Home /News /national-international /

પ્રિયંકાને મળ્યા બાદ ચંદ્રશેખરે કહ્યુ- વારાણસીથી ચૂંટણી લડવાનો હેતુ મોદીને હરાવવા

પ્રિયંકાને મળ્યા બાદ ચંદ્રશેખરે કહ્યુ- વારાણસીથી ચૂંટણી લડવાનો હેતુ મોદીને હરાવવા

પ્રિયંકા ગાંધીએ ભીમ આર્મીના અધ્યક્ષ ચંદ્રશેખર સાથે હોસ્પિટલમાં મુલાકાત કરી.

ભીમ આર્મીના ચીફે કહ્યું કે ભાજપને હરાવવા માટે હું ગઠબંધનની સાથે છું અને દરેક પાર્ટી સાથે છું જે ભાજપને હરાવશે

  કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ અને પૂર્વ યૂપીની પ્રભારી પ્રિયંકા ગાંધીએ બુધવારે ભીમ આર્મીની અધ્યક્ષ ચંદ્રશેખર સાથે હોસ્પિટલમાં મુલાકાત કરી. પ્રિય્રકા સાથેની મુલાકાત બાદ ચંદ્રશેખરે મીડિયાને જણાવ્યું કે પ્રિયંકા ગાંધી માનવતાની દૃષ્ટિએ મને મળવા આવ્યા હતા. ચંદ્રશેખરે કહ્યું કે, પ્રિયંકા ગાંધીએ મને પૂછ્યું કે ભાઈ તમારી તબિયત કેવી છે. ચંદ્રશેખરે નરેન્દ્ર મોદીની સામે ચૂંટણી લડવાનું કારણ જણાવ્યું. તેઓએ કહ્યું કે જેવી રીતે કોંગ્રેસ માટે ગઠબંધને બે સીટ છોડી છે, એવું ન થાય કે નરેન્દ્ર મોદીની સામે નબળો ઉમેદવાર ઊભો કરી દેવામાં આવે અને નરેન્દ્ર મોદી જીતીને સંસદ પહોંચી જાય.

  ભીમ આર્મીના ચીફે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે હું ગઠબંધનની સાથે છું અને દરેક પાર્ટી સાથે છું જે ભાજપને હરાવશે.

  આ પણ વાંચો, કોંગ્રેસે જાહેર કર્યું બીજુ લીસ્ટ, રાજ બબ્બર અને પ્રિયા દત્તને આપી ટિકિટ

  આ પહેલા કોંગ્રેસની પૂર્વ યૂપીની પ્રભારી પ્રિયંકા ગાંધીએ બુધવારે ભીમ આર્મીના અધ્યક્ષ ચંદ્રશેખર સાથે હોસ્પિટલમાં મુલાકાત કરી હતી. મુલાકાત બાદ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ભીમ આર્મીના અધ્યક્ષ ચંદ્રશેખરની દરેક લડાઈમાં હું તેમની સાથે છું. ચંદ્રશેખર સાથેની મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આ સરકાર કોઈની પણ વાત સાંભળવા નથી માંગતી. તેઓ એક નવયુવાનને કચડવા માંગે છે. રોજગારી તો એમણે આપી નહીં, કોઈ અવાજ ઊઠાવી રહ્યું છે તો અવાજ ઉઠાવવા દો.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Bhim Sena, Chandrashekhar, Lok Sabha Elections 2019, Priyanka gandhi, કોંગ્રેસ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन