ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ ઉર્ફે રાવણને સહારાનપુર જેલમાંથી છોડવામાં આવ્યો છે. તેના ઉપર વર્ષ 2017માં સહારનપુરમાં જાતીય હુલ્લડ ફેલાવવાનો આરોપ સર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (રાસુકા) અંતર્ગત જેલ ભેગો કર્યો હતો. રાવણને ગુરુવારે રાત્રે 2.30 વાગે જેલમાંથી છોડવામાં આવ્યો હતો. આ પહેલા બુધવારે ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાવણને જેલ મૂક્ત કરવાનો આદેશ આપ્યો હતો. સરકારે ભીમ આર્મીના નેતા ચંદ્રશેખર પર લાગેલો રાસુકા હટાવી લીધો હતો. જોકે, મૂક્ત થવાની સાથે જ તેણે મોદી સરકાર ઉપર હુમલો કર્યો હતો. મોદી સરકાર સામે જંગનું એલાન કર્યું હતું.
યુવા નેતા પરથી ત્રણ મહિના પહેલા રાસુકો હટાવી લીધો છે. આ પહેલા બે અન્ય વ્યક્તિઓ સામેનો પણ રાસુકો કાયદો યુપી સરકારે રદ કરી દીધો હતો. યુવા નેતા પર સહારનપુર હિંસા ભડકાવવાનો આરોપ હતો.
Saharanpur: Bhim Army Chief Chandrashekhar alias Ravan comes out of jail after Uttar Pradesh government ordered his early release. He was jailed under NSA charges in connection with the 2017 Saharanpur caste violence case pic.twitter.com/kqE0fz53Yj
યુપી સરકારના ગૃહ વિભાગ તરફથી જારી કરેલ એક વિજ્ઞપ્તિમાં ચંદ્રશેખરને છોડવાની વાત કરવામાં આવી છે. આ મામલે સહારનપુરના મેજીસ્ટ્રેટ એ કે પાંડેયને પણ ઓર્ડરની કોપી મોકલાવી દીધી છે રાવણ સાથે અન્ય ત્રણ લોકોને પણ છોડી મુકવામાં આવશે. માનવામાં આવે છે તે આ પગલાથી બીજેપી એસસી-એસટી વર્ગને પોતાની સાથે જોડવાનો પ્રયત્ન કરી રહી છે.
મૂક્ત થવાની સાથે બીજેપી ઉપર સાધ્યું નિશાન
સહારનપુર જેલમાંથી મૂક્ત થયા બાદ જ ચંદ્રશેખર આઝાદે સભાને સંબોધિત કરી હતી. આ દમિયાન બીજેપી ઉપર જોરદાર હુમલો કર્યો હતો. રાવણે કહ્યું હતું કે, વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં BJPને હરાવવાની છે. બીજેપી સત્તામાં પણ શું વિપક્ષમાં પણ નહીં આવે. બીજેપીના ગુંડાઓથી લડવાનું છે. તેમણે કહ્યું કેસ સમાજિક હિત માટે ગઠબંધન થવું જોઇએ.
શું છે મામલો?
સહારનપુરના શબ્બીરપુર ગામમાં સહારનપુર હિંસાની શરૂઆત થઈ હતી.આ પછી ભીમ આર્મીએ એસસી-એસટી શોષણ સામે 9 મે 2017ના રોજ સહારનપુરમાં મહાપંચાયત બોલાવી હતી. પોલીસે તેની મંજુરી આપી ન હતી. જોકે તેનું આમંત્રણ કાર્ડ સોશિયલ મીડિયા પર જાહેર થઈ ગયું હતું. હજારો લોકો મહાપંચાયતમાં સામેલ થવા માટે પહોંચ્યા હતા. આ પછી ભીમ આર્મીના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ચંદ્રશેખર સામે મામલો નોંધ્યો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર