Home /News /national-international /મોટો ખુલાસો: પાકિસ્તાનના સંપર્કમાં હતા પીએફઆઈના સભ્યો, મોબાઈલમાંથી મળ્યા 50થી વધારે પાકિસ્તાની નંબર

મોટો ખુલાસો: પાકિસ્તાનના સંપર્કમાં હતા પીએફઆઈના સભ્યો, મોબાઈલમાંથી મળ્યા 50થી વધારે પાકિસ્તાની નંબર

રાજકીય પાર્ટીની ઓફિસ હોવાનું કહી અંદર પીએફઆઈની ઓફિસ ચલાવતા

Raid on PFI: મધ્ય પ્રદેશમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે અહીં પીએફઆઈ પર ભોપાલ એટીએસે દરોડા પાડ્યા છે. જેમાં મોટા ખુલાસા થયા છે.

    ભોપાલ: મધ્ય પ્રદેશ પોલીસે પીએફઆઈ પર ગાળીયો કસવાનું શરુ કરી દીધું છે. હવે પીએફઆઈનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. ધરપકડ કરાયેલા આરોપીના મોબાઈલ ફોનમાંથી 50થી વધારે પાકિસ્તાની નંબર મળ્યા છે. કેટલીય વાર આરોપી પાકિસ્તાન જઈ ચુક્યા છે. એટલા માટે પોલીસ હવે ટેરર ફંડિગના પુરાવા એકઠા કરી રહી છે.

    હાલમાં જ પીએફઆઈના અબ્દુલ કરીમ, મોહમ્મદ જાવેદ, જમીલ શેખ અને અબ્દુલ ખાલિદની ધરપકડ કરી હતી. તમામ આરોપીઓ સાથે એમપી એટીએસ પુછપરછ કરી રહી છે. કોર્ટે આરોપીઓના 30 સપ્ટેમ્બર સુધી પોલીસ રિમાન્ડ આપ્યા છે. આરોપીઓના મોબાઈલ ફોન, લેપટોપ અને બીજી ઈલેક્ટ્રિક ડિવાઈસની પડતાલ કરવામાં આવી તો, પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું છે.

    ફોનમાંથી રહસ્યો નિકળ્યા


    સૂત્રો દ્વારા જાણકારી મળી છે તે અનુસાર, આરોપી અબ્દુલ ખાલિદના મોબાઈલ ફોનમાંથી કેટલાય રહ્યો નિકળ્યા છે. ખાલિદનાં મોબાઈલમાં 50થી વધારે પાકિસ્તાની નંબર મળ્યા છે. તેનો ભાઈ મોહમ્મદ મહમૂદ પણ 6 વાર પાકિસ્તાન જઈ ચુક્યો છે. તપાસ એજન્સી મોહમ્મદ મહેમૂદની શોધ કરી રહી છે.

    આ પણ વાંચો:  પીએફઆઈના તાર ગુજરાત સાથે જોડાયા: અમદાવાદ, સુરત, નવસારી, બનાસકાંઠામાંથી 15 લોકોની અટકાયત

    ભોપાલની SDPI ઓફિસમાં દરોડા


    એમપી એટીએસે આજે રાજ્યના 8 જિલ્લામાં દરોડા પાડીને 21 સંદિગ્ધ આરોપીને દબોચી લીધા. ભોપાલમાં શાહજહાંબાદ વિસ્તારમાં એસડીપીઆઈની ઓફિસ પરથી એક વ્યક્તિની કસ્ટડી લેવામાં આવી. NEWS 18 પર સ્થાનિક લોકોએ કેટલાય રહસ્યો ખોલ્યા છે. ભોપાલમાં PFI અને SDPI ઓફિસમાં જેહાદી મીટિંગ થતી હતી. તેમણે જણાવ્યું છે કે, આ ઓફિસમાંથી જ PFIના એક શખ્સની કસ્ટડી લેવામાં આવી છે. આ ઓફિસ બે મહિના પહેલા ખુલી હતી. આ કાર્યાલયમાં એક સાથે 20 અજાણ્યા લોકો મીટિંગ કરતા હતા. કાર્યાલયમાં અજાણ્યા લોકોની અવરજવર રહેતી હતી. આ ઓફિસને ભાડે લેવામાં આવી હતી. બહારના ભાગે સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. તેને રાજકીય પાર્ટીની ઓફિસ ગણાવતા હતા. લોકોએ પ્રશાસનને આ ભાડાની ઓફિસ હટાવાની માગ કરી હતી.

    આટલા લોકોની થઈ ધરપકડ


    ATS મધ્ય પ્રદેશેના 8 જિલ્લામાંથી પીએફઆઈના 21 લોકોની ધરપકડ કરી, તેમાંથી ઈન્દોર, ઉ્જજૈન અને નીમચથી 4-4 , રાજગઢમાં 3, શાઝાપુર અને શ્યોપુરથી 2-2, ગુના અને ભોપાલમાંથી 1-1 વ્યક્તિની ધરપકડ થઈ છે. રાજગઢના સીખા તુર્કીપુરામાં ATS દરોડા પાડ્યા હતા.
    Published by:Pravin Makwana
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन