મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસે સરકાર બનાવતાની સાથે જ ખેડૂતાના દેવા માફીની જાહેરાત કરી દીધી. ત્યારબાદ રાહુલ ગાંધીને મીડિયાએ ઘેરી લીધા, પરંતુ રાહુલ ગાંધીએ મીડિયા સમક્ષ શુ શું બોલવાનું છે, તે કોગ્રેસના એક વરિષ્ઠ નેતા અહમદ પટેલ અને જ્યોતિરાદિત્ય સિંઘિયા તેમને જણાવતા જોવા મળ્યા.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પોતાના ફેસબુક પેજ પર મંગળવારે આ વીડિયો શેર કરીને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે. ઈરાનીએ લખ્યું છે કે, આજકાલ સપના બતાવવા માટે પણ ટ્યૂશન લેવું પડે છે? ? ?
તમને જણાવી દઈએ કે, વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, અહમદ પટેલ અને જ્યોતિરાદિત્ય સિંઘિયા ઉભા છે. મીડિયાકર્મીઓએ આ ત્રણ નેતાઓની સાથે રાહુલ ગાંધી પર પ્રશ્નોનો વરસાદ શરૂ કરી દીધો.
વીડિયો જોવાથી એવું લાગે છે કે, મીડિયાકર્મીઓ સામે આવ્યા બાદ રાહુલ ગાંધી પાછળ ફરીને અહમદ પટેલ પાસે એ સમજવા લાગ્યા કે, તેમણે ખેડૂતોના દેવામાફી મુદ્દે શું બોલવાનું છે? અહમદ પટેલે રાહુલને કહ્યું કે, આઈ એગ્રી. સાથે વીડિયોમાં એ સ્પષ્ટ સાંભળવા મળી રહ્યું છે કે, જ્યોતિરાદિત્ય સિંઘિયા, રાહુલ ગાંધીને એવું કહી રહ્યા છે કે, જે મોદી નથી કરી શક્યા, તે મે કરી બતાવ્યું છે.
આ પહેલા કમલનાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનતા જ પોતાના ચૂંટણી વાયદા પર અમલ શરૂ કરી દીધો. તેમણે સીએમની ખુરશી પર બેસતાની સાથે જ ખેડૂતોના દેવામાફીની ફાઈલ પર સહી કરી દીધી છે. આ પગલાથી ખેડૂતોનું બે લાખ સુધીનું દેવું માફ થશે. આ પહેલા 40 લાખ ખેડૂતોને ફાયદો થશે. દેવામાફીની જાહેરાતથી હાલના અને ડિપોલ્ટર ખેડૂતોને ફાયદો થશે. સહકારી સાથે જ રાષ્ટ્રીય બેન્કો સાથે પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે.
દેવામાફીની ફાઈલ પર સહી કર્યા બાદ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે, મે કરેલો વાયદો પૂરો કર્યો. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, બેરોજગારોને મોંઘવારી ભથ્થુ આપવાની પણ જાહેરાત પમ ટુંક સમયમાં કરી શકે છે. આને લઈ એક ડ્રાફ્ટ તૈયાર કરી દેવામાં આવ્યો છે. કમલનાથ પહેલી વખત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે. તે છિંદવાડાથી નવ વખત સાંસદ તરીકે ચૂંટાયેલા છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર