Home /News /national-international /Shocking Crime: પતિ બેરોજગાર હતો, સાસુ મેણાટોણા મારતી: સગી માતાએ 15 દિવસના જોડીયા બાળકોની હત્યા કરી નાખી

Shocking Crime: પતિ બેરોજગાર હતો, સાસુ મેણાટોણા મારતી: સગી માતાએ 15 દિવસના જોડીયા બાળકોની હત્યા કરી નાખી

સગી માતાએ જોડીયા બાળકોનું ગળું દબાવી દીધું

Shocking Crime : ચૂના ભટ્ટી વિસ્તારના કોલાર કોલોની વસ્તીમાં સપના ઘાકડ પોતાના પરિવાર સાથે રહેતી હતી. તેણે હાલમાં જ તેના બે જોડીયા બાળકો ગુમ થયા હોવાની પોલીસ ફરિયાદ કરી હતી.

    મધ્ય પ્રદેશ: ભોપાલમાંથી ગુમ થયેલા જોડીયા બાળકોની લાશ મળી આવી છે. આ સનસનીખેજ ખુલાસો એ છે કે, માતાએ જ બાળકોની હત્યા કરી છે. હત્યા પાછળનું કારણ એવું છે કે, સાંભળીને આંખોમાંથી આંસૂ આવી જશે. આરોપી માને પોલીસે ધરપકડ કરી લીધી છે. માએ હત્યા કબૂલ કરી છે. હત્યા પાછલ સાસરિયાવાળાના મેણા અને ગરીબીનું કારણ સામે આવ્યું છે. મહિલાએ જોડીયા બાળકોના ગળા દબાવીને હત્યા કરી તેમને ઝાડીઓમાં ફેંકી દીધા હતા. ત્યાર બાદ પૂછપરછમાં મહિલા પોલીસને વાતોમાં ફેરવતી રહી. તે ખુદ પોલીસને ઘટનાસ્થળ પર લઈ ગઈ હતી.

    ચૂના ભટ્ટી વિસ્તારના કોલાર કોલોની વસ્તીમાં સપના ઘાકડ પોતાના પરિવાર સાથે રહેતી હતી. તેણે હાલમાં જ તેના બે જોડીયા બાળકો ગુમ થયા હોવાની પોલીસ ફરિયાદ કરી હતી. આ ફરિયાદ પર ટીટી નગર પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ જોડીયા બાળકોને અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સપના ધાકડને જોડીયા બાળકો વિશે પુછપરછ કરી, પણ તે 4 દિવસથી પોલીસને ભ્રમિત કરી રહી હતી.

    આ પણ વાંચો: દુનિયાના સૌથી ઠંડા સમુદ્રને 14 કલાકમાં પાર કર્યો, મધ્ય પ્રદેશના દિવ્યાંગ તરવૈયાએ વિદેશમાં ફરીથી તિરંગો લહેરાવ્યો

    સતત કાઉંસલિંગ અને નિષ્ણાંતોની મદદથી જ્યારે આગળની પૂછપરછ કરવામા આવી તો, સપનાએ પોતાના 15 દિવસના જોડીયા દિકરાની હત્યા કબૂલી. 23 સપ્ટેમ્બરે બાળકો ગાયબ થયા હતા. ત્યારે પોલીસે સપનાને કહ્યું હતું કે તેને બૈરસિયા પોતાના પિયર જવાનું હતું. તે માતા મંદિર થઈને પગપાળા ચાલીને રંગમહેલ ચોક પહોંચી. ત્યાંથી તેના બાળકો ગુમ થયા. સપનાના લગ્ન 2017માં બ્રઝમોહન ધાકડ સાથે થયા હતા. હાલમાં જ જેપી હોસ્પિટલમાં તેને જોડીયા બાળકો થયા છે.



    એટલા માટે કરી હત્યા

    ટીટી નગર પોલીસ સ્ટેશનના પ્રભારી ચૈન સિંહ રઘુવંશીએ જણાવ્યુ કે, સપના સાથે જ્યારે હત્યાનું કારણ પુછવામાં આવ્યું તો, સૌ ચોંકી ગયા હતા. તેણે પોલીસને જણાવ્યું કે, ઘટનાના એક દિવસ પહેલા તેના સાસુ, સસરા અને પતિ સાથે ઝઘડો થયો હતો. તેનો પતિ બેરોજગાર હતો. જેઠ ઘરનો ખર્ચ ઉઠાવી રહ્યા હતા. આ બધાની વચ્ચે જોડીયા બાળકો થયા, આર્થિક તંગીના કારણે ઘરમાં મોટા ભાગે ઝઘડા થતાં રહેતા. ઘટનાના એક દિવસ પહેલા જ કોઈ વાતને લઈને ઘરમાં કંકાસ થઈ ગયો કે કેવી રીતે આ જોડીયા બાળકોને પાળશે. સાસુ પણ મોટા ભાગે તેને મેણા ટોણા મારતી રહેતી. સપનાએ પોલીસને એવુ પણ જણાવ્યું કે, પતિને 6 મહિના પહેલા અકસ્માત થયો છે. તે બાદથી તેનો પતિ બેરોજગાર છે. પરિવારની જવાબદારી જેઠ ઉપાડી રહ્યા છે. જેઠ પરિવારનુ પાલન પોષણ કરી રહ્યા છે. સાસરિયા પક્ષ કહે છે કે, પહેલા જ એક છોકરી હતી અને ગરીબીના કારણે તેનું લાલન પાલન કરી શકતા નથી, ઉપરથી પતિ બેરોજગાર અને એવામાં બે જોડીયા બાળકો કઈ રીતે ઉછેરવા.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Crime news, Madhya pradesh

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन