Home /News /national-international /અજબ પ્રેમની ગજબ કહાની : સોશિયલ મીડિયાથી થયો પ્રેમ, પતિને છોડી પ્રેમી પાસે આવી ગઈ 6 વર્ષના પુત્રની મા

અજબ પ્રેમની ગજબ કહાની : સોશિયલ મીડિયાથી થયો પ્રેમ, પતિને છોડી પ્રેમી પાસે આવી ગઈ 6 વર્ષના પુત્રની મા

મહિલા 6 વર્ષના બાળકને જોઈ પણ ટસની મસ ના થઈ

કોર્ટે મહિલાને પ્રેમી સાથે રહેવાનો નિર્ણય જાહેર કર્યો હતો. રાજસ્થાનથી પત્નીને લેવા આવેલા પતિને પરત ફરવું પડ્યું. બાળકને જોઈ પણ મહિલા ટસની મસ ના થઈ.

    બુરહાનપુર : મધ્યપ્રદેશના બુરહાનપુરના લાલબાગ પોલીસ સ્ટેશનમાં અજબ પ્રેમની ગજબ કહાની સામે આવી છે. રાજસ્થાનના પ્રતાપગઢમાં રહેતી એક પરિણીત મહિલા સોશ્યલ મીડિયા ઇન્સ્ટાગ્રામ દ્વારા બુરહાનપુરના એક પરિણીત પુરુષ સાથે પ્રેમમાં પડી ગઈ હતી. પ્રેમ એટલો વધી ગયો કે, તે બધું છોડી રાજસ્થાનથી મધ્યપ્રદેશમાં પ્રેમી સાથે રહેવા આવી ગઈ. પરિવારની ફરિયાદ પર રાજસ્થાન પોલીસ જ્યારે મહિલાને લેવા આવી ત્યારે તેણે ત્યાંથી આવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. પોલીસે મહિલાને સ્થાનિક એસડીએમ ઓફિસમાં રજૂ કરી હતી અને કોર્ટે મહિલાને પ્રેમી સાથે રહેવાનો નિર્ણય જાહેર કર્યો હતો. મહિલા બાળકને જોઈ પણ  ટસની મસ ના થઈ. રાજસ્થાનથી પત્નીને લેવા આવેલા પતિને પરત ફરવું પડ્યું છે.

    મળતી માહિતી મુજબ રાજસ્થાનના પ્રતાપગઢમાં રહેતી વોહરા સમાજના પરિણીત મહિલાને મધ્યપ્રદેશના બુરહાનપુરમાં રહેતા પરિણીત મુસ્લિમ યુવક સાથે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ દ્વારા મિત્રતા બની હતી. આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને પ્રેમ પણ એટલી હદે વધ્યો કે સ્ત્રી પોતાના પરિવાર અને બાળકને છોડીને મધ્યપ્રદેશ પ્રેમી સાથે રહેવા આવી ગઈ. જ્યારે તેના પતિ અને સાસરિયાઓએ તેની ગુમ થયાની તપાસ શરૂ કરી હતી, ત્યારે જાણવા મળ્યું હતું કે તે બુરહાનપુરમાં છે. ગુમ થયાની ફરીયાદ નજીકના પોલીસ મથકમાં નોંધાઈ હતી. ત્યારે, બુરહાનપુરના આ યુવક વિરુદ્ધ, તેણે મહિલાને ભ્રમિત કરીને અપહરણ કર્યાની પણ શંકા વ્યક્ત કરી હતી.

    આ પણ વાંચો - Valentines Week: પરિણીત પ્રેમિકાના પ્રેમમાં યુવકે કર્યો આપઘાત, લોહીથી લખી દર્દભરી સુસાઈડ નોટ

    રાજસ્થાન પોલીસ સાથે સાસરિયાઓ બુરહાનપુરના લાલબાગ પોલીસ સ્ટેશન પહોંચ્યા. રાજસ્થાન પોલીસે મહિલાનું નિવેદન નોંધ્યું છે. તેણે તેના પતિ સાથે જવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો અને તેના નવા પ્રેમી સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી. મહિલાએ મીડિયા સમક્ષ પોતાનો આખો કિસ્સો સંભળાવ્યો હતો. દાઉદી વોહરા સમાજની પરંપરાને અનુસરતી મહિલાએ તેના નવા પ્રેમીના ધર્મની રીતની સાથે પોતાનું હિજાબ પણ બદલી દીધુ.

    આ પણ વાંચો - અવૈધ સંબંધ! 'રાજેશ પટેલની હત્યા બાદ બંને હાથ-પગ કાપી નાખ્યા, ધડથી અલગ માથાને શોધી રહી પોલીસ

    છૂટાછેડાની રાહ જુએ છે

    મહિલાનું કહેવું છે કે, તેણે હજી સુધી તેના પ્રેમી સાથે લગ્ન કર્યા નથી, કારણ કે તેના પતિ ઈસહાક અલીએ તેને છૂટાછેડા આપ્યા નથી. જેવા છૂટાછેડા લેશે તેની સાથે જ પ્રેમી સાથે લગ્ન કરશે. મહિલાએ ન્યાય માટે જિલ્લા વહીવટી તંત્રને અપીલ પણ કરી હતી. પતિએ પત્નીને પોલીસ સ્ટેશનમાં કહ્યું, તે રાજસ્થાન જઈને તેના માતાપિતા પાસે રહેવા જાય. તે તેને કાયદાકીય અને ધાર્મિક રિવાજ મુજબ છૂટાછેડા આપશે, પરંતુ મહિલાએ પતિના આ પ્રસ્તાવને નકારી ફગાવી દીધો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: ભોપાલ

    विज्ञापन
    विज्ञापन