સેફ સીટથી નહી વારાણસીથી લડીને PM મોદીને આપીશ સીધી ટક્કર: ચંદ્રશેખર

News18 Gujarati
Updated: March 15, 2019, 8:08 PM IST
સેફ સીટથી નહી વારાણસીથી લડીને PM મોદીને આપીશ સીધી ટક્કર: ચંદ્રશેખર
ચંદ્રશેખરે કહ્યું કે, મારા ભાષણથી ત્યાં હિંસા ભડકી ન હતી. ત્યાં તો, 1808થી સંઘર્ષ ચાલુ છે. મારી લડાઈ હવે માત્ર નરેન્દ્ર મોદી વિરુદ્ધ છે.

ચંદ્રશેખરે કહ્યું કે, મારા ભાષણથી ત્યાં હિંસા ભડકી ન હતી. ત્યાં તો, 1808થી સંઘર્ષ ચાલુ છે. મારી લડાઈ હવે માત્ર નરેન્દ્ર મોદી વિરુદ્ધ છે.

  • Share this:
ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે News18 સાથે ખાસ વાતચીતમાં દાવો કર્યો છે કે, તેણે વારણસીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. ચંદ્રશેખરનું કહેવું છે કે, હું નરેન્દ્ર મોદીને સીધી ટક્કર આપવા માંગુ છું, જેથી પશ્ચિમ યૂપીની કોઈ સેફ સીટની જગ્યાએ વારાણસીથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

ચંદ્રશેખરે આરોપ લગાવ્યો કે, મોદી સરકાર સંવિધાન સાથે છેડછાડ કરવા માંગે છે પરંતુ, હું તેમને તેના એક પેજને પણ હાથ લગાવવા નહીં દઉં. મહાગઠબંધન સાથે જોડાયેલા એક જવાબમાં ચંદ્રશેખરે કહ્યું કે, હું ઈચ્છુ છું કે, સપા-બસપા મને વારાણસી સીટ પર સપોર્ટ કરે. આ માત્ર એક સીટનો પ્રશ્ન છે.

પ્રિયંકા ગાંધી સાથે મુલાકાતના પ્રશ્ન પર તેણે કહ્યું કે, તે માત્ર મારા તબીયતના સમાચાર પુછવા આવ્યા હતા. શું હવે આ દેશમાં કોઈ દલિતને મળવા પણ ન જઈ શકે?

ભીમા-કોરેગાંવ હિંસા સાથે જોડાયેલા પ્રશ્નમાં ચંદ્રશેખરે કહ્યું કે, મારા ભાષણથી ત્યાં હિંસા ભડકી ન હતી. ત્યાં તો, 1808થી સંઘર્ષ ચાલુ છે. મારી લડાઈ હવે માત્ર નરેન્દ્ર મોદી વિરુદ્ધ છે.

તમને જણાવી દઈએ કે, જંતર-મંતર પર બસપા સંસ્થાપક કાશીરામની જયંતી પર બહુજન હુંકાર રેલી આયોજીત કરવામાં આવી. જેમાં ચંદ્રશેખરે અગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી યુવાનોને સંબોધિત કર્યા. ચંદ્રશેખરની પ્રમોશનમાં અનામત સહિતની કેટલીએ માંગો છે.
First published: March 15, 2019, 8:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading