હોળી ઘરે જ મનાવી પડશે, હોળીના સાર્વજનિક કાર્યક્રમો પર લગાવવામાં આવી રોક

પ્રતિકાત્મક તસવીર

28 અને 29 માર્ચે હોળીનો તહેવાર છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોનાની ગાઈડલાઈન અનુસાર રંગોના તહેવાર હોળી પર સામૂહિક કાર્યક્રમ યોજવામાં નહીં આવે.

  • Share this:
    હાલમાં કોરોનાના કેસ દિવસે ને દિવસે વધતા જાય છે. તો બીજી તરફ રંગોનો તહેવાર હોળી આવી રહ્યો છે, પરંતુ તે પહેલા કોરોનાની કારમી અસર જોવા મળી રહી છે. જેને લઈને મધ્યપ્રદેશમાં હોળીનો રંગ આ વખતે નહીં દેખાય. સરકારની ગાઈડલાઈન અનુસાર આ વાતના સંકેત જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતા હેઠળ થયેલ સમીક્ષા બેઠકમાં હોળી પર સાર્વજનિક કાર્યક્રમોને અનુમતિ ન આપવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    28 અને 29 માર્ચે હોળીનો તહેવાર છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોનાની ગાઈડલાઈન અનુસાર રંગોના તહેવાર હોળી પર સામૂહિક કાર્યક્રમ યોજવામાં નહીં આવે. તેમજ જુલુસ પણ નહીં કાઢવામાં આવે અને જાહેર સ્થળો પર કોઈફણ પ્રકારનું આયોજન નહીં કરવામાં આવે. પરંતુ વ્યક્તિગત કાર્યક્રમને પરવાનગી આપવામાં આવી છે. ગાઇડલાઇન મુજબ હોળી માટે સાર્વજનિક કાર્યક્રમને પરવાનગી આપવામાં નહીં આવે. જો સરકારની આ ગાઈડલાઈનનું પાલન ન કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

    આ પણ વાંચોસુરત: હવે કિન્નરના Videoએ વિવાદ સર્જ્યો, ભલ-ભલા કિન્નરને યુવતી સમજી થઈ જાય છે ફિદા

    કોરોનાને કારણે વણસતી પરિસ્થતિ

    કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈને કોરોનાનો વધુ ફેલાવો ન થાય તે માટે શિવરાજ સિંહ ચૌહાણની સરકારે હોળી પહેલા આ જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવ્યો છે. જો કોરોનાના આંકડા જોઈએ તો છેલ્લા 24 કલાકમાં ઈંદોરમાં 232, ભોપાલમાં 196, જબલપુરમાં 72, ગ્વાલિયરમાં 29 અને ખંડવામાં 24 સાથે કુલ મધ્યપ્રદેશમાં 832 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. સાથે પોઝિટીવિટી રેટ 4.8 ટકા છે.

    આ પણ વાંચો - વડોદરા: 'હું તને મળવા માંગુ છુ', દીકરીને પરેશાન કરતા યુવાનને સમજાવવા ગયેલા પિતાની ચપ્પા મારી હત્યા

    સમગ્ર દેશમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને ભોપાલ અને ઈંદોરમાં કડક નિર્ણયો લેવામાં આવ્યા છે. કોરોનાની પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે નાઈટ કર્ફ્યૂ પણ લાદવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ વિડીયો કોન્ફરન્સ દ્વારા કલેક્ટર, કમિશનર અને સીએમએચઓ અને મેડિકલ કોલેજના ડીન સાથે ચર્ચા કરશે. આ બેઠક દરમિયાન મહત્વના નિર્ણયો કરવામાં આવી શકે છે.
    First published: