ભીમ આર્મી ચીફ 'રાવણ' નહીં લડે લોકસભા ચૂંટણી કહ્યું, 'ફઇને કોઇ ભોળવી રહ્યું છે'

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર 'રાવણ' નહીં લડે લોકસભા ચૂંટણી, કહ્યું- ફઇને કોઇ ભોળવી રહ્યું છે, ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે શુક્રવારે જ જેલમાંથી મુક્તિ મળી છે

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર 'રાવણ' નહીં લડે લોકસભા ચૂંટણી, કહ્યું- ફઇને કોઇ ભોળવી રહ્યું છે, ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે શુક્રવારે જ જેલમાંથી મુક્તિ મળી છે

 • Share this:
  ઉત્તર પ્રદેશનાં સહારનપુર જેલમાં આશરે 16 મહિના બાદ છુટેલા ચંદ્રશેખર આઝાદ 'રાવણ'ની એક ઝલક જોવા માટે છુટમલપુર સ્થિત તેનાં ઘરની બહાર રવિવારે 500થી વધુ લોકો ભેગા થઇ ગયા હતાં. ભીડમાં હાજર મોટાભાગનાં લોકોને માલૂમ હતી કે ભીમ આર્મીનાં મુખિયા એક સામાજિક અને રાજનૈતિક બદલાવ લાવવાનાં છે.

  ન્યૂઝ 18 સાથે વાતચીતમાં ચંદ્રશેખરે કહ્યું કે, હાલમાં તે સામાજિક કાર્યકર્તા જ બનીને રહેવા ઇચ્છે છે. તેણે કહ્યું કે, 'હું 2019માં ચૂંટણી નહીં લડું. સહારનપુરનાં લોકો જે હું કહું છે તેનું સંપૂર્ણ નિષ્ઠાથી પાલન કરે છે. તેમનાં પ્રત્યે મારી એક જવાબદારી છે હું તે છુ જેનાંથી લોકો નેતૃત્વ અને બદલાવની આશા રાખે છે. હું કોઇ એક રાજનીતિક દળનો સાથ નથી આપી શકતો. મને ઇમાનદાર અને પારદર્શી થવાની જરૂર છે'

  તો પોતાની જેલમુક્તિ ઝડપથી થવા પર સવાલ પુછવામાં આવતા આઝાદે કહ્યું કે, તેને લાગે છે કે ભાજપ આ મુદ્દાનો રાજકીય ફાયદો ઉઠાવવાનાં પ્રયાસમાં છે. તેણે કહ્યું કે, મને કોઇ જ કારણ વગર જેલમાં બંધ કરવામાં આવ્યો હતો પછી મારા પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાદી દેવામાં આવ્યો. એક વર્ષથી વધુ સમય સુધી જેલમાં રહ્યો અને મારી રિહાઇનાં થોડા સમય પહેલાં જ મને છોડી દેવામાં આવ્યો. હવે બહુજનને રિઝવવા એટલાં સરળ નહીં હોય. આ ફક્ત એક રાજનૈતિક દાવ છે.'

  તો બીજી તરફ મોદી સરકારને પાડવાનો દાવો કરનારા, બસપાને સમર્થન અને માયાવતીની નારાજગી સાથે જોડાયેલાં સવાલ પર ચંદ્રશેખરે કહ્યું કે, 'હું કોઇ પાર્ટીનું સમર્થન નથી કરતો. હું વ્યક્તિનું સમર્થન કરુ છે. હું માયાવતીને મારી ફઇ માનુ છું. અને મારી તેનાંથી કોઇ જ દુશ્મની નથી. '

  આઝાદે કહ્યું કે, તે માયાવતીથી ક્યારેય વ્યક્તિગત રીતે મળ્યો નથી. પણ તે જાણે છે કે માયાવતી તેનાં વિરુદ્ધ કંઇ જ બોલી શકે નહીં. આઝાદે ઉમેર્યુ કે, તેની આસપાસનાં લોકો નથી ઇચ્છતા કે સમુદાયનાં કોઇને વ્યક્તિગત તક મળે તે માટે થઇને તેઓ માયાવતીને ભડકાવે છે.
  Published by:Margi Pandya
  First published: