Home /News /national-international /Coronaના ખાતમા માટે દિવસમાં 5 વાર કરો હનુમાન ચાલીસાઃ સાંસદ પ્રજ્ઞા ઠાકુરનો મંત્ર

Coronaના ખાતમા માટે દિવસમાં 5 વાર કરો હનુમાન ચાલીસાઃ સાંસદ પ્રજ્ઞા ઠાકુરનો મંત્ર

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે, 5 ઓગસ્ટ સુધી રોજ સાંજે 7 વાગ્યે પોતાના ઘરોમાં હનુમાન ચાલીસાના 5 પાઠ કરો

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે, 5 ઓગસ્ટ સુધી રોજ સાંજે 7 વાગ્યે પોતાના ઘરોમાં હનુમાન ચાલીસાના 5 પાઠ કરો

    ભોપાલઃ મધ્ય પ્રદેશની ભોપાલ લોકસભા સીટની બીજેપી સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર (BJP MP Pragya Singh Thakur) એ શનિવારે કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic)થી છુટકારા માટે અનોખો ‘મંત્ર’ આપ્યો. ઠાકુરે લોકોને આહ્વાન કર્યું કે દેશમાં કોરોના વાયરસની મહામારીને સમાપ્ત કરવા માટે ‘હનુમાન ચાલીસા’ (Hanuman Chalisa)ના પાઠ કરો. પ્રજ્ઞા ઠાકુરે ટ્વીટ કર્યું કે, આવો આપણે સૌ મળીને કોરોના વાયરસ મહામારીને સમાપ્ત કરવા અને લોકોના સારા સ્વાસ્થયની કામના માટે એક આધ્યાત્મિક પ્રયાસ કરીએ.

    તેઓએ લખ્યું કે, 25 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી રોજ સાંજે 7:00 વાગ્યે પોતાના ઘરોમાં હનુમાન ચાલીસાના પાંચ પાઠ કરો. પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે, 5 ઓગસ્ટે અનુષ્ઠાનમાં રામલલાની આરતી સાથે ઘરોમાં દીપ પ્રગટાવીને સમાપન કરો. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના એક પદાધિકારીએ હાલમાં જ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે શિલાન્યાસ સમારોહમાં ભાગ લેશે.


    આ પણ વાંચો, મન કી બાતમાં PM મોદીએ કહ્યું, દેશમાં કોરોનાનો ખતરો ટળ્યો નથી, વધુ સતર્કતાની જરૂર

    પ્રજ્ઞા ઠાકુર અચાનક બેભાન થઈને ગબડી પડ્યા હતા

    નોંધનીય છે કે, ગયા મહિને ભોપાલમાં બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરની તબિયત અચાનક બગડી ગઈ હતી. શ્યામા પ્રસાદ મુખર્જી પ્રદર્શની (Shyama Prasad Mukherjee)માં ઉપસ્થિત સાધ્વી પ્રજ્ઞા અચાનક બેભાન થઈને ગબડી પડ્યા હતા. લોકોએ તેમને સાચવીને ખુરશી પર બેસાડી દીધા હતા.

    આ પણ વાંચો, Unlock-3માં ખુલી શકે છે સિનેમા હૉલ, જિમને પણ મળી શકે છે મંજૂરી

    આ પહેલા ગત 30 મેના રોજ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર ગુમ થવા હોવાનો પોસ્ટર ભોપાલમાં લાગ્યા હતા. તેના એક દિવસ બાદ 31 મેના રોજ તેઓ દિલ્હીની એઇમ્સ (AIIMS) હૉસ્પિટલમાં દાખલ હોવાના અહેવાલો સામે આવ્યા હતા.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Coronavirus, COVID-19, Madhya pradesh, Sadhvi pragya thakur, ભાજપ, ભોપાલ, હનુમાન ચાલીસા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन