Home /News /national-international /'ભગવા આતંકવાદ'ના જન્મદાતા વિરુદ્ધ સાધ્વી પ્રજ્ઞાને ઉતારાશે: અમિત શાહ

'ભગવા આતંકવાદ'ના જન્મદાતા વિરુદ્ધ સાધ્વી પ્રજ્ઞાને ઉતારાશે: અમિત શાહ

ફાઈલ ફોટો

અમિત શાહે પોતાના ટ્વીટમાં સખ્યું કે, રાહુલ ગાંધી અને કોંગ્રે દેશને સુરક્ષિત નહીં કરી શકે, તે તો બસ હિંદુ આતંકવાદ અને ભગવા આતંકવાદ બોલી પુરી દુનિયામાં હિન્દુ ધર્મને બદનામ કરી શકે છે.

ભારતીય જનતા પાર્ટીએ ભોપાલ સંસદીય સીટથી કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહ વિરુદ્ધ સાધ્વી પ્રજ્ઞાને મેદાનમાં ઉતારી છે. પાર્ટી અધ્યક્ષ અમિત શાહે ટ્વીટ કરી સાધ્વી પ્રજ્ઞાને ભોપાલથી બીજેપીના ઉમેદવાર બનાવવા પાછળનું કારણ જણાવ્યું. શાહે કહ્યું કે, બીજેપી નક્કી કર્યું કે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ભગવા આતંકવાદ શબ્દના જન્મદાતા દિગ્વિજય સિંહ વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતારશે.

અમિત શાહે પોતાના ટ્વીટમાં લખ્યું કે, રાહુલ ગાંધી અને કોંગ્રે દેશને સુરક્ષિત નહીં કરી શકે, તે તો બસ હિંદુ આતંકવાદ અને ભગવા આતંકવાદ બોલી પુરી દુનિયામાં હિન્દુ ધર્મને બદનામ કરી શકે છે. ભાજપાએ નક્કી કર્યું કે, સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ભગવા આતંકવાદ શબ્દના જન્મદાતા દિગ્વિજય સિંહ વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતારાશે.

તમને જણાવી દઈએ કે, મંગળવારે બીજેપીની પ્રાથમિક સભ્યતા લેવાવાળી સાધ્વી પ્રજ્ઞાને ભોપાલથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જોકે, સાધ્વી પ્રજ્ઞાની કેટલાએ દિવસથી ભોપાલથી ચૂંટણી લડવાની ચર્ચા ચાલી રહી હતી. બુધવારે તેમણે ભોપાલ સ્થિત બીજેપી ઓફિસ પહોંચીને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે મુલાકાત કરી, ત્યારબાદ એ નક્કી માનવામાં આવી રહ્યું હતું કે, તે બીજેપીની ઉમેદવાર હશે.

જ્યારે, ભોપાલથી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ઉમેદવાર બનાવવાની જાહેરાત બાદ દિગ્વિજય સિંહે કહ્યું કે, હું સાધ્વી પ્રજ્ઞાનું ભોપાલમાં સ્વાગત કરૂ છું, આશા કરૂ છુ કે, આ રમણીય શહેરનું શાંત, શિક્ષિત અને સભ્ય વાતાવરણ તમને પસંદ આવશે. હું માં નર્મદાને સાધ્વીજી માટે પ્રાર્થના કરૂ છું અને નર્મદાજી પાસે આશિર્વાદ માંગુ છું કે, આપણે બધા સત્ય, અહિંસા અને ધર્મની રાહ પર ચાલી શકીએ. નર્મદે હરે.
First published:

Tags: Against, Amit shah, Decided, Lok sabha election 2019, Said, ભાજપ, ભોપાલ, સાધ્વી પ્રજ્ઞા