Home /News /national-international /પ્રધાનમંત્રીની હત્યા કરવાની વાત કરનાર કોંગ્રેસના નેતા રાજા પટેરિયાની ધરપકડ, કમલનાથે પીએમ મોદીના લાંબા આયુષ્યની કામના કરી

પ્રધાનમંત્રીની હત્યા કરવાની વાત કરનાર કોંગ્રેસના નેતા રાજા પટેરિયાની ધરપકડ, કમલનાથે પીએમ મોદીના લાંબા આયુષ્યની કામના કરી

પટેરિયાએ સોમવારે રાત્રે પોતાના નિવેદન માટે માફી માગી હતી.

મોદીની હત્યાની વાત કરનાર કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી રાજા પટેરિયાની મંગળવારે સવારે 5.30 વાગ્યે તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. પટેરિયા તેમના વતન દમોહના હટામાં હતા. અહીંથી જ પોલીસે તેમની ધરપકડ કરી હતી. પટેરિયાએ 11 ડિસેમ્બરે એક સભામાં કહ્યું- જો લોકશાહીને બચાવવી હોય તો મોદીની હત્યા માટે તૈયાર રહો. એના અર્થમાં તેમને હરાવવાનું કામ કરો.

વધુ જુઓ ...
મોદીની હત્યાની વાત કરનાર કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી રાજા પટેરિયાની મંગળવારે સવારે 5.30 વાગ્યે તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. પટેરિયા તેમના વતન દમોહના હટામાં હતા. અહીંથી જ પોલીસે તેમની ધરપકડ કરી હતી. પટેરિયાએ 11 ડિસેમ્બરે એક સભામાં કહ્યું- જો લોકશાહીને બચાવવી હોય તો મોદીની હત્યા માટે તૈયાર રહો. એના અર્થમાં તેમને હરાવવાનું કામ કરો.

તેમના આ નિવેદન બાદ ભાજપ આક્રમક બની ગયો છે. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પટેરિયા સામે FIR માટે સૂચના આપી હતી. એ પછી તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. પન્નાના પવઈ પોલીસ સ્ટેશનમાં પટરિયા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ તરફ મુખ્યમંત્રી શિવરાજ સિંહે જણાવ્યું હતું કોંગ્રેસની સાચી લાગણીઓ છતી થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ 13 ડિસેમ્બર 2001: જ્યારે સંસદ પર આતંકીઓએ કર્યો હતો હુમલો, 

જોકે પટેરિયાએ સોમવારે રાત્રે પોતાના નિવેદન માટે માફી માગી હતી. બીજી તરફ કોંગ્રેસ તેમને નોટિસ આપી શકે છે. પટેરિયાએ પહેલાં પણ કહ્યું હતું કે તેઓ ગાંધીને માનનારા છે અને ગાંધીને માનતા લોકો હત્યાની વાત કરી શકે નહીં. મારો વીડિયો ખોટી રીતે પ્રકાશિત કરવામાં આવ્યો છે.

જાણો પૂર્વ મંત્રીએ શું કહ્યું..


પટેરિયાનું આ નિવેદન 11 ડિસેમ્બરનું છે. તેઓ પન્ના જિલ્લાના મંડલમ ખાતે કાર્યકરો સાથે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતુ કે મોદી ચૂંટણીને ખતમ કરી દેશે. મોદી ધર્મ, જાતિ, ભાષાના આધારે ભાગલા પાડી દેશે. પછાત, આદિવાસીઓ અને અલ્પસંખ્યકોનું જીવન જોખમમાં છે. જો લોકશાહીને બચાવવી હોય તો મોદીની હત્યા માટે તૈયાર રહો. જોકે ત્યાર પછી તેઓ કહે છે કે હત્યા એટલે કે હાર. હત્યા ઇન ધ સેન્સ... હરાવવા માટે તૈયાર રહો.

કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું, 'જો વીડિયોમાં એક અંશ પણ સત્ય હોય તો હું આવાં નિવેદનોની સખત નિંદા કરું છું. કોંગ્રેસના કાર્યકર્તા દરેક બાપુના સત્ય-અહિંસાના સિદ્ધાંતને અનુસરે છે. અહિંસાના માર્ગે ચાલીને બલિદાન આપવું એ આપણું કર્તવ્ય છે. હવે કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ પટેરિયાને નોટિસ આપી શકે છે.

પટેરિયા પહેલાં પણ આપી ચૂક્યા છે વિવાદાસ્પદ નિવેદન


લગભગ 10 મહિના પહેલાં પણ રાજા પટેરિયાએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ દમોહના રાયપુરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને જણાવ્યું હતું કે આ વિસ્તારના આદિવાસીઓ જે 2005 પહેલાંથી જ જંગલની જમીન પર રહે છે અને ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, તેમને દૂર કરવા એ ખોટું છે. આ રીતે આદિવાસીઓને પરેશાન કરવા, તેમની મહિલાઓ સાથે મારપીટ કરવી એ કાયદેસર રીતે ખોટું છે. સંસદમાં એવો કાયદો પસાર કરવામાં આવ્યો છે કે જે કોઈ આદિવાસી 2005 પહેલાંથી વન ભૂમિ પર રહે છે તેમને તેનો પટ્ટો આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે આ જ કારણ છે કે બસ્તર અને આંધ્રપ્રદેશમાં નક્સલવાદ ફૂલીફાલી રહ્યો છે, કારણ કે આદિવાસીઓને ન્યાય નહીં મળે તો મજબૂરીમાં હથિયાર ઉઠાવવા પડે છે.

કમલનાથે કહ્યું કે અમે અહિંસાવાદી છીએ


PCC ચીફ કમલનાથે તેમના ટ્વિટમાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટી અને તેના કાર્યકર્તાઓ બાપુના સત્ય અને અહિંસાના સિદ્ધાંતોનું પાલન કરે છે. 45 વર્ષના રાજકીય જીવનમાં મેં હંમેશા સત્ય અને અહિંસાનું પાલન કર્યું છે અને હંમેશાં કરતો રહીશ. કોંગ્રેસનો દરેક કાર્યકર મન, વચન અને કાર્યથી બંધારણ અને લોકશાહીની મજબૂતી માટે પ્રતિબદ્ધ છે. જોકે, રાજા પટરિયાના નિવેદન બાદ કમલનાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાંબા આયુષ્યની કામના કરી હતી.

લક્ષ્મણ સિંહે નિંદા કરી


કોંગ્રેસના ધારાસભ્યની નિંદા કરી અને દિગ્વિજય સિંહના ભાઈ લક્ષ્મણ સિંહે કહ્યું કે રાજા પટેરિયાએ તેમના નિવેદન માટે માફી માંગવી જોઈએ. નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે અને તેમના માટે આવા શબ્દોનો ઉપયોગ કરવો અયોગ્ય છે. આ પ્રકારના નિવેદનથી કોંગ્રેસ પાર્ટીને મોટું નુકસાન થાય છે. આ પહેલા પણ વડાપ્રધાન માટે રાવણ, ચોકીદાર ચોર હૈ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં નરેન્દ્ર મોદી વધુ મતોથી જીત્યા અને તેનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે. કોંગ્રેસના નેતા સુરેશ પચૌરીએ કહ્યું કે રાજા પટેરિયાનું નિવેદન નિંદનીય છે. કોંગ્રેસમાં હિંસા માટે કોઈ સ્થાન નથી.
First published:

Tags: Arrested, Congress Leader, Kill, પીએમ મોદી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો