એક્ઝિટ પોલ પ્રમાણે રાજસ્થાનમાં તો કોંગ્રેસ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા જઇ રહી છે ત્યારે મધ્ય પ્રદેશ અને છત્તીગઢને લઇને હજી સુધી તસવીર સાફ નથી. આ બંને રાજ્યોમાં બીજેપી અને કોંગ્રેસ બંનેમાંથી ગમેતેની જીત થઇ શકે છે. આવી સ્થિતિ વચ્ચે કોંગ્રેસના રણનીતિકારોએ સરકાર બનાવવાના વિકલ્પોને લઇને અત્યારથી ચર્ચા શરૂ કરી દીધી છે.
વાત કરીએ મધ્ય પ્રદેશની તો અહીં જો કોંગ્રેસ બહુમતી મેળવે છે તો કમલનાથ મુખ્યમંત્રી બનવાની સંભાવના સૌથી વધારે છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીથી ઠીક પહેલા રાહુલ ગાંધીએ કમલનાથને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા હતા. મુખ્યમંત્રી પદના બીજા દાવેદાર જ્યોતિરાદિત્ય સિંધિયાને કેમ્પેઇન કમિટિના અધ્યક્ષ બનાવ્યા હતા. કમલનાથ લાંબા સમયથી મધ્ય પ્રદેશના પાર્ટીના અધ્યક્ષ બનવા માંગતા હતા. જેથી સ્વાભાવીક રીતે મુખ્યમંત્રી તરીકે તેમનો ચહેરો સામે આવે. જેમાં તેઓ સફળ રહ્યા હતા.
હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે, બહુમત પછી કમલનાથ મુખ્યમંત્રીની ખુરશી કેમ મળશે? પાર્ટીના સુત્રોના જણાવ્યા પ્રમાણે દાવો છે કે કમલનાથને માત્ર બીજેપી સાથે ટક્કર લેવા માટે જ નહીં પરંતુ પાર્ટીને સંસાધન ઉપલબ્ધ કરાવવા અને ખાસ કરીને એ સીટો ઉપર જ્યાં કોંગ્રેસ જીતી શકે છે. ત્યાં પાર્ટીના ઉમેદવારોને આર્થીક રૂપે મદદ પણ કરી હતી. એટલું જ નહીં કમલનાથે પાર્ટીના સ્ટાર પ્રચારકોને ધુઆંધાર પ્રચાર માટે સાધન ઉપલબ્ધ કરાવ્યા છે. પછી ભલે તે વિમાન હોય કે હેલિકોપ્ટર હોય કે પછી ગાડીઓ જ કેમ ના હોય. કમલનાથના મેનેજમેન્ટ પાર્ટીને ખુબ જ કામ આવ્યા છે.
કમલનાથ પાર્ટી આલાકમાનને કહી ચુક્યા છે કે મુખ્યમંત્રી બનવા માટે આ તેમનું છેલ્લી ચૂંટણી છે. એટલે જો કોંગ્રેસ બહુમતીથી આવે છે તો તેમનું પલડું ભારે નજર આવી રહ્યું છે જો વાત કરીએ જ્યોતિરાદિત્ય સિંધિયાની તો તેમની પાસે હજી સમય છે તેઓ યુવા છે. પાર્ટી નેતૃત્વનું કહેવું છે કે, રાહુલ ગાંધીની ટીમમાં હોવાના કારણે તેમને કેન્દ્રીય ભૂમિકા મળી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર