ભીમ આર્મી ચીફ અને દલિત નેતા ચન્દ્રશેખર આઝાદની ઉત્તર પ્રદેશમાં ધરપકડ

News18 Gujarati
Updated: March 12, 2019, 2:31 PM IST
ભીમ આર્મી ચીફ અને દલિત નેતા ચન્દ્રશેખર આઝાદની ઉત્તર પ્રદેશમાં ધરપકડ
દલિત નેતા ચન્દ્રશેખર આઝાદ

ચન્દ્રશેખર આઝાદે એવું જાહેર કર્યુ હતુ કે, ઉત્તર પ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની સામે જે કોઇ ઉમેદવારે ચૂંડણી લડશે તેમને તે ટેકો આપશે.

  • Share this:
નવી દિલ્હી: ભીમ આર્મીનાં નેતા ચન્દ્રશેખર આઝાદની ઉત્તર પ્રદેશનાં દેવબંધથી ધરપકડ કરવામાં આવી હતી. ચન્દ્રશેખર આઝાદની ધરપકડ થયાનાં સમાચાર વાયુવેગે ફેલાઇ ગયા ગયા અને તેમના સમર્થકોએ પોલીસની વાનને ઘેરી લીધી હતી અને પોલીસને આઝાદને લઇ જવા દેતી નહોતીય

પ્રાથમિક અહેવાલ પ્રમાણે, દલિત નેતા ચન્દ્રશેખર આઝાદ 15 માર્ચનાં રોજ યોજાનારી કાંશીરામની જન્મજયંતિ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપવા માટે દિલ્હી જવાના હતા. પણ તેમને આ માટે મંજૂરી આપવામાં આવી નહોતી.

ગયા અઠવાડિયે, ચન્દ્રશેખર આઝાદે એવું જાહેર કર્યુ હતુ કે, ઉત્તર પ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની સામે જે કોઇ ઉમેદવારે ચૂંડણી લડશે તેમને તે ટેકો આપશે.

ચન્દ્રશેખર આઝાદે સમાજવાદી નેતા અખિલેશ યાદવની પણ ટીકા કરી હતી. કેમ કે, અખિલેશ યાદવનાં પિતા મુલાયમ સિંઘ યાદવે લોકસભામાં નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવતા કહ્યુ હતુ કે, તેઓ બીજી વખત પણ ચૂંટાઇને વડાપ્રધાન બને.

અત્રે ઉલ્લેખનીય છે કે, ફાયરબ્રાન્ડ દલિત નેતા આઝાદને ગયા વર્ષે જ જેલમાંથી છોડવામાં આવ્યા હતા. નેશેનલ સિક્યોરિટી એક્ટ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી. 2017માં તેમની ધરપકડ હિમાચલ પ્રદેશમાંથી કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશનાં સરહાનપુરમાં થયેલી હિંસા સંદર્ભે તેમની ધરપકડ કરવામાં આવી હતી.
First published: March 12, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading