Home /News /national-international /દિગ્વિજયસિંહે પૂછ્યું - ખાતામાં 15 લાખ આવ્યા? યુવકે મંચ પર મોદીના કર્યા વખાણ

દિગ્વિજયસિંહે પૂછ્યું - ખાતામાં 15 લાખ આવ્યા? યુવકે મંચ પર મોદીના કર્યા વખાણ

દિગ્વિજય સિંહે લોકોને પુછ્યું કે, કોઈના ખાતામાં પંદર લાખ રૂપિયા આવ્યા? ત્યારબાદ એક યુવક હાં બોલ્યો, તો દિગ્વિજય સિંહે તેને મંચ પર બોલાવી લીધો.

દિગ્વિજય સિંહે લોકોને પુછ્યું કે, કોઈના ખાતામાં પંદર લાખ રૂપિયા આવ્યા? ત્યારબાદ એક યુવક હાં બોલ્યો, તો દિગ્વિજય સિંહે તેને મંચ પર બોલાવી લીધો.

મધ્યપ્રદેશની બોપાલ લોકસભા સીટથી કોંગ્રેસ ઉમેદવાર દિલ્ગવીજય સિંહની ચૂંટણી સભા દરમ્યાન એક રસપ્રદ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક મંચ પર અચાનક ચઢીને માઈક લઈ પીએમ મોદીના વખાણ કરવા લાગ્યો. ત્યારબાદ દિગ્વિજય સિંહે તેને મંચ પરથી ઉતરાવી દીધો. દિગ્વિજય સિંહને કોંગ્રેસે ભોપાલ સીટથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ત્યારબાદથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે.

વાત જાણે એમ હતી કે, ભોપાલમાં એક ચૂંટણી સભા દરમ્યાન દિગ્વિજય સિંહે લોકોને પુછ્યું કે, કોઈના ખાતામાં પંદર લાખ રૂપિયા આવ્યા? ત્યારબાદ એક યુવક હાં બોલ્યો, તો દિગ્વિજય સિંહે તેને મંચ પર બોલાવી લીધો. ત્યારબાદ યુવક માઈક પર અચાનક પીએમ મોદીના ગુણગાન કરવા લાગ્યો. તે એર સ્ટ્રાઈકના વખાણ કરવા લાગ્યો. ત્યારબાદ દિગ્વિજય સિંહ ભડકી ઉઠ્યા અને યુવકને જબરદસ્તી ધક્કા લગાવી મંચ પરથી નીચે ઉતારાવી દીધો.

બોપાલ સીટ પર કોંગ્રેસ તરફથી દિગ્વિજય સિંહને ઉમેદવાર બનાવ્યા બાદ કેટલાએ દિવસો સુધી બીજેપીમાં ઉહાપોહની સ્થિતિ બની રહી. ત્યારબાદ બીજેપીએ ભોપાલ સીટ પરથી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ઉતારવાની જાહેરાત કરી દીધી. હવે આ સીટ પરનો મુકાબલો રસપ્રદ બની ગયો છે.

First published:

Tags: દિગ્વિજયસિંહ, પીએમ મોદી, ભોપાલ

विज्ञापन