Home /News /national-international /

જેલમાં 8 મહિના ન કરવામાં આવી સારવાર, સમાજ ના હોત તો ઘર વેચાઈ જાતઃ રાવણ

જેલમાં 8 મહિના ન કરવામાં આવી સારવાર, સમાજ ના હોત તો ઘર વેચાઈ જાતઃ રાવણ

માયાવતી રાજનૈતિક લડાઈ લડે છે, હું સામાજિક લડાઈ લડું છું. મારા સબંધ તેમની સાથે ખુબ સારા છે, એવા જ છે જેવા એક ફઈ અને ભત્રીજા વચ્ચે હોય છે.

માયાવતી રાજનૈતિક લડાઈ લડે છે, હું સામાજિક લડાઈ લડું છું. મારા સબંધ તેમની સાથે ખુબ સારા છે, એવા જ છે જેવા એક ફઈ અને ભત્રીજા વચ્ચે હોય છે.

  ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ સરકારે 13 સપ્ટેમ્બરે અચાનક ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર રાવણ પર રાસુકા (રાષ્ટ્રીય સુરક્ષા કાયદા)ની કલમ હટાવી દીધી છે, ત્યારબાદ તેને તત્કાલિન રીહી કરી દેવામાં આવ્યા છે. રાવણના આ રીતે રિહા થવા પર પ્રસ્ન ઉઠી રહ્યા છે કે તેની બીજેપી સાથે ડીલ થઈ ગઈ છે.

  News18Hindiની ટીમ 14 સપ્ટેમ્બરે જ્યારે સહારનપુરના છુટમલપુર ગામમાં રાવણના ઘરે પહોંચી, તો તે લોકોના ટોળા વચ્ચે ઘેરાયેલા હતા. રાતભર જાગ્યા હોવા છતાં રાવણ દરેકને ગળે મલીને મળી રહ્યા હતા, અને ધીરેથી સાથીઓના કામનમાં કઈંક કહી રહ્યા હતા, કે હોઈ શકે તો તેને થોડી વાર ઉંઘવા દેવામાં આવે. આ લોકોમાં દલિત જ નહી પરંતુ મોટી સંખ્યામાં મુસલમાન પણ હાજર હતા. રાવણે Exclusive ઈન્ટરવ્યૂ જેલ સાથે જોડાયેલા પોતાના અનુભવ, બીજેપી અને માયાવતી જેવા મુદ્દા પર ખુલીને વાતો કરી.

  પ્રશ્ન - આ રીતે અચાનક જેલમાંથી મુક્તી મળી જતા પ્રશ્ન ઉઠી રહ્યો છે કે તમારી બીજેપી સાથે કોઈ ડીલ થઈ ગઈ છે?

  રાવણ - મને લોકોના કહેવાથી કોઈ ફર્ક નથી પડતો, જે મે સહન કર્યું છે તે મને જ ખબર છે. 14 સપ્ટેમ્બરે કોર્ટમાં મારી તારીખ હતી, અમારા વકીલે ત્રણ દિવસ પહેલા જ સરેન્ડર કરી કહ્યું કે, હવે મારી વિરુદ્ધ રજુ કરવા માટે કોઈ એવું સબૂત-સાક્ષી નથી, જેનાથી મને દોષી સાબિત કરવામાં આવી શકે. અમને ન્યાય મળવા જઈ રહ્યો હતો, જેથી પોલીટિકલ માઈલેજ અને લોકોમાં ભ્રમ ફેલાવવા માટે અને એક દિવસ વહેલો જેલ મુક્ત કરી દીધો. મારા જેવા નિર્દોષ વ્યક્તિને 16 મહિના જેલમાં રાખવામાં આવ્યો, હું આ દોઢ વર્ષ કેવી રીતે ભૂલી શકું. આ દોઢ વર્ષ હું ક્યારે પણ નહી ભૂલુ.

  ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે 13 સપ્ટેમ્બરે અચાનક ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર રાવણ પર લાગેલી રાસુકાની કલમ હટાવી દીધી, ત્યારબાદ તેને તત્કાલ જેલ મુક્ત કરી દેવામાં આવ્યો છે.  પ્રશ્ન - લોકો જાણવા માંગે છે તેમના દલિત આઈકન રાવણે 16 મહિના જેલમાં કેવી રીતે વિતાવ્યા?

  રાવણ - લોકો મને દલિત આઈકન માને છે, તો તેમને મારી પાસે ઘણી આશા પણ છે. સરકારે મારી સાથે જેલમાં જેવો વ્યવહાર કરવો હતો તે તેણે કર્યો, હું આ બધુ યાદ કરી મારા અન્ય સાથીઓનું મનોબળ તોડવા નથી માંગતો, મારૂ દુખ જાણી તે લોકો જેલમાં જવા પર ડરે તેવું હું નથી ઈચ્છતો. સૌથી વધારે ખરાબ મારી સાથે જેલમાં જ્યારે હું બિમાર હતો ત્યારે થયું, 8 મહિના સુધી જાણી જોઈને સારવાર ન કરવામાં આવી. મારી સામે આરોપ સાબિત પણ નહોતા થયા, તો પણ મારી સાથે જાનવર જેવો વ્યવહાર કરવામાં આવ્યો. તેની સામાજિક-આર્થિક સ્થિતિ પર આની ઘણી ખરાબ અસર જો મારી લડત માટે મારા પરિવારે બધુ કરવાનું હોત તો કદાચ ઘર પણ વેચવું પડ્યું હોત, પરંતુ સમાજે ઘણી મદદ કરી છે. શું બીજેપી મારા 16 મહિના પાછા આપી શકે છે?

  પ્રશ્ન - માયાવતી તમને RSSના એજન્ટ કહે છે, આરોપ લગાવે છે કે ભીમ આર્મી RSSએ જ ઉભી કરી છે. કેવો સંબંધ છે તમારો તેમની સાથે?

  રાવણ - માયાવતી મારા ફઈ છે, કારણ કે હું જે સમાજમાંથી આવ્યો છું, તે પણ તે સમાજમાંથી જ આવે છે. તેમની નસોમાં જે લોહી દોડે છે, તેજ મારી નસોમાં પણ દોડે છે. હોઈ શકે છે, કોઈ વાતે તે મારી પર નારાજ હોય, કદાચ તેમના મગજમાં કોઈકે મારી અલગ છાપ ઉભી કરી હોય, કોઈકે મારા માટે ભડકાવ્યા હોય. મને તેમનાથી કોઈ ફરિયાદ નથી, તે રાજનૈતિક લડાઈ લડે છે, હું સામાજિક લડાઈ લડું છું. મારા સબંધ તેમની સાથે ખુબ સારા છે, એવા જ છે જેવા એક ફઈ અને ભત્રીજા વચ્ચે હોય છે.

  પ્રશ્ન - તો શું ભીમ આર્મી બસપાનું સમર્થન કરવા જઈ રહી છે?

  રાવણ - ભીમ આર્મી એત સામાજિક સંગઠને છે અને હાલમાં કોઈ પાર્ટીના સમર્થનનો કોઈ પ્રશ્ન જ નથી ઉઠતો. જ્યારે 2019ની ચૂંટણી આવશેત્યાં સુધી જોવામાં આવશે કે શું કરવું.  પ્રશ્ન - 2019ની ચૂંટણીમાં હવે થોડા મહિનાઓ બાકી છે?

  રાવણ - બહુ દૂર છે હજુ આ પાંચ-છ મહિના, હજુ તો લોકો મારી જેલ મુક્તિ પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે, જે માત્ર દોઢ ના પહેલા થઈ ગઈ છે, આના પર અત્યારથી જવાબ આપવાનો કોઈ મતલબ નથી.

  પ્રશ્ન - 2019માં ભીમ આર્મીની ભૂમિકા શું રહેશે?

  રાવણ - રાવણ એવું કરશે કે, જેણે મારા સમાજ પર અત્યાચાર કર્યો છે, તેમણે મારા જેલમાં રહેવા દરમ્યાન ઘણા કામ કર્યા છે, હવે તેમના આરામનો સમય આવી ગયો છે. આ લોકોને આરામ આપવા માટે હું 2019માં બીજેપીની સત્તામાંથી ઘર વાપસી કરી દઈશ. તેમણે મને ઘરે પાછો મોકલ્યો છે અને હવે હું તેમની ઘર વાપસી કરીશ.  પ્રશ્ન - મતલબ તમે સ્પષ્ટ કરી રહ્યા છો કે, 2019 ચૂંટણી કે ભવિષ્યમાં તમે બીજેપીની સાથે નહી જાઓ?

  રાવણ - મને નથી ખબર કે લોકો શું વિચારે છે, પરંતુ બીજેપી જે મને આપ્યું તે 2019માં તેમને વ્યાજ સહિત પાછુ આપીશ. હું તેમને ઘણો આરામ આપીશ, કોશિસ કરીશ કે, તેમને સત્તાથી લગભગ 10 વર્ષનો આરામ મળે.

  પ્રશ્ન - ભીમ આર્મી ચૂંટણી લડશે?

  રાવણ - ભીમ આર્મી એક સામાજિક સંગઠન છે, તે ક્યારે ચૂંટણી નહી લડે, રાજનૈતિક દળ નહી બને. હું હજુ જેલમાંથી પાછો ફર્યો છું, બાકી પ્રશ્નોના જવાબ રાજનૈતિક માહોલ જોયા બાદ આપીશ.
  Published by:kiran mehta
  First published:

  Tags: Exclusive interview

  આગામી સમાચાર