Home /News /national-international /MP ચૂંટણી પરિણામ: MPમાં કોંગ્રેસ-ભાજપાની ટાઈ તૂટી, 5 સીટો પર કોંગ્રેસ આગળ

MP ચૂંટણી પરિણામ: MPમાં કોંગ્રેસ-ભાજપાની ટાઈ તૂટી, 5 સીટો પર કોંગ્રેસ આગળ

શિવરાજ સિંહ ચૌહાણ અને કમલનાથની ફાઇલ તસવીર

મધ્ય પ્રદેશના ભિંડમાં મતગણતરીથી પહેલા એક દિવસ પહેલા મતપત્ર લઇ જતા પોસ્ટમેન સાથે લૂંટ થયાની ઘટના બની છે.

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઇ ગઇ છે. આજે 230 બેઠકો માટે મતગણતરી શરૂ થઇ છે. મધ્ય પ્રદેશમાં કોની સરકાર બનશે એ આજે મંગળાવરની મતગણતરીમાં નક્કી થઇ જશે. જોકે, મધ્ય પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી રહી છે.

મતગણતરીની હાઇલેઇટ્સ

  • દેવરી બેઠક પર ખુબ નજીકનો મુકાબલો, પાંચ બેઠકો પર નજીકનો મુકાબલો. 9 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

  • ચૂંટણી પંચના અધિકારીક આંકડા અનુસાર, હાલના વલણમાં કોંગ્રેસ 115 બેઠક અને ભાજપા 105 બેઠક પર આગળ ચાલી રહી છે.

  • દેપાલનગરમાં ભાજપાના ધારાસભ્ય મનોજ પટેલને હારનો સામનો કરવો પડ્યો છે. પટેલે કહ્યું કે, મુસ્લીમ મતદાતાઓએ એક તરફી કોંગ્રેસને વોટ આપ્યા, જેથી સમીકરણ બદલાઈ ગયું. મારી હાર ધનબળના જનબળની હાર.

  • મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018 માટે મતગણતરી ચાલું છે અને ભાજપ અને કોંગ્રેસ એક બીજાને પડકાર આપી રહ્યા છે. એવી 30 સીટો છે જ્યાં ટોપ-2 ઉમેદવારો વચ્ચે મતોનું અંતર 1000થી પણ ઓછું છે. એવી 17 સીટો છે જ્યાં કોંગ્રેસ આગળ છે. જ્યારે 13 સીટો ઉપર ભાજપ આગળ ચાલી રહી છે. 30 એવી સીટો છે જ્યાં ભાજપ આગળ ચાલી રહી છે. જ્યાં મતનું અંતર 2000થી ઓછું છે. આટલા જ અંતરવારી 30 સીટો ઉપર કોંગ્રેસ આગળ છે

  • ઇન્દોર-2માં બીજેપીના રમેશ મેંદોલા અને હરસૂદથી કુંવર વિજય શાહ જીત્યા જ્યારે કોંગ્રેસના ઉમેદવારની જીત થઇ જ્યારે બીજેપીના કદાવર નેતા અને મંત્રી દીપક જોશી દેવાસની હાટપિપલ્યા સીટ ઉપરથી હાર્યા

  • પંધાનામાં બીજેપીના રામ ગોહને અને બિજાવરથી સપાના રાજેશ કુમાર જીત્યા, સેંધવાથી કોંગ્રેસના ગ્યારસીલાલ રાવત જીત્યા

  • મધ્ય પ્રદેશમાં 9 સીટો ઉપર ભાજ પઅને 3 ઉપર કોંગ્રેસની જીત

  • હરાદ વિધાનસભામાં કોંગ્રેસ-બીજેપીમાં કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. ભાજપ ઉમેદવાર કમલ પટેલની બઢત, ટિમરનીમાં પણ ભત્રીજા ઉપર ભારે પડ્યા કાકા, સંજય સતત આગળ વધી રહ્યા છે

  • મંદસૌર, ઝાબુઆ અને ઇન્દોરના પરિણામો જાહેર થયા છે. જેમાંથી એક ઉપર કોંગ્રેસ અને બે ઉપર ભાજપની જીત થઇ છે

  • રતલાનમની ચારેય સીટો ઉપર મતગણતરી પૂરી થયા પછી પરિણામ જાહેર કરાયા છે. બીજેપીના ચારે ઉમદવારો દિલીપ કુમાર મકવાણા, શૈલેન્દ્ર જૈન, અમર સિંહ, ચૈતન્ય કશ્યપને જીત મળી છે

  • શિવરાજ સિંહ ચૌહાણ સરકારના મંત્રી જયંત મલૈયા, અંતર સિંહ આર્ય અને પૂર્વ મંત્રી લલિતા યાદવ વોટોની ગણતરીમાં પાછળ રહ્યા છે. બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા રજૂ કરવામાં આવેલા તાજા આંકડા પ્રમાણે મોહલા-માનપુર, બડઘાટ, ઇછાવર, જબલપુર વેસ્ટ, જતારા, મનગવાં, સુરખી અને વિજયરાઘૌગઢ સીટો ઉપર ઉમેદવારો 1000થી ઓછા મતોથી બીન થઇ છે

  • રતલામ સિટી ઉપરથી ભાજપના ચૈતન્ય કશ્યપ જીત્યા, મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલું પરિણામ જાહેર થયું જેમાં ભાજપને જીત મળી

  • ભિંડના પ્રદેશ સરકારમાં રાજ્ય મંત્રી લાલ સિંહ આર્યએ શરૂઆતી રુઝાનને જોતા કહ્યું કે એસસી/એટી એક્ટ અને માઇ કા લાલથી નુકસાન થયું છે. ગોહદમાં આનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. જોકે, અન્ય સીટો ઉપર આ પ્રભાવ જોવા મળ્યો નથી. ત્રણ રાઉન્ડ હાર્યા પછી લાલ સિંહ આર્ય બોલ્યા કે ચોથા રાઉન્ડ પણ હારીશ. ત્યારબાદ ભાજપ આગળ વધે તો જીતીને સામે આવશે. આર્યે કહ્યું કે પ્રદેશમાં ભાજપ સરકાર બનાવશે.

  • સમાજવાદી પાર્ટીના મહાસચિવ રામગોપાલ યાદવે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને સમર્થન આપવાનો સંકેત આપતા કહ્યું હતું કે,કોંગ્રેસ જો સપા સાથે ગઠબંધન કર્યું હોત તો આજે આવી હાલત ન હોત. આ સાથે તેમણે કહ્યું કે, અમે ભાજપને તો સાથ આપીશું જ નહી એનો મતલબ તમે જાતે જ કાઢી શકો છો

  • મધ્ય પ્રદેશમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ સર્જાઇ છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો બહુમતથી દૂર  છે

  • મધ્ય પ્રદેશની મતગણતરીના રુઝાનને ધ્યાનમાં રાખીને ભોપાલ સ્થિત મુખ્યમંત્રી નિવાસ ઉપર ભાજપના નેતાઓની મહત્વની બેઠક ચાલી રહી છે. બેઠકમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રભાત ઝા અને પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહ હાજર રહ્યા છે. આ બધા જ ભાજપની સરકાર બનાવવાની સંભાવનાઓ ઉપર ચર્ચા કરી રહ્યા છે

  • મધ્યપ્રદેશની બધી 230 બેઠકો ઉપરના રુઝાન પ્રમાણે 111 સીટો ઉપર ભાજપ, 119 સીટો ઉપર કોંગ્રેસ આગળ, ચાર સીટો ઉપર બસપા અને પાંચ ઉપર અન્ય પક્ષો આગળ

  • મધ્ય પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ બહુમત માટે ખેંચતાણ ચાલું છે. કોણ બહુમત મેળવશે એ અંગે હજી ચિત્ર સ્પષ્ટ થતું નથી

  • બુરહાનપુરઃ નેપાનગર વિધાનસભા બેઠકથી સાતમાં રાઉન્ડમાં ભાજપના મંજૂ રાજેન્દ્ર દાદુ 7000 વોટથી આગળ

  • ગુના જિલ્લાઃ બીજા રાઉન્ડમાં બમોરીમાં મહેન્દ્ર સિંહ સિસોદિયા (કોંગ્રેસ ઉમેદવાર) 5775 મતથી આગળ, ગુનામાં બીજેપીના ઉમેદવાર ગોપીલાલ જાટવ 4320 મતથી આગળ, ચાચોડામાં કોંગ્રેસના ઉમેદવાર લક્ષ્મણ સિંહ 2388 મતથી આગળ, રાઘોગઢમાં કોંગ્રેસ ઉમેદવાર 4000 વોટથી આગળ

  • મધ્ય પ્રદેશના રુઝાનોમાં બીજેપી ઘરવાપસી કરી 114 સીટ ઉપર આગળ વધી, જ્યારે કોંગ્રેસ 108 સીટો ઉપર આગળ

  • મધ્ય પ્રદેશમાં વલણ બદલાયું, ભાજપ 114 બેઠક પર આગળ,  કોંગ્રેસ 108 પર આગળ

  •  મધ્ય પ્રદેશમાં માયાવતીની બહુજન સમાજ પાર્ટીનું સારું પ્રદર્શન, પાંચ સીટો ઉપર આગળ

  •  બાબુલાલ ગૌરે કહ્યું કે આ ચૂંટણી ઉમેદવારો અને ઉમેદવાર વચ્ચે હતી. પાર્ટીની ચૂંટણી ન્હોતી. જેની ઉમેદવાર પસંદગી યોગ્ય છે એ ચૂંટણી જીતશે

  •  મુરૈનાઃ મુરૈના સીટથી કોંગ્રેસના રઘુરાજ કંષાના આગળ, જૌરાથી કોંગ્રેસના બનવારી લાલ શર્મા આગળ, અમ્બાહથી નેહા કિન્નર આગળ

  •  વિદિશાઃ બીજા રાઉન્ડ પછી વિદિશામાં કોંગ્રેસના શશાન્ક ભાર્ગવ 550થી આગળ છે. બાસોદાથી ભાજપના લીના જૈન આગળ છે. શમશાબાદથી રાશ્રી સિંહ આગળ, કુરવાઇથી હરિ સિંહ સપ્રે ભાજપા આગળ, સિરોઝથી ઉમાકાન્ત શર્મા આગળ

  •  શરુઆતી રુઝાનમાં કોંગ્રેસ બહુમત તરફ જતી નજર આવે છે. કોંગ્રેસ 111 સીટો ઉપર આગળ વધી રહી છે. જ્યારે ભાજપ 97 સીટો ઉપર આગળ

  •  કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે શરુઆતી રુઝાનમાં સરકાર બનાવવા કે પડવા અંગે વાત ન કરી શકાય. બપોર પછી સ્થિતિ સમાન્ય થશે

  • શરુઆતી વલણમાં સપા-બસપા ગઠબંધન સાત સીટો ઉપર આગળ ચાલી રહી છે

  •  મધ્ય પ્રદેશમાં માયાવતીની બહુજન સમાજ પાર્ટીનું સારું પ્રદર્શન, પાંચ બેઠકો ઉપર આગળ

  •  ભોપાલમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રામેશ્વર શર્માએ છોડ્યું મતગણા સ્થળ

  • ભાજપુર સીટ પર કોંગ્રેસના સુરેશ પચૌરી આગળ

  •  દોઢસો સીટો ઉપર જીત સાથે કોંગ્રેસ સરકાર બનાવશે કોંગ્રેસઃ પીસી શર્મા

  • બડવાનીથી ભાજપના ઉમેદવાર પ્રેમ સિંહ પટેલ 1404 વોટથી આગળ ચાલી રહ્યા છે

  • ગ્વાલિયર પૂર્વથી બીજેપી ઉમેદવાર સતીશ સિકરવાર આગળ ચાલી રહ્યા છે જ્યારે ગ્વાલિયરથી કોંગ્રેસના પ્રધુમ્ન સિંહ, ગ્લાવિયર દક્ષિણમાં બીજેપીના નારાયણ સિંહ આગળ ચાલી રહ્યા છે. જ્યારે ડબરાથી કોંગ્રેસ ઇમરતી દેવી આગળ ચાલી રહ્યા છે.

  • શરૂઆતી રૂઝાનમાં બુધનીથી મુખ્યમંત્રી શિવારજ સિંહ ચૌહાણ આગળ ચાલી રહ્યા છે

  •  શરૂઆતી રૂઝાનમાં પાંચ સીટો પૈકી ચાર ઉપર ભાજપ અને એક ઉપર કોંગ્રેસ આગળ ચાલી રહી છે

  •  મધ્ય પ્રદેશ વિધાનસભાની રતલામ સીટ ઉપર ભાજપના ઉમેદવાર કશ્યપ આગળ ચાલી રહ્યાછે


મધ્ય પ્રદેશના ભિંડમાં મતગણતરીથી પહેલા એક દિવસ પહેલા મતપત્ર લઇ જતા પોસ્ટમેન સાથે લૂંટ થયાની ઘટના બની છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે પોસ્ટમેન સાથે મારપીટ કર્યા પછી તેની પાસે રહેલા અઢીસો જેટલા મતપત્રની લૂંટ ચલાવી હતી. આ અંગે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી બેલેટ પેપર ભરેલી બેગ પણ જપ્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશ છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં થયેલા વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે મંગળવારે શરૂ થનારી છે.

આ પણ વાંચોઃ-જો કોંગ્રેસ જીતશે તો મધ્ય પ્રેદશમાં કમલનાથ બનશે મુખ્યમંત્રી

સિટી એસપી આલોક વર્માના જણાવ્યા પ્રમાણે સોમવારે બપોરે પોસ્ટમેન રાજેન્દ્ર યાદવ મતપત્રો લઇને કલેક્ટરેટ જઇ રહ્યા હતા. આ દરમિયાન જિલ્લા જેલ સામે આ ઘટના ઘટી હતી. અતરના કોંગ્રેસ ધારાસભ્ય હેમંત કટારેએ આશંકા વ્યક્ત કરી છે કે, એક સ્થાનિક બીજેપી નેતાના હાથ હોઇ શકે છે.

આ પણ વાંચોઃ-Assembly Election Result 2018: મોદી મેજીક કે રાહુલની રાજનીતિ? થોડા જ સમયમાં મત ગણતરીની શરૂઆત

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા ભોપાલની પોલીસ કેન્ટીનમાં પોલીસ કર્મચારીઓના પોસ્ટલ બેલેટ પડેલા મળ્યા હતા. મતપત્રોની દેખરેખમાં થયેલી આ બેદરકારીમાં કેટલાક પોલીસ કર્મચારીઓના નામ પણ સામે આવ્યા હતા.
First published:

Tags: Assembly Election, Madhya pradesh, મધ્યપ્રદેશ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો