ભોપાલઃ મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભોપાલ રેલવે સ્ટેશન (Bhopal Railway Station) પર એક યુવતીની સાથે ગેંગરેપ (Gangrape) નો કેસ સામે આવ્યો છે. વીઆઇપી ગેસ્ટ રૂમ (VIP Rest Room)માં યુવતી સાથે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. પીડિતાની ફરિયાદ બાદ શાસકીય રેલવે પોલીસે ગેંગરેપ કરવાના આરોપમાં રેલવેના એક કર્મચારીની ધરપકડ કરી છે, જ્યારે બીજા કર્મચારીને લોકઅપમાં રાખવામાં આવ્યો છે. બીજી તરફ આ ઘટનાથી પોલીસ-પ્રશાસનના દોડતું થઈ ગયું છે. સાથોસાથ આસપાસના વિસ્તારોમાં સનસની ફેલાઈ ગઈ છે.
ભોપાલમાં રેલવે પોલીસના અધીક્ષક હિતેશ ચૌધરીએ શનિવારે જણાવ્યું કે, યુવતી સાથે સામૂહિક દુષ્કર્મના આરોપમાં ભોપાલ રેલ મંડળમાં સુરક્ષા સલાહકારના પદ પર કાર્યરત 45 વર્ષીય રાજેશ તિવારીને આઇપીસીની કલમ 376 (દુષ્કર્મ) અને અન્ય સંબંધી કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે. જ્યારે તિવારીના એક સાથીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તે પણ રેલવેમાં જ કાર્યરત છે.
આ પણ વાંચો, સ્પા સેન્ટરની આડમાં દેહવેપાર, 11 યુવતીઓ સહિત 17 લોકોની ધરપકડ
તિવારી સાથે ફેસબુક પર દોસ્તી થઈ હતી
હિતેશ ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, ઉત્તર પ્રદેશના મહોબાની રહેવાસી 22 વર્ષીય પીડિતાની તિવારી સાથે ફેસબુક પર દોસ્તી થઈ હતી. તિવારીએ નોકરી અપાવવાના બહાને તેને ભોપાલ બોલાવી હતી. યુવતી શનિવાર સવારે ભોપાલ રેલવે સ્ટેશન પહોંચી તો તિવારીએ તેને સ્ટેશન પર આવેલા વીઆઇપી રેસ્ટ રૂમમાં રાખી. ચૌધરીએ જણાવ્યું કે, બપોરે તિવારી રેલવે કર્મચારી પોતાના સાથીની સાથે યુવતીને મળવા આવ્યા અને યુવતીને પીવા માટે કંઈક પીણું આપ્યું જેમાં કથિત રીતે નશીલો પદાર્થ મેળવેલો હતો. ત્યારબાદ યુવતીને હળવી બેભાન અવસ્થા આવવા લાગી. ત્યારબાદ બંનેએ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું.
આ પણ વાંચો, રસ્તા પર અચાનક 12 ફુટ લાંબો અજગર આવ્યો તો કાર ચાલકના શ્વાસ થયા અદ્ધર
યુવતીએ સાંજે પોલીસમાં ફરિયાદ નોંધાવી
રેલવે પોલીસના અધીક્ષક હિતેશ ચૌધરીએ જણાવ્યું કે, યુવતીને ભાન આવતાં સાંજે પોલીસમાં ફરિયાદ નોંધાવી. ત્યારબાદ પોલીસે તિવારીની ધરપકડ કરી લીધી તથા તિવારી સાથેની પૂછપરછના આધારે તેના સાથીને કસ્ટડીમાં લઈ લીધો. તેઓએ જણાવ્યું કે પીડિતા સામે ઓળખ કરાવ્યા બાદ કસ્ટડીમાં લેવામાં આવેલા તિવારીના સાથીની પણ ધરપકડ કરવામાં આવી શકે છે. ચૌધરીએ જણાવ્યું કે મામલાની તપાસ ચાલી રહી છે.
Published by:Mrunal Bhojak
First published:September 27, 2020, 08:22 am