ક્યારેય લાલ ભીંડા ખાધા છે? આ સ્થળે થઈ રહી છે પૌષ્ટીક લાલ ભીંડાની ખેતી

લીલા ભીંડાની તુલનાએ લાલ ભીંડા ખૂબ લાભદાયી અને પૌષ્ટીક છે

madhya pradesh news- જુલાઈમાં ભીંડાના બીજ વાવ્યા હતા અને માત્ર 40 દિવસમાં પાકનો વિકાસ થવા લાગ્યો

  • Share this:
મધ્યપ્રદેશમાં (madhya pradesh)એક ખેડૂત (farmer)પોતાના બગીચામાં લાલ ભીંડા (red ladyfinger) ઉગાડી રહ્યો છે. મિશ્રીલાલ રાજપૂત (Misrilal Rajput)ભોપાલ જિલ્લાના ખજૂરી કલાના (Khajuri Kalan)રહેવાસી છે. તેમણે જુલાઈમાં ભીંડાના બીજ વાવ્યા હતા અને માત્ર 40 દિવસમાં પાકનો વિકાસ થવા લાગ્યો. હવે તેના આખા બગીચામાં લાલ ભીંડા ઉગવા લાગ્યા છે.

મિશ્રીલાલ રાજપૂતે ANIને જણાવ્યું કે, લીલા ભીંડાની તુલનાએ લાલ ભીંડા ખૂબ લાભદાયી અને પૌષ્ટીક છે. હ્રદયની સમસ્યા, બ્લડપ્રેશરની સમસ્યા, ડાયાબિટીસ, હાઈ કૉલસ્ટ્રોલની સમસ્યાને દૂર કરવામાં આ ભીંડા ખૂબ જ લાભદાયી છે.

મિશ્રીલાલ રાજપૂત અનુસાર બજારમાં 250 ગ્રામ તથા 500 ગ્રામ લાલ ભીંડાની કિંમત રૂ.75-80થી લઈને રૂ.300-400 છે. તેમણે દાવો કર્યો છે, કે લાલ ભીંડાનું ઉત્પાદન કરવા માટે કોઈપણ પ્રકારની કીટનાશક દવાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. રાજપૂતે વધુ જાણકારી આપતા જણાવ્યું કે, એક એકર જમીન પર ઓછામાં ઓછા 40-50 ક્વિન્ટલ અને વધુમાં વધુ 70-80 ક્વિન્ટલ ભીંડાની ખેતી કરી શકાય છે.

આ પણ વાંચો - ડાયમંડ રિંગ ના આપવા પર તૂટી સગાઇ, યુવકના પરિવારજનોએ યુવતીની ખરાબ રીતે પિટાઇ કરી

રાજપૂતે સમાચાર એજન્સીને જણાવ્યું કે, તેમણે વારાણસીના કૃષિ સંશોધન રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ પાસેથી 1 કિલો બીજ ખરીદ્યા હતા. વારાણસીમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ વેજિટેબલ રિસર્ચ છે. IIVR ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ એક ફિલ્ડ યુનિટ છે. જે ભારત સરકારના કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય હેઠળ આવે છે. 23 વર્ષના રિસર્ચ બાદ વર્ષ 2019માં ભીંડાની આ નવી વેરાયટી વિકસિત કરવામાં આવી છે. આ લાલ ભીંડાને અધિકૃત રીતે કાશી લાલિમા નામ આપવામાં આવ્યું છે.

ઈન્સ્ટીટ્યુટની વેબસાઈટ અનુસાર લાલ ભીંડા યેલો વેઈન મોઝેઈક વાયરસ (YVMV) અને ઓકરા લીફ કર્લ વાયરસ (OLCV)ને દૂર કરવામાં લાભદાયી છે. આ ભીંડા એંથોસાયનિન અને ફેનોલિક્સ જેવા પોષકતત્વોથી ભરપૂર છે. આ પોષકતત્વ એન્ટી ઓક્સીડેન્ટ ઈફેક્ટ પ્રદાન કરે છે અને એન્ટી ઈન્ફ્લેમેશન ક્ષમતામાં વધારો કરે છે. ગરમી અને વરસાદની ઋતુ માટે લાલ ભીંડા યોગ્ય છે. વેબસાઈટમાં જણાવવામાં આવ્યું છે, કે એક હેક્ટરમાં લગભગ 14-15 ટન કાશી લાલિમાનું ઉત્પાદન કરી શકાય છે.

IIVRમાં કાશી લાલીમાના ઉત્પાદન થયા પહેલા ભારતમાં લાલ ભીંડાની માંગને પૂરી કરવા માટે પશ્ચિમી દેશોમાંથી લાલ ભીંડાની આયાત કરવી પડતી હતી.
First published: