રાહુલે MPમાં વિચાર્યા વગર વાયદો કર્યો હતો? કેવી રીતે 10 દિવસમાં કરશે ખેડુતોનું દેવું માફ?

રાહુલે MPમાં વિચાર્યા વગર વાયદો કર્યો હતો? કેવી રીતે 10 દિવસમાં કરશે ખેડુતોનું દેવું માફ?
રાહુલ ગાંધી (ફાઈલ ફોટો)

કોંગ્રેસે રાજ્યની આર્થિક પરિસ્થિતિને સમજ્યા વગર લાંબા-લાંબા ચૂંટણી વાયદા કરી દીધા છે, જે લાગુ કરી શકાય તેવું લાગી નથી રહ્યું.

 • Share this:
  મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018માં કોંગ્રેસ ભલે બહુમતથી બે ડગલા પાછળ રહી ગઈ હોય, પરંતુ બસપા અને નિર્દલીય ધારાસભ્યોના સમર્થનથી તેમની સરકાર બની રહી છે. 15 વર્ષ બાદ કોંગ્રેસ એમપીમાં એટલા માટે વાપસી કરી રહી છે કારણ કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજ્યના ખેડૂતોને દેવું માફ કરવાનો વાયદો કર્યો હતો. આ જાહેરાત કોંગ્રેસની જીત માટે મહત્વની માનવામાં આવે છે. આ જાહેરાતની અસરથી જ એમપીની 126 ગ્રામીણ બેઠકોમાંથી વર્ષ 2013માં 38 બેઠક જીતનારી કોંગ્રેસે આ વખતે 68 સીટો પર જીત મેળવી છે. જોકે, દેવામાં ડુબેલી એમપીની નવી કોંગ્રેસ સરકાર માટે આ વાયદો નિભાવવો ઘણો મુશ્કેલ જોવા મળી રહ્યો છે.

  શું રાહુલે વિચાર્યા વગર કર્યો વાયદો


  રાહુલનો આ વાયદો લોભામણી જાહેરાત જેવો લાગી રહ્યો છે. આ વાયદો પૂરો કરી શકાય છે, પરંતુ માત્ર 10 દિવસમાં કરવો લગભગ શક્ય નથી. સરકારના છેલ્લા ત્રણ મહિના વિધાનસભા ચૂંટણીમાં જતા રહ્યા. એવામાં સરકારે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં લીધેલી લોનના ત્રણ હપ્તા ચુકવવા પડશે. નાણા વિભાગના આંકડા અનુસાર, એમપી રાજ્ય સરકાર પર 1,60,871.9 કરોડનું દેવું છે, જે આ ત્રણ મહિનામાં મળીને કુલ 1,87,636.39 કરોડ થઈ ગયું છે. ભાજપના જયંત ખુદ કહે છે કે, કોંગ્રેસે રાજ્યની આર્થિક પરિસ્થિતિને સમજ્યા વગર લાંબા-લાંબા ચૂંટણી વાયદા કરી દીધા છે, જે લાગુ કરી શકાય તેવું લાગી નથી રહ્યું.

  રાહુલે 10 દિવસમાં ખેડૂતોનું દેવું માફ કરવાનો વાયદો કર્યો હતો
  વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ 11 ડિસેમ્બરના રોજ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલે કહ્યું હતું કે, કોંગ્રેસ રાજ્યના ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેરાત કરવા 10 દિવસમાં પ્રતિબદ્ધ છે. જો એમપીમાં ખેડૂતોની લોનના આંકડા પર નજર નાખીએ તો, હાલમાં 41 લાખ ખેડૂતોએ 56,377 કરોડ રૂપિયાની લોન લીધી છે, જેને એક ઝટકામાં માફ કરવી મુશ્કેલ છે. તમને જણાવી દઈએ કે, આમાંથી 21 લાખ એવા ખેડૂત છે, જેમણે 14,300 કરોડ રૂપિયાની લોન લીધી છે અને તેને ચુકવવાની તારીખ પણ ક્યારની પતી ગઈ છે.

  બેન્ક લોન માફીના વિરોધમાં છે
  તમને જણાવી દઈએ કે, ખેડૂત લોન માફીનો વિરોધ કરવામાં રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલ સહિત ડે. ગવર્નર એસ.એસ. મૂંદડા પણ સામેલ છે. લોનમાફીનો વિરોધ કરતા મૂંદડાએ કહ્યું હતું કે, આનાથી લોન લેવા અને આપવા માળા વચ્ચે અનુશાસન બગડી શકે છે. દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઈની 2017માં ચેરપર્સન રહેલી અરૂંધતી ભટ્ટાચાર્યએ પણ ખેડૂતોના દેવા માફી પર આપત્તિ વ્યક્ત કરી હતી. ભટ્ટાચાર્યએ પણ આનાથી બેન્કિંગ અનુશાસન બડી શકે છે તેમ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, લોન લેનારા ખેડૂતો લોનની ચૂકવણી કરવાને બદલે અગામી ચૂંટણીની રાહ જોવા લાગે છે.

  તમને જણાવી દઈએ કે, રાજ્ય સરકારને પણ હવે આરબીઆઈ પાસેથી ખેડૂતોના દેવા માફી માટે લોન લેવી મુશ્કેલ છે. બેન્કના કડક દિશા-નિર્દેશોના કારણે રાજ્ય સરકાર વધારે લોન નથી લઈ શકતી. નવા નિયમો અનુસાર, રાજ્ય સરકાર હવે બેન્ક પાસેથી એક હજાર કરોડથી વધારે લોન નહી લઈ શકે. એમપી સરકારે 5 ઓક્ટોબર, 12 ઓક્ટોબર અને 9 નવેમ્બરે ક્રમશ: 500 કરોડ, 600 કરોડ અને 800 કરોડ રૂપિયાની લોન પહેલાથી લીધેલી છે. અને 4 ડિસેમ્બરે પણ લોન લેવામાં આવી હતી. માત્ર જાન્યુઆરીમાં આટલી મોટી રકમની વ્યવસ્થા કોંગ્રેસ કેવી રીતે કરશે તે એક મોટો પ્રશ્ન છે.
  First published:December 13, 2018, 16:11 pm

  टॉप स्टोरीज