વર્ષ 2003માં હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યારે તેમાં અનુરાધા પૌડવાલ હાજર હતા - ફાઇલ તસવીર
Helicopter Sell After 10 Years: મધ્ય પ્રદેશ સરકારે 24 વર્ષ જૂનું હેલિકોપ્ટર બેલ-430ને વેચી નાંખ્યું છે. વર્ષ 2003માં ઇન્દોરમાં આ હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. ત્યારે પ્રસિદ્ધ બોલિવૂડ ગાયિકા અનુરાધા પૌડવાલ અને તત્કાલિન મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ બેઠા હતા. આ હેલિકોપ્ટર વેચવા માટે સરકાર દસ વર્ષથી રાહ જોતી હતી. આ હેલિકોપ્ટર વેચવા માટે સાતવાર ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેની કિંમત નક્કી કરવામાં આવી છે.
ભોપાલઃ મધ્ય પ્રદેશ સરકારના 24 વર્ષ જૂના હેલિકોપ્ટર બેલ 430ને વેચવામાં આવશે. આ હેલિકોપ્ટરની હરાજીમાં સાત વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેની કિંમત નક્કી કરવામાં આવી હતી. મે 2022માં સાતમી વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. ભોપાલની કંપની એફએ એન્ટરપ્રાઇઝે 2.57 કરોડ રૂપિયામાં તેને ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ત્યારે હવે તેને 2,57,17,777 લાખ રૂપિયામાં વેચવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ તે જ હેલિકોપ્ટર છે જેનો વર્ષ 20003માં બોલિવૂડ ગાયિકા અનુરાધા પૌડવાલને લઈ જતી વખતે અકસ્માત થયો હતો.
તત્કાલિન મુખ્યમંત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા
આ હેલિકોપ્ટર 21 ફેબ્રુઆરી, 2003ના દિવસે ઇન્દોરના વિજય નગર પાસે બોલિવૂડ ગાયિકા અનુરાધા પૌડવાલને એક સરકારી કાર્યક્રમ માટે લેવા જતી વેળા ખેતરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટનામાં પૌડવાલને સામાન્ય ઇજા પહોંચી હતી. આ દુર્ઘટનામાં તત્કાલિન મુખ્યમંત્રી દિગ્વિજય સિંહના અંગત સહાયક રાજેન્દ્ર સિંહ રઘુવંશીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. મંગળવારે પીટીઆઈ સાથેની વાતચીત દરમિયાન, રઘુવંશીએ કહ્યુ હતુ કે પૌડવાલને બિયોરા પાસે એક સરકારી કાર્યક્રમ માટે લેવા જતી વખતે અને તત્કાલિન વિધાનસભ્ય કોંગ્રેસ પ્રમુખ રાધાકિશન માલવિય પણ હેલિકોપ્ટરમાં હાજર હતા. ત્યારે હેલિકોપ્ટર ઇન્દોર શહેરની બહારના વિસ્તારમાં ક્રેશ થઈ ગયું હતું.
મધ્ય પ્રદેશ જનસંપર્ક વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં મંગળવારે ભોપાલમાં મંત્રીમંડળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કેબિનેટે હેલિકોપ્ટર વેચવા માટે મહોર લગાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, હેલિકોપ્ટર બેલ-430ની વર્ષ 2003ની એક દુર્ઘટનામાં ભાંગી પડ્યું હતું. ત્યારબાદ તેનું મેન્યુફેક્ચરિંગ બંધ કરવા અને તેની ઉડાન યોગ્ય ન હોવાને કારણે વેચવા માટે ઓનલાઇન અરજી કરવામાં આવી હતી.
10 વર્ષથી ખરીદદાર શોધી રહ્યા હતા, 7મા ટેન્ડરે ફેંસલો
મધ્યપ્રદેશ સરકારે આ હેલિકોપ્ટર 1998માં 33 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. જૂનું થવાને કારણે સરકાર 10 વર્ષથી વેચવાની કોશિશ કરી રહી હતી. હેલિકોપ્ટર વેચવા માટે મે 2022માં સાતમી વાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. ભોપાલની કંપની એમએ એન્ટરપ્રાઇઝે 2.57 કરોડમાં હેલિકોપ્ટર ખરીદવા માટે પ્રસ્તાવ મૂક્યો છે. હવાઇ વિભાગ બાદ નાણા મંત્રાલયે પણ તે ખરીદવા માટે સહમતી આપી દીધી છે. હવે કેબિનેટની મંજૂરી પણ મળી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, આ હેલિકોપ્ટર ખરીદનાર નઇમ રઝા એક એરક્રાફ્ટ મેન્ટેઇનન્સ એન્જિનિયર છે અને તેમનો સ્ક્રેપનો કારોબાર પણ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર