ભીમા-કોરેગાંવ: હજારોએ અર્પી શ્રદ્ધાંજલિ, ભીમ આર્મી પ્રમુખ પણ પહોંચશે

News18 Gujarati
Updated: January 1, 2019, 12:10 PM IST
ભીમા-કોરેગાંવ: હજારોએ અર્પી શ્રદ્ધાંજલિ, ભીમ આર્મી પ્રમુખ પણ પહોંચશે
દર વર્ષે 1 જાન્યુઆરીએ લાખોની સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો ભીમા કોરેગાંવ યુદ્ધ સ્મારક પર એકત્ર થાય છે

દર વર્ષે 1 જાન્યુઆરીએ લાખોની સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો ભીમા કોરેગાંવ યુદ્ધ સ્મારક પર એકત્ર થાય છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ભીમા-કોરેગાંવની 201મી વર્ષગાંઠ પર મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવમાં પોલીસ એકદમ એલર્ટ છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે 10 ગણાથી વધુ સુરક્ષા દળોને તહેનાત કરવામાં આવ્યા છે જેથી ગત વર્ષની જેમ કોઈ હિંસક ઘટના ન બને. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 1 જાન્યુઆરીએ સમગ્ર મહારાષ્ટ્રથી હજારોની સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો પુણેથી 40 કિલોમીટર દૂર ભીમા કોરેગાંવ યુદ્ધ સ્મારક પર એકત્ર થાય છે. માનવામાં આવી રહ્યું છે કે આ વખતે લાખો લોકો અહીં પહોંચી શકે છે.

Updates
- કોરેગાંવ-ભીમા યુદ્ધની 201મી વર્ષગાંઠ નિમિત્તે સોમવાર સાંજે હજારો લોકોએ જય સ્તંભ પર શ્રદ્ધાંજલિ આપી. પ્રાપ્ત માહિતી મુજબ, મહારાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાંથી 18,000થી 20,000 લોકો અહીં પહોંચ્યા હતા.

- ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ વિજય સ્તંભની 12.30 વાગ્યે મુલાકાત લેશે.
- આરપીઆઈ ચીફ તથા કેબિનેટ મંત્રી રામદાસ આઠવલે 1 વાગ્યે જાહેર સભાને સંબોધશે. તેઓ 4 વાગ્યે પ્રેસને સંબોધિત કરશે.

ગયા વર્ષના અનુભવને ધ્યાને લઈ મહારાષ્ટ્ર સરકારે આ વખતે સચેત છે. વિજય સ્તંભની આસપાસ હિંસક સ્થિતિ ઊભી થતી રોકવા માટે પોલીસે પહેલા જ 1200થી વધુ લોકોની વિરુદ્ધ પ્રિવેન્ટિવ એક્શન લીધા છે. પોલીસે આ વર્ષે કોઈ પણ સંગઠનને સભા કરવાની મંજૂરી નથી આપી, પરંતુ અનુસૂચિત જાતિના અનેક નેતા વિજય સ્તંભ પર આવી શકે છે. તેમની ઉપર ખાસ નજર રાખવામાં આવશે.
 આ વર્ષે મહારાષ્ટ્ર વહીવટીતંત્ર અને પોલીસે કોઈ પણ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા અને કાયદો-વ્યવસ્થા કાયમ રાખવા માટે સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી દીધી છે. પોલીસે ભીમા-કોરેગાંવના વિજય સ્તંભ અને તની આસપાસના વિસ્તારોમાં કુલ 7000 સુરક્ષાકર્મી તહેનાત કર્યા છે.
First published: January 1, 2019
વધુ વાંચો
अगली ख़बर