ભીમા કોરેગાંવ હિંસાની તપાસ NIAને સોંપવામાં આવી, ઉદ્ધવ સરકારનો આરોપ- અમને પૂછ્યું નથી

News18 Gujarati
Updated: January 24, 2020, 10:55 PM IST
ભીમા કોરેગાંવ હિંસાની તપાસ NIAને સોંપવામાં આવી, ઉદ્ધવ સરકારનો આરોપ- અમને પૂછ્યું નથી
ભીમા કોરેગાંવ હિંસાની તપાસ NIAને સોંપવામાં આવી,

NIAને મામલો સોંપી દેવામાં આવ્યા પછી મહારાષ્ટ્રની વિકાસ અઘાડી સરકાર અને કેન્દ્ર વચ્ચે ખેંચતાણની આશંકા વધી ગઈ છે

  • Share this:
મુંબઈ : 2018ના ભીમા કોરેગાંવ (Bhima koregaon)હિંસા સાથે જોડાયેલ બધા કેસોની તપાસ હવે NIA (National Investigation Agency) ને સોંપવામાં આવી છે. મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે એક દિવસ પહેલા જ આ કેસમાં થઈ રહેલી તપાસને લઈને પોલીસ સાથે એક રિવ્યૂ મિટિંગ કરી હતી.

NIAને મામલો સોંપી દેવામાં આવ્યા પછી મહારાષ્ટ્રની વિકાસ અઘાડી સરકાર અને કેન્દ્ર વચ્ચે ખેંચતાણની આશંકા વધી ગઈ છે. તપાસ NIAને સોપાયા પછી ઉદ્ધવ સરકારમાં ગૃહમંત્રી અનિલ દેશમુખે આરોપ લગાવ્યો છે કે કેન્દ્રએ આમ કરતા પહેલા તેમની સાથે કોઈ પ્રકારની વાતચીત કરી ન હતી. આ પહેલા રિવ્યૂ મિટિંગના કેટલાક કેસ પાછા લેવા અને આખા મામલાની તપાસ SIT દ્વારા કરાવવા પર ચર્ચા થઈ હતી.

આ પણ વાંચો - 154 પ્રબુદ્ધ નાગરિકોની રાષ્ટ્રપતિને અપીલ, CAA વિરોધના બહાને હિંસા કરનાર પર થાય કાર્યવાહી

મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી અજીત પવાર અને રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે ભીમા-કોરેગાંવ હિંસા મામલાની સમીક્ષા કરવા માટે ગુરુવારે સવારે વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. એક અધિકારીએ જણાવ્યું કે મુંબઈના રાજ્ય સચિવાલયમાં થયેલી આ રિવ્યૂ મિટિંગ એક કલાકથી વધારે ચાલી હતી. ગૃહ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ 1 જાન્યુઆરી 2018ના રોજ થયેલી ભીમા-કોરેગાંવ હિંસા મામલાની સ્થિતિ વિશે ઉપ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને જાણકારી આપી હતી. મળેલી જાણકારી પ્રમાણે આવી જ વધુ એક બેઠક થવાની હતી તે પહેલા આ મામલો NIAને સોપી દેવામાં આવ્યો હતો.

પવારે પણ કરી હતી SITથી તપાસની માંગણી
એનસીપીના પ્રમુખ શરદ પવારે ભીમા-કોરેગાંવ મામલામાં પૂણે પોલીસ દ્વારા કરેલી કાર્યવાહીની તપાસ માટે એક સેવાનિવૃત ન્યાયધીશના અંડરમાં SIT રચવાની ગત વર્ષે ડિસેમ્બરમાં માંગણી કરી હતી.
First published: January 24, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading