હેવાન બન્યો પતિ, ગુસ્સામાં કુહાડીથી પત્નીના હાથ અને પગ કાપી નાખ્યા

હેવાન બન્યો પતિ, ગુસ્સામાં કુહાડીથી પત્નીના હાથ અને પગ કાપી નાખ્યા
પ્રતિકાત્મક તસવીર

પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે આરોપી કુલ્હાડી હાથમાં લઈ પોલીસને પણ ધમકી આપવા લાગ્યો હતો, પોલીસે તેને સતર્કતાથી ઝડપી પાડ્યો

 • Share this:
  ભોપાલ : ભોપાલ (Bhopal)માં એક ચોંકાવનારી ઘટના સામે છે. એહીં એક હેવાન પતિએ પત્ની(Husband Wife)નો હાથ અને પગ ગંભીર રીતે કાપી નાખ્યા હતા. તેવું કહેવામાં આવે છે કે પતિ દારૂડિયો છે અને તે તેની પત્નીની પર શંકા કરતો હતો. પોલીસે હાલમાં પતિની ધરપકડ કરી છે, જ્યારે પત્નીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

  ભોપાલમાં ચારિત્ર્યની શંકાને કારણે એક દારૂડિયા પતિએ પત્ની સાથે જાનવરો પણ ન કરે તેવું કૃત્ય કર્યું છે. તેણે કુલ્હાડીથી પત્નીના ડાભા હાથની હથેળીથી હાથ કાપી નાખ્યો અને ડાબા પગનો પંજો કાપી નાંખ્યો હતો. મહિલાની ચીસો સાંભળી આસ-પાસથી પાડોશીઓ દોડી આવ્યા હતા અને પત્નીની હાલત જોઈ સુન્ન રહી ગયા હતા. હાલમાં પતિની ધરપકડ પોલીસે કરી લીધી છે. આ વાત વાયુવેગે ફેલાતા અરેરાટી વ્યાપી ગઈ હતી.  આ પણ વાંચોસુરત : પ્રેમિકાએ બરબાદ કર્યો! પહેલા સાંભળ્યા ગમના ગીતો, પછી અંતિમ સિગારેટ પી યુવાને કર્યો આપઘાત

  પોલીસ નિવેદન

  ભોપાલ ડીઆઈજી ઇર્શાદ વાલીએ માહિતી આપી હતી કે, આરોપીની ધરપકડ કરવામાં આવી છે, આરોપીએ દારૂના નશામાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. હાલમાં ઘટના પાછળના બધા પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. ઘાયલ મહિલાને શક્ય તેટલી શ્રેષ્ઠ સારવાર આપવાનો પ્રયત્ન કરવામાં આવશે, જેથી તે ખતરામાંથી બહાર આવી શકે.

  આ પણ વાંચોરાજકોટ : પોલીસથી બચવા બુટલવગરે દારૂ છૂપાવવા અનોખો રસ્તો અપનાવ્યો, તો પણ ઝડપાયો

  તેમણે વધુમાં કહ્યું કે, અગાઉ પતિએ ગુમ થયાની અરજી આપી હતી. આરોપીનું નામ પ્રિતમ સિસોદિયા બતાવવામાં આવી રહ્યું છે. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે આરોપી કુલ્હાડી હાથમાં લઈ પોલીસને પણ ધમકી આપવા લાગ્યો હતો, પોલીસે તેને સતર્કતાથી ઝડપી પાડ્યો હતો.

  આ પણ વાંચોVIDEO: હિમાચલમાં ખાનગી બસ ખીણમાં ખાબકી, 7 લોકોનાં કમકમાટીભર્યા મોત, 10 ઘાયલ

  દારૂના નશામાં પતિ વારંવાર ઝઘડો કરતો હતો

  એવું કહેવામાં આવી રહ્યું છે કે, આરોપી પતિ તેની પત્ની સાથે અવારનવાર દારૂના નશામાં ઝઘડો કરતો હતો, તેની સાથે રોજ મારપીટ પણ કરતો હતો. આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ગંભીર રીતે ઘવાયેલી પત્નીને હમીડિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
  Published by:kiran mehta
  First published:March 10, 2021, 16:28 pm

  ટૉપ ન્યૂઝ