Home /News /national-international /ઘોર કળયુગ : દેશમાં હવે વૃદ્ધ મહિલાઓ પણ સુરક્ષિત નથી, અહીં 78 વર્ષની વૃદ્ધા સાથે બળાત્કાર કરવામાં આવ્યો

ઘોર કળયુગ : દેશમાં હવે વૃદ્ધ મહિલાઓ પણ સુરક્ષિત નથી, અહીં 78 વર્ષની વૃદ્ધા સાથે બળાત્કાર કરવામાં આવ્યો

78 વર્ષની વૃદ્ધા સાથે બળાત્કાર

78 વર્ષીય મહિલા પર 37 વર્ષીય વ્યક્તિ દ્વારા કથિત રીતે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. એક પોલીસ અધિકારીએ રવિવારે આ માહિતી આપી છે. હબીબગંજ વિસ્તારના સહાયક પોલીસ કમિશનર વીરેન્દ્ર કુમાર મિશ્રાએ પીટીઆઈને જણાવ્યું કે પોલીસે 78 વર્ષીય મહિલા પર બળાત્કારના સંબંધમાં શનિવારે રાત્રે અહીં 37 વર્ષીય રાજુની ધરપકડ કરી હતી.

વધુ જુઓ ...
    મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક 78 વર્ષીય મહિલા પર 37 વર્ષીય વ્યક્તિ દ્વારા કથિત રીતે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. એક પોલીસ અધિકારીએ રવિવારે આ માહિતી આપી છે. હબીબગંજ વિસ્તારના સહાયક પોલીસ કમિશનર વીરેન્દ્ર કુમાર મિશ્રાએ પીટીઆઈને જણાવ્યું કે પોલીસે 78 વર્ષીય મહિલા પર બળાત્કારના સંબંધમાં શનિવારે રાત્રે અહીં 37 વર્ષીય રાજુની ધરપકડ કરી હતી.

    તેમણે કહ્યું કે પીડિતા મંદિરની નજીકની ઝૂંપડપટ્ટીમાં રહે છે અને મંદિરમાં આવતા લોકો તેને ભોજન આપે છે, જેમાંથી તે ગુજરાન ચલાવે છે અને આરોપી ફૂટપાથ પર રહીને ભીખ માંગે છે. મિશ્રાએ કહ્યું કે પીડિતાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે.

    આ પણ વાંચોઃ રક્ષક બન્યા ભક્ષક; પોલીસની ગાડીએ બે માસૂમ બાળકોને હવામાં ફંગોળ્યા , જુઓ CCTV ફૂટેજ

    પોલીસે જણાવ્યું કે આરોપીએ શહેરના હબીબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં 26-27 ઓક્ટોબરની વચ્ચેની રાત્રે આ વૃદ્ધ મહિલા સાથે બળાત્કાર કર્યો હતો.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Bhopal News, Cirme, Rape victim

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन