Exclusive: સગીર યુવતીઓ સાથે રેપના આરોપીના ઘરેથી મળી પોર્નની લાયબ્રેરી, કેવી રીતે બન્યો કરોડપતિ?

News18 Gujarati
Updated: July 15, 2020, 9:27 PM IST
Exclusive: સગીર યુવતીઓ સાથે રેપના આરોપીના ઘરેથી મળી પોર્નની લાયબ્રેરી, કેવી રીતે બન્યો કરોડપતિ?
પ્રતિકાત્મક તસવીર

તે યુવતીઓને દારૂ પીવડાવી ડાંસ કરાવતો હતો, અને તેમની સાથે રેપ કરતો હતો. પ્યારે મિયાંના ક્યાંક અંડરવર્લ્ડ ડી-કંપની સાથે તો સંબંધ નથી ને.

  • Share this:
ભોપાલ: સગીર યુવતીઓ સાથે રેપનો આરોપી અખબાર માલિક પ્યારે મિયાંના ક્યાંક અંડરવર્લ્ડ ડી-કંપની સાથે તો સંબંધ નથીને. પોલીસ હવે તેના દરેક કનેક્શનની તપાસ કરી રહી છે. પ્યારે મિયાંના  ફ્લેટમાંથી તેના દુબઈ, બેંકોંક, સ્વિટ્ઝરલેન્ડ જવાના પૂરાવા મળ્યા છે. તેની વિદેશ યાત્રાના કારણે એસઆઈટીની તપાસનો વિષય વધી ગયો છે. અંડરવર્લ્ડ કનેક્શન હોય અથવા ડી-કંપની સાથે કનેક્શન. તમામ એન્ગલ પર એસઆઈટી તપાસ કરી રહી છે.

એસઆઈટી ચીફ સાઈ કૃષ્ણા થોટાએ ડી-કંપની મામલે પુછેલા પ્રશ્નમાં કહ્યું હજુ આ મામલે કોઈ ઈન્ફોર્મેશન નથી. પરંતુ પોલીસ દરેક એન્ગલની તપાસ કરી રહી છે. તેમણે આગળ જણાવ્યું કે, આરોપી પ્યારે મિયાં એક યુવતી સાથે દુબઈ ટૂર પર ગયો હતો. તેના ફ્લેટની તપાસ કરતા એવા કેટલાક દસ્તાવેજો મળ્યા છે જે શંકા પેદા કરે છે. તેની તપાસ કરવામાં આવી રહી છે.

સીત્રોએ જણાવ્યું કે, પ્યારે મિયાંના દુબઈ સાથે બેંકોક, થાઈલેન્ડ, યૂકે અને સ્વિટ્ઝરલેન્ડ જવાના પણ પૂરાવા પોલીસને મળ્યા છે. એસઆઈટી આ હાઈ પ્રોફાઈલ કેસમાં દરેક પ્રકારના એન્ગલની તપાસ કરી રહી છે. વારંવાર વિદેશ જવાના કારણે ડી-કંપની સાથે અંડરવર્લ્ડ કનેક્શનની પણ તપાસ કરવામાં આવી રહી છે.

પોર્ન મૂવીની સીડીઓ જપ્ત

એસઆઈટી ચીપ સાઈ કૃષ્ણા થોટાએ જણાવ્યું કે, પ્યારે મિંયાં પર એસસી એસટી એક્ટ લગાવવામાં આવ્યો છે. તેના ડ્રાઈવર, તેની પ્રોપર્ટીને જોનાર યુવક અને એક પીડિત યુવતીની નાનીની ધરપકડ કરી છે. આરોપી પ્યારે મિયાં યુવતીઓને પોર્ન મૂવી દેખાડતો હતો. તેના ફ્લેટમાંથી પોર્ન મૂવીની સીડીઓ, ડીવીડી, વીસીઆર કેસેટ, સેક્સ ટોય, શક્તિવર્ધક દવાઓ મળી આવી છે. તે યુવતીઓને દારૂ પીવડાવી ડાંસ કરાવતો હતો, અને તેમની સાથે રેપ કરતો હતો.

કેવી રીતે બન્યો કરોડપતિબતાવવામાં આવી રહ્યું છે કે, પ્યારે મિયાં 20 વર્ષમાં કરોડપતિ બની ગયો હતો. તેની ઈન્દોર, ભોપાલ સહિત અન્ય જિલ્લામાં કરોડોની પ્રોપર્ટી છે. સાથે તેને નામી ગુંડા-બદમાશો સાથે સંપર્ક હતા. પ્યારે મિયાંની ગેંગમાં કેટલાક નામચીન વ્યક્તિઓ પણ સામેલ હતા. પોલીસને અનેક પ્રકારની આવી જાણકારીઓ હાથ લાગી છે.
Published by: kiran mehta
First published: July 15, 2020, 8:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading