Home /News /national-international /મોટો ખૂલાસો: પૂર્વ નિયોજિત હતી 2 એપ્રિલની હિંસા, યુવાનોને મળી હતી હથિયારોની ટ્રેનિંગ

મોટો ખૂલાસો: પૂર્વ નિયોજિત હતી 2 એપ્રિલની હિંસા, યુવાનોને મળી હતી હથિયારોની ટ્રેનિંગ

    મધ્યપ્રદેશમાં ભારત બંધ સમયે ભડકેલી હિંસામાં એક ચોંકાવી મુકે તેવો ખુલાસો થયો છે. ગુપ્ત રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, હિંસા પૂર્વ નિયોજિત હતી અને કેટલાક સંગઠનોએ યુવાનોને હથિયારની ટ્રેનિંગ આપવામાં આવી હતી.

    આઈજી ઈંટેલિજન્સ મકરંદ દેઉસ્કરે રાજધાની ભોપાલમાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, મધ્યપ્રદેશમાં બંધ સમયે થયેલ હિંસાની ઘટનાઓ અકસ્માત ન હતી. આના માટે પહેલાથી ષડયંત્ર રચવામાં આવ્યું હતું.

    દેઉસ્કરે જણાવ્યું કે, પોલીસની રડાર પર 30થી 35 સંગઠન છે. આ સંગઠનોની હિંસામાં કેટલી ભૂમિકા છે તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને ખબર પડી છે કે, આમાંથી કેટલાક સંગઠનોએ પહેલાથી હિંસાને ભડકાવવાનો પ્લાન બનાવ્યો હતો. યુવાનોને હથિયારોની ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી.

    ગુપ્ત રિપોર્ટમાં કેટલાક અધિકારીઓની ભૂમિકા પર પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, સોમવારે ભારત બંધ સમયે હિંસક ઘટનાઓને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપે સમર્થન કરવામાં આવ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે, 2 એપ્રિલના રોજ એસસી-એસટી એક્ટ મામલે કેટલાક દલિત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને લઈ ભારતના કેટલાક રાજ્યોમાં એસસી-એસટી સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, અને રોડ-રસ્તા ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કેટલીક જગ્યાએ હિંસાની ઘટાનાઓ પણ સર્જાઈ હતી, સરકારી મિલકતને આગ ચાંપી નુકશાન પણ પહોંચાડવામાં આવ્યું હતું. જેને પગલે પોલીસ અને વિરોધીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જેમાં દેશભરમાં 10થી વધુ લોકોના મોત પણ નિપજ્યા હતા.
    Published by:kiran mehta
    First published:

    Tags: About, During, Violence, ભોપાલ, સાંસદ

    विज्ञापन
    विज्ञापन