ડેમમાં માછલી પકડવા ગયેલા યુવક પર આદમખોર મગરનો હુમલો, ભાઈની નજર સામે જ મોત

News18 Gujarati
Updated: June 26, 2020, 8:24 AM IST
ડેમમાં માછલી પકડવા ગયેલા યુવક પર આદમખોર મગરનો હુમલો, ભાઈની નજર સામે જ મોત
મામાનો દીકરો બચાવવા માટે બૂમો પાડતો રહ્યો પરંતુ આદમખોર મગર યુવકને તાણીને લઈ ગયો

મામાનો દીકરો બચાવવા માટે બૂમો પાડતો રહ્યો પરંતુ આદમખોર મગર યુવકને તાણીને લઈ ગયો

  • Share this:
મનોજ રાઠોડ, ભોપાલઃ કલિયાસોત ડેમમાં માછલી પકડવા ગયેલા યુવકને મગરે મારી નાખ્યો. જોકે મગર યુવકની લાશને પોતાનો કોળીયો નથી બનાવ્યો. મૃત યુવકની લાશ ડાઇવર્સે ઊંડા પાણીથી બહાર કાઢી છે. યુવકની ઓળખ ચૂના ભટ્ટીમાં રહેતા પ્રતાપ તરીકે થઇ છે. 17 દિવસની અંદર કલિયાસોત ડેમમાં મગર (Crocodile)ના હુમલાની આ બીજી ઘટના છે. પ્રશાસને લોકોને અપીલ કરી છે કે ડેમના પાણીથી દૂર રહે. ન તો તેમાં ઉતરો અને ન તો તેમાં હાથ નાખો.

મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલના કલિયાસોત ડેમ ખાતે સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે અહીં આદમખોર મગર લોકોનો જીવ લઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા મગરે ત્યાં નહાવા પડેલા એક યુવક પર હુમલો કર્યો હતો. પરંતુ સાથે તરી રહેલા દોસ્તે યુવકને બચાવી લીધો હતો. હુમલામાં યુવક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. હવે મગરે માછલી પકડવા ગયેલા યુવકને મારી નાખ્યો છે. પોલીસને યુવકની લાશ મળી આવી છે.

આ પણ વાંચો, 4 હુમલાખોરોએ જિમ સંચાલકને ગોળીઓથી વીંધી દીધો, ઘટનાસ્થળે જ થયું મોત

મળતી માહિતી મુજબ, માછલી પકડવા ગયેલા યુવક પર હુમલો કરી આદમખોર મગર તેને 200 મીટરથી વધુ ઊંડા પાણીમાં ખેંચીને લઈ ગયો. યુવકના શરીર પર અનેક સ્થળે મગરના દાંતના નિશાન જોવા મળ્યા છે. પોલીસે ડાઇવર્સની મદદથી લાશને બહાર કાઢી.

આ પણ વાંચો, સુહાગરાતના બીજા જ દિવસે દુલ્હાનું મોત, લગ્નમાં સામેલ 15 લોકો Corona પોઝિટિવ

મામાના દીકરાએ જોઈ સમગ્ર ઘટના : મૃતક યુવકના મામાના ભાઈ સંજયે જણાવ્યું કે તેની નજર સામે રાતના અંધારામાં આ સમગ્ર ઘટના બની. સંજયે પોલીસને જણાવ્યું કે તે પ્રતાપની સાથે માછલી પકડવા માટે ડેમ પર ગયો હતો. પ્રતાપ માછલી પકડવા માટે કપડા ઉતારીને પાણીમાં ઉતર્યા હતો. થોડા સમય બાદ પાણીમાં એકદમ ઉથલ-પાથલ થઈ. સંજયે પોલીસને જણાવ્યું કે મગર પ્રતાપને ખેંચીને લઈ ગયો. તેને બૂમો પણ પાડી. પરંતુ આસપાસ અને દૂર-દૂર સુધી કોઈ હાજર નહોતું. તેથી તેની બૂમો કોઈએ સાંભળી નહીં. સંજયે એમ પણ જણાવ્યું કે તેણે પાણીની ઉપર પ્રતાપને બે-ત્રણ વાર આવતા જોયો. પછી તેની કોઈ ભાળ મળી નહીં. સંજયે મોડી રાત સુધી પાણીની આસપાસ પ્રતાપને શોધ્યો. જ્યારે પોલીસને જાણ થઈ તો તેમણે પ્રતાપની લાશ શોધી કાઢી.
First published: June 26, 2020, 8:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading