પહેલા Facebook પર અપલોડ કરી સુસાઇડ નોટ, પછી પંખાથી લટકીને આપી દીધો જીવ

પહેલા Facebook પર અપલોડ કરી સુસાઇડ નોટ, પછી પંખાથી લટકીને આપી દીધો જીવ
સુખરામ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. (ફાઇલ તસવીર)

દોસ્તે ફેસબુક પર સુસાઇડ નોટ વાંચી તાત્કાલિક સુખરામના ઘરે પહોંચ્યો, બારીમાંથી અંદર જોયું તો રૂંવાડા ઊભા થઈ ગયા!

 • Share this:
  મનોજ રાઠોડ, ભોપાલઃ મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલ (Bhopal)માં એક યુવકે પંખા પર ફાંસો લગાવીને આત્મહત્યા (Suicide) કરી દીધી. તેણે આત્મહત્યા કરતાં પહેલા પોતાના ફેસબુક (Facebook) પર ચાર પાનાની સુસાઇડ નોટ (Suicide Note) અપલોડ કરી હતી. તેના મિત્રએ જ્યારે ફેસબુક પર સુસાઇડ નોટ જોઈ તો તે તાત્કાલિક તેના ઘરે પહોંચ્યો. જ્યારે તેણે ઘરની બારીમાંથી અંદર જોયું તો યુવક ફાંસીના ફંદે લટકી રહ્યો હતો. ઘટનાસ્થળે પોલીસ પહોંચી અને પંચનામાની કાર્યવાહી કર્યા બાદ લાશને પોસ્ટમોર્ટમ માટે હમીદિયા હૉસ્પિટલ (Hamidia Hospital) મોકલી આપી. આત્મહત્યા પાછળ પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે. જોકે, પોલીસ તમામ પ્રકારના મુદ્દાઓ પર પોતાની તપાસ કરી રહી છે.

  ઘટના કટારા હિલ્સ પોલીસ સ્ટેશનની છે. અહીં ગૌરી શંકર બીડીએ કોલોનીમાં રહેનારા સુખરામે ફાંસો ખાઈને આત્મહત્યા કરી દીધી. તેણે પોતાના જ ઘરમાં આત્મહત્યા કરી. તેની આત્મહત્યાની જાણ પડોશીઓને ન થઈ. જ્યારે તેના દોસ્ત જે તેના ઘરથી થોડેક દૂર રહે છે તેણે ફેસબુકના માધ્યમથી જાણવા મળ્યું કે સુખરામે સુસાઇડ નોટ મૂકી છે, તેને વાંચ્યા બાદ તે તરત જ દોડીને સુખરામના ઘરે પહોંચ્યો. ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. જ્યારે તેણે બારીમાંથી અંદર જોયું તો સુખરામ ફાંસીના ફંદા પર લટકી રહ્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક પોલીસને જાણ કરી.  આ પણ વાંચો, 5 યુવકોએ સગીરા પર આચર્યું દુષ્કર્મ, વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર કર્યો વાયરલ

  આ કારણે કરી આત્મહત્યા

  ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ઘરમાંથી પણ એક સુસાઇડ નોટ જપ્ત કરી છે. આ ઉપરાંત પોલીસને સોશિયલ મીડિયા ઉપર પણ સુસાઇડ નોટ મળી છે. તેણે ફાંસો ખાતાં પહેલા પોતાની સુસાઇડ નોટ ફેસબુક પર અપલોડ કરી દીધી હતી. ચાર પાનાની સુસાઇડ નોટ છે જેમાં પ્રેમના કારણે આત્મહત્યા કરવાની વાત સામે આવી છે. કટારા હિલ્સ પોલીસ મુજબ સુખરામ એક યુવતી સાથે પ્રેમમાં હતો, પરંતુ તે યુવતીના લગ્ન ગઈ ગયા. લગ્ન બાદ પણ સુખરામ યુવતીના સંપર્કમાં હતો. થોડા દિવસો પહેલા બંનેની વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી. આ વાતને લઈ નારાજ સુખરામે આ પ્રકારનું અંતિમ પગલું ભરી દીધું.

  આ પણ વાંચો, પિકનિકની મોજ માણતાં બની દુર્ઘટના, પાણીના તેજ વહેણમાં તણાઈ ગઈ 3 કાર

  યુવતીના લગ્ન દૂરના શહેરમાં થયા છે

  સુખરામ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. તેણે ઘરવાળાઓને પણ યુવતી સાથે વાત કરી હતી, પરંતુ તેના ઘરવાળાઓએ યુવતીના લગ્ન બીજા સ્થળે કરી દીધા. આ લગ્ન બાદ સુખરામ ખૂબ પરેશાન રહેતો હતો. તે પોતાના ઘરે પણ નહોતો જતો. સુખરામ મૂળે સારણી બૈતૂલનો રહેવાસી હતો. પોલીસે જણાવ્યું કે સુખરામના પરિવારને ઘટનાની જાણકારી આપવામાં આવી છે. નિવેદન બાદ જ આગળની સ્થિતિ સ્પષ્ટ થશે. હાલ, પોલીસનું કહેવું છે કે પ્રેમ પ્રસંગના કારણે સુખરામમાં પગલાં ઉઠાવ્યા છે. તેમ છતાંય પરિજનોના નિવેદનના આધારે જે પણ વાતો સામે આવી તેના આધારે મામલાની તપાસ કરવામાં આવશે.
  Published by:Mrunal Bhojak
  First published:September 15, 2020, 09:11 am