Home /News /national-international /

ફાંસી માટે 1000 અને ઉંમરકેદ માટે 500 પોઈન્ટ, આ રીતે લડવામાં આવી રહી છે રેપિસ્ટો સામે જંગ

ફાંસી માટે 1000 અને ઉંમરકેદ માટે 500 પોઈન્ટ, આ રીતે લડવામાં આવી રહી છે રેપિસ્ટો સામે જંગ

નાબાલિક બાળકીઓ સાથેના રેપની ઘટનાઓને રોકવા માટે કાનૂની વ્યવસ્થા બનાવી રાખવા માટે મધ્યપ્રદેશ સરકારે એક નવી પહેલની શરૂઆત કરી છે.

નાબાલિક બાળકીઓ સાથેના રેપની ઘટનાઓને રોકવા માટે કાનૂની વ્યવસ્થા બનાવી રાખવા માટે મધ્યપ્રદેશ સરકારે એક નવી પહેલની શરૂઆત કરી છે.

  નાબાલિક બાળકીઓ સાથેના રેપની ઘટનાઓને રોકવા માટે કાનૂની વ્યવસ્થા બનાવી રાખવા માટે મધ્યપ્રદેશ સરકારે એક નવી પહેલની શરૂઆત કરી છે. આ હેઠળ નાની ઉંમરની બાળકીઓ સાથે જો રેપ થાય છે તો આરોપીઓને મોતની સજા, આજીવન કારાવાસ અથવા વધારેમાં વધારે સજા મળે છે તો પ્રોસિકયૂશન (ફરિયાદી) પક્ષને સરકાર સન્માનિત કરશે.

  મધ્યપ્રદેશ દેશનો પ્રથમ એવો રાજ્ય છે, જ્યાં નાબાલિક બાળકીઓ સાથે રેપની ઘટનાઓને રોકવા માટે મોતની સજાની જોગવાઈ છે. આ હેઠળ શિવરાજ સરકારે તે પણ જાહેરાત કરી છે કે, નાબાલિક બાળકીઓ સાથે રેપના આરોપીઓને મોતની સજા અપાવવા માટે ફરિયાદી પક્ષને 1000 પોઈન્ટ, આજીવન કારાવાસ માટે 500 પોઈન્ટ અને વધારેમાં વધારે સજા અપાવવા માટે 100-200 પોઈન્ટ આપવામાં આવશે.

  અસલમાં પાછલા 8 મહિનાઓમાં મધ્યપ્રદેશના અલગ-અલગ અદાલતોમાં બાળકીઓ સાથે રેપના મામલાઓમાં 13 દોષિયોને મોતની સજા સંભળાવવામાં આવી ચૂકી છે. કેટલાક મામલાઓમાં રેપ પછી બાળકીની હત્યા સુધી કરી નાંખવામાં આવી છે. જોકે, હાઈકોર્ટે હજું સુધી સજા-એ-મોતના એક કેસને જ પોતાની મંજૂરી આપી છે. આને જ આગળ વધારતા પ્રદેશ સરકારે નવી પહેલ કરી છે, જેથી આ મામલાઓમાં પીડિત પરિવાર ઝડપી ન્યાય મળી શકે. સાથે જ આ પરિવારોને ન્યાય અપાવનાર પ્રોસિકયૂશન પક્ષને પણ પ્રેરણા મળતી રહે.

  આવી જ રીતના ફાસ્ટ ટ્રાયલ્સમાં મદસોરનો કેસ પણ સામેલ છે, જેના પર મંગળવારે સ્પેશ્યલ કોર્ટે બે દોષિયોને ફાંસીની સજા સંભળાવી છે. આ બંને દોષિયોએ જાન્યુઆરીમાં સાત વર્ષની બાળકી સાથે રેપ કરીને ક્રૂરતાપૂર્વક તેની હત્યા કરી નાંખી હતી.

  મંદસોર રેપ કેસમાં સ્પેશ્યલ કોર્ટે 56 દિવસની અંદર નિર્ણય સંભળાવતા આરોપીઓને ફાંસીની સજા સંભળાવી છે. કોર્ટના આ નિર્ણયના લોકો પેટભરીને વખાણ કરી રહ્યાં છે. જો કે, પ્રશ્ન તે છે કે, શું આ પગલાઓ પછી બાળકીઓ વિરૂદ્ધ અપરાધ પર લગામ લાગશે ખરી? સરકારનું માનવું છે કે, આવા મામલાઓને સદતર રીતે રોકી શકાશે નહી, પરંતુ આના પર થોડા ઘણા અંશે લગામ જરૂર લગાવવામાં આવી શકાય છે.

  આ હેઠળ સરકારે 'ઈ-પ્રોસિક્યૂશન એમપી' એપ દ્વારા તે વકિલો પર પણ નજર રાખવામાં આવશે, જેઓ પોતાના કામમાં ઈમાનદાર નથી અને પીડિતા પરિવારોને ન્યાય અપાવવામાં અસફળ રહ્યાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ વકિલોને તેમને મળેલા પોઈન્ટના આધારે આંકવામાં આવશે. જે કોઈના 500 પોઈન્ટથી ઓછા હશે, તેમને સરકારી નોટિસનો જવાબ આપવાનો રહેશે.

  ડાયરેક્ટોરેટ ઓફ પબ્લિક પ્રોસિક્યુશનના એક અધિકારીએ જણાવ્યું કે, આનાથી વ્યવસ્થામાં બેદરકારીની સંભવાના ઓછી થશે. સીનિયર અધિકારી ડોક્યુમેન્ટને ખુબ જ સારી રીતે તપાસ કરવા માટે પ્રેરિત થશે. આમ પ્રોસેસની મોનિટરિંગ થવાના કારણે બેદરકારી સંભાવનાઓ ઓછી થઈ જશે.

  આના સાથે જ અધિકારીઓએ કહ્યું કે, ઈનામી પ્રણાલીના કારણે પ્રોસિકયૂશન પક્ષ હવે વધારે પોઈન્ટ લાવવાની કોશિશ કરશે. જોકે, આમાં કોઈ કેશ પ્રાઈઝ તો નથી પરંતુ આ ઉપલબ્ધિઓને તેમની વાર્ષિક ગુપ્ત રિપોર્ટ (ACR)માં નોંધવામાં આવશે, જે આગળ ચાલીને આ વકિલોનું ભવિષ્ય પણ નક્કી કરશે.

  જણાવી દઈએ કે, નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોની રિપોર્ટ અનુસાર, વર્ષ 2016માં દેશભરમાં રેપના કુલ 39,947 માલાઓ નોંધાયા છે. આમાંથી 4,882 મામલાઓ માત્ર મધ્ય પ્રદેશના છે. મધ્ય પ્રદેશમાં કિશોરી બાળકીઓ સાથે રેકના કુલ 2,479 કેસ નોંધાયેલા છે. આના પછી મહારાષ્ટ્ર (2,310), અને ઉત્તર પ્રદેશ (2,115)નો નંબર છે.
  Published by:Mujahid Tunvar
  First published:

  Tags: Death Penalty, સાંસદ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन