'પત્નીએ કહ્યું - ચલો ધાબે જઈ સેલ્ફી લઈએ, પછી ત્રીજા માળેથી ધક્કો મારી મને ફેંકી દીધો', પતિની દર્દનાક કહાની

પ્રતિકાત્મક તસવીર

લગ્નના થોડા જ દિવસમાં પત્નીનું ભયાનક કારસ્તાન, પતિનું જડબુ, હાથ-પગ બધુ તૂટી ગયું, 12 દિવસે આવ્યું ભાન, પતિ આઘાતમાં - આખરે પત્નીએ તેની સાથે આવું કેમ કર્યું?

  • Share this:
    ભોપાલ : લગ્નના થોડા જ દિવસો પછી પતિની એવી હાલત થઈ ગઈ કે, તે હવે ભાગ્યે જ પોતાના પગ પર ઉભો થઈ શકશે. ત્રણ માળના મકાન પરથી પડવાના કારણે તેનું જડબુ, હાથ અને પગ તૂટી ગયા છે. પત્નીએ સેલ્ફીના બહાને ત્યાં સુધી ધક્કા માર્યા, જ્યાં સુધી તે નીચે ના પડી ગયો. શરૂઆતમાં, તેણે વિચાર્યું કે તે મજાક કરે છે, પરંતુ પછી પરિસ્થિતિ ગંભીર બની અને તેના જીવ પર આવી ગયું. આ ઘટના લગભગ 12 દિવસ પહેલા બની હતી. પતિએ હોશમાં આવ્યા બાદ હવે હકિકતનો ખુલાસો થયો છે. પોલીસે પત્ની વિરુદ્ધ ગુનો નોંધ્યો.

    પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 20 મી જૂને પ્રોફેસર કોલોની સ્થિત જૈન મંદિર નજીક સૈની પરિવાર સાથે બની હતી. ધર્મેન્દ્ર નીચે પડતા તેની હાલત નાજુક બની ગઈ હતી. તેને સુમન અને શિવમએ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. તેના શરીર પર ઘણી જગ્યાએ ઈજાઓ મળી હતી. પોલીસે જણાવ્યું કે, 27 વર્ષીય ધર્મેન્દ્ર સૈનીના લગ્ન થોડા દિવસો પહેલા સુમન યાદવ સાથે થયા હતા. ધર્મેન્દ્ર પત્ની, માતાપિતા, નાના ભાઈ અને ભત્રીજા સાથે રહે છે. તે ઘટના બાદ બેહોશ થઈ ગયો હતો. હવે તેને હોશ આવી ગયો છે. તેની ફરિયાદ બાદ પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

    આ પણ વાંચો - Video : છોકરીઓને ઘેરી લીધી, ઘસેડી-ઘસેડી મારી, બે બહેનો સાથે બર્બરતાની ભાયનક કહાની

    પતિએ જણાવ્યું- કેવી રીતે બની ઘટના

    તેણે પોલીસને કહ્યું - જ્યાંથી હું પડ્યો ત્યાંની ઊંચાઈ લગભગ 30 ફૂટની હતી. સુમન સેલ્ફી લેવા માટે ટેરેસ પર જવાની જીદે ચઢી હતી. હું તેની સાથે ઉપર ગયો. તેના કહેવા પર, હું છતના ગેબલ પર બનાવેલ દિવાલની બંને બાજુ મારા પગ રાખી બેસી ગયો. ત્યારે સુમન આવી અને મજાકમાં મને ધક્કો માર્યો. એકવાર તો મે મારી જાતને સંભાળી અને તેને ના પાડી. પણ સુમન માની જ નહીં અને મને વારંવાર હાથના જોરે ધક્કો મારતી રહી. છેલ્લી વખત તેણે એટલું જોર કર્યું કે, હું સંભાળી ન શક્યો અને સીધો નીચે પડી ગયો.

    આ પણ વાંચો - ભયાનક ડબલ Murder : 2 બાળકોની સામે જ પિતા અને પત્નીને કુહાડીથી કાપી નાખ્યા, કારણ જાણી પોલીસ પણ ચોંકી ગઈ

    ધર્મેન્દ્રના સંબંધીઓએ જણાવ્યું હતું કે, 30 એપ્રિલે જ બંનેના લગ્ન થયા હતા. બંનેએ જાતે જ એક બીજાને પસંદ કર્યા હતા. આ ઘટના પછી સુમન થોડા દિવસ ધર્મેન્દ્ર સાથે હોસ્પિટલ રહી અને તે પછી પિયરે ગઈ. પોલીસનું કહેવું છે કે, મહિલાનું પિયર ભોપાલમાં જ છે. પોલીસે કહ્યું, પત્નીનું પણ નિવેદન લીધા બાદ કેસ સારી રીતે સ્પષ્ટ થઈ જશે.
    Published by:kiran mehta
    First published: