિર્વાદ યાત્રા દરમ્યાન સાગરમાં એક જનસભાને સંબોધિત કરતા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, ગૌમાતા અને ગૌવંસનું કલ્યાણ કરવામાં આવશે. આ કામ માટે સમાજનો સહયોગ પણ જરૂરી છે. આ દરમ્યાન જનતાની અન્ય માંગો પર તેમણે લોકોને પુચ્યું કે, આગળ પણ તે સત્તામાં રહેશે કે નહી રહે. જનતાએ હામાં જવાબ આપ્યા બાદ સીએમએ આશ્વાસન આપ્યું કે, તમામ માંગ પુરી કરી દેવામાં આવશે.

    મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા સીએમ શિવરાજ સિંહની આ જાહેરાત કોંગ્રેસની જાહેરાતનો જવાબ માનવામાં આવી રહ્યો છે, જેમાં કમલનાથે જાહેરાત કરી હતી કે, મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર આવ્યા બાદ દરેક પંચાયતમાં ગૌશાળા બનાવવામાં આવશે. કમલનાથે સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, બીજેપી ગૌમાતાને લઈ વાતો તો મોટી-મોટી કરે છે, પરંતુ હકિકતમાં તે ગૌમાતા માટે કઈં નથી કરતી, જ્યારે કેટલીએ ગૌ-માતા રોજ કમોતે મરી રહી છે. અમે ગૌમાતાને તડપતા નથી જોઈ શકતા.
    Published by:kiran mehta
    First published: