Home /News /national-international /રાહુલે પોતાની મા પાસેથી ઘણું બધું શીખવું પડશે: દિગ્વિજય સિંહ

રાહુલે પોતાની મા પાસેથી ઘણું બધું શીખવું પડશે: દિગ્વિજય સિંહ

નર્મદા પરિક્રમા બાદ ઓમકારેશ્વરમાં પોતાનું છેલ્લું ધાર્મિક અનુષ્ઠાન કરી રહેલ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ ઘણા બદલાયેલા જોવા મળી રહ્યા છે. 192 દિવસ સુધી 3000 કિમીની પદયાત્રા બાદ તેમના પગના તળીયા એકદમ છોલાઈ ગયા છે. તડકો અને ગર્મીના કારણે શરીરનો રંગ બદલાઈ ગયો છે. તેમનું વજન ઓછુ તઈ ગયું છે. કહેવામાં આવી રહ્યું છે કે, નર્મદા પરિક્રમાએ તેમને કેટલાક વધારે આડંબરહીન બનાવી દીધા છે. તે ધોતી-કુર્તાના પહેરવેશમાં કોઈ સામાન્ય પરિક્રમાવાસીની જેમ ભીડમાં ખોવાઈ જાય છે.

જોશીલા બનાવી દીધા

તે નરસિંહપુરના બરમાન ઘાટ પર યાત્રા પૂરી કરી હરદા થઈ ઓંકારેશ્વર સવારે સાડા છ વાગ્યે પહોંચ્યા છે. કારણ કે ઠેર-ઠેર કોંગ્રેસ કાર્યકર્તાઓના સ્વાગતે તેમને રાત્રે ઉંઘવા નથી દીધા. તેમની આંખો પુરી રીતે લાલ થઈ ગઈ છે, પરંતુ આ અનથક યાત્રાએ તેમને ઘણા જોશીલા બનાવી દીધા અને આત્મવિશ્વાસથી બરપૂર બનાવી દીધા છે. તે પોતાના તમામ કાર્યકર્તાઓને ખુલીને મળી રહ્યા છે.

હું હવે ઓછું બોલીશ

નર્મદા કિનારે બનેલ એનએચડીસી ગેસ્ટ હાઉસમાં ન્યૂઝ 18 સાથે વિશેષ વાતચીતના જવાબમાં દિગ્વિજય સિંહે કહ્યું કે, નર્મદા પરિક્રમા બાદ તેમનું એક અલગ રૂપ સામે આવશે. હું હવે ઓછું બોલીસ. એટલે કે પહેલા વધારે બોલી રહ્યા હતા. તેના પર તેમણે હંસતા કહ્યું કે 6 મહિના પહેલા તેમણે જે કહ્યું તે તથ્યાત્મક છે, પરંતુ તે વિચારે છે કે, આ બધુ કહેવું ટાળી શકાય છે. દરેક વાતનો જવાબ તેમણે આપનવાની જરૂરત ન હતી. એક પ્રવક્તાઓની ટીમ છે જે પોતાનું કામ કરી રહી છે. તે દાવો કરે છે કે, તેમનું બોલવું કોઈ વિવાદાસ્પદ ન હતું પરંતુ ખોટાકારણ વગર જ સંઘ ભાજપાના નિશાના પર તે આવતા ગયા. તેમના નિવેદનોને રાજનીતિના ફાયદા માટે તોડ મરોડવામાં આવ્યો.

પોતાની ટીમ બનાવવી પડશે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીમાં તે શું ખુબીઓ જુએ છે, તેના જવાબમાં સિંહે કહ્યું કે, સિદ્ધાંતો અને મુલ્યોના સ્તર પર રાહુલ ગાંધીનો કોઈ મુકાબલો નથી. તે રાજનૈતિક કસોટી પર ખરા ઉતર્યા છે. પરંતુ હજુ પણ ઘણું બધુ તેમણે તેમની માં પાસેથી શીખવું પડશે. મુશ્કેલીના સમયમાં પોતાની તાકાત બનાવવી પડશે. સૌપ્રથમ તો તેમણે પોતાની ટીમ બનાવવી પડશે. જેના દમ પર મુકાબલો કરી શકાય.

મુખ્યમંત્રીની રેસમાં નહીં

રાહુલ ગાંધીની નવી ટીમમાં તેમની ભૂમિકાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે, જે કામ તેમને સોંપવામાં આવશે તે કરશે. છેલ્લા 14 વર્ષમાં તે કેન્દ્રમાં સંગઠનની રાજનીતિ કરી રહ્યા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદની દાવેદારીથી સ્પષ્ટ ના પાડતા કહ્યું કે, તે આ રેસમાં નથી. તે બે વખત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહી ચુક્યા છે અને હવે તે આ પદના મેદાનમાં નથી. હાં કોંગ્રેસની મજબૂતી માટે તે પોતાની રાજનૈતિક યાત્રાઓ શરૂ કરવા જઈ રહ્યા છે.

યાદવની ટીમ સારી છે

મધ્યપ્રદેશમાં સીએમ ચહેરો પ્રોજેક્ટ કરતા તે ચૂંટણી મેનેજમેંટના મુદ્દા પર તે થોડા આવેશમાં કહે છે - આ માત્ર મીડિયાની માનેલી વાતો છે. હાલના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અરૂણ યાદવની આગેવાનીમાં પૂરૂ સંગઠન સારૂ કામ કરી રહ્યું છે. અમે બધા મળીને ચૂંટણી લડીશું અને જીતીશું. અમારા વચ્ચે કોઈ જૂથબંધી નથી. તે એક ફેવિકોલની જેમ તમામ તમામ લોકોને એકસાથે જોડી ચૂંટણી માટેની ટીમ બનાવવાનો પ્રયાસ કરશે.
First published:

Tags: About, After, Says, દિગ્વિજયસિંહ, ભોપાલ, રાહુલ ગાંધી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો