ભિવાની : અવ્વલ આવવાના દબાણને કારણે દેશનું ભવિષ્ય અને વારસો કેવી રીતે મરી રહ્યો છે તેનું તાજુ ઉદાહરણ ભિવાની અને થોડા દિવસો પહેલા ચરખી દાદરીમાં જોવા મળ્યું હતું. ભવાનીમાં સી.એ.ની પરીક્ષામાં નિષ્ફળ થયા બાદ યુવકે 8 ફેબ્રુઆરીએ આત્મહત્યા કરી હતી અને હવે તેની માતાએ તે જ જગ્યાએ આત્મહત્યા કરી છે. મનોચિકિત્સકો આને આખા દેશની સમસ્યા માને છે અને દબાણને બદલે માતાપિતાને પ્રેમ અને સમજ આપવાનું કહી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, અશોક રોડનો રહેવાસી 21 વર્ષનો આશિષ તેના માતાપિતાનો એકમાત્ર સંતાન હતો. આશિષે સીએની પરીક્ષા આપી હતી પરંતુ તે તેમાં નિષ્ફળ ગયો હતો. આ પછી આશિષને દુખ અને અસ્વસ્થતાની લાગણી થવા લાગી અને 8 ફેબ્રુઆરીએ તેણે ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો. એવું કહેવામાં આવે છે કે, પોતાના એકમાત્ર સંતાનના ગયા પછી તેની માતા સુનીતા પણ માનસિક રીતે અસ્વસ્થ થવા લાગી હતી.
પુત્રની ખોટથી માનસિક રીતે પરેશાન 39 વર્ષિય સુનિતાએ પણ બુધવારે મોડી સાંજે એજ જગ્યાએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ડેડબોડી લઈને તપાસ શરૂ કરી હતી. તપાસ અધિકારી એસ.આઈ. સુરેશ ગોયતે જણાવ્યું હતું કે, મૃતક પોતાના પુત્રની આત્મહત્યા કર્યા પછી પરેશાન હતી.
તમને જણાવી દઈએ કે, 10 દિવસ પહેલા નજીકના જિલ્લા ચરખી દાદરીમાં પ્રેક્ટિસ કરનારી રાજસ્થાનની મહિલા કુસ્તી પહેલવાન રિતિકાએ પણ રાજ્ય ચેમ્પિયનશીપમાં હારના કારણે પોતાના કોચ અને કાકા મહાબીર ફોગટના ઘરે જ ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આશિષની જેમ, આ કેસમાં અવ્વલ આવવાનું બિનજરૂરી દબાણ હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર