ભાજપના દિગ્ગજ નેતાઓના નિધન પર પ્રજ્ઞા ઠાકુરને આશંકા- 'વિપક્ષ કરે છે જાદુટોણાં!'

News18 Gujarati
Updated: August 26, 2019, 2:40 PM IST
ભાજપના દિગ્ગજ નેતાઓના નિધન પર પ્રજ્ઞા ઠાકુરને આશંકા- 'વિપક્ષ કરે છે જાદુટોણાં!'
ભોપાલની સાંસદ પ્રજ્ઞા ઠાકુર (ફાઇલ ફોટો)

પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે, ભલે તમે વિશ્વાસ કરો કે ન કરો પણ આ જ સત્ય છે અને એવું જ થઈ રહ્યું છે

  • Share this:
ભોપાલની ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુરે આશંકા વ્યક્ત કરી છે કે વિપક્ષ ભાજપના નેતાઓ પર મારક શક્તિનો ઉપયોગ કરી રહ્યું છે. ભોપાલમાં પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલી અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી બાબૂલાલ ગોરની શ્રદ્ધાંજલિ સભામાં તેઓએ તમામ નેતાઓની હાજરીમાં આ વાત કહી.

'મહારાજે કર્યા હતા સાવધાન!'

ભોપાલ ખાતે ભાજપ ઓફિસમાં બાબૂલાલ ગોર અને અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ આપવા માટે સભા આયોજિત થઈ હતી. તેમાં પાર્ટી સાંસદ પ્રજ્ઞા ઠાકુર પણ ઉપસ્થિત હતી. સભામાં તેઓએ પોતાની વાત એક કિસ્સો સંભળાવતા કહી. પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે, હું જ્યારે ચૂંટણી લડી રહી હતી ત્યારે એક મહારાજજી આવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે આ ખૂબ ખરાબ સમય ચાલી રહ્યો છે. વિપક્ષ એક મારક શક્તિનો પ્રયોગ આપની પાર્ટી અને તેના નેતાઓ સામે કરી રહ્યું છે.
આ પણ વાંચો, જ્યારે અરૂણ જેટલીએ પરમાણુ બિલ પર મનમોહન સરકારની કરી હતી મદદ

'એવી સ્થિતિમાં તમે સાવધાન રહો'


ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુરે ત્યારબાદ એવું કહેતા પોતાની વાત આગળ વધારતાં કહ્યું કે, આ વાત હું બાદમાં ભૂલી ગઈ હતી. પરંતુ હવે જ્યારે હું આવું જોઈ રહી છું કે અમારી પાર્ટીના નેતા આમ એક પછી એક જઈ રહ્યા છે તો મને તે મહારાજજીની વાત યાદ આવી રહી છે. ભલે તમે વિશ્વાસ કરો કે ન કરો પણ આ સત્ય છે અને આવું થઈ રહ્યું છે. પ્રજ્ઞા ઠાકુરે થોડા સમયમાં દિવંગત થયેલા તમામ નેતાઓના નામ લીધા. મનોહર પારિકર, સુષ્મા સ્વરાજ, બાબૂલાલ ગોર અને હવે અરુણ જેટલીનું નિધન તેઓએ મહારાજની સાથે જોડ્યા.

આ પણ વાંચો, કૃષ્ણની 'વાંધાજનક' તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનારા પ્રોપર્ટી ડિલરની ધરપકડ
First published: August 26, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading