કિશોરી સાથે ખેતરમાં ગેંગરેપ, બચીને ભાગી પીડિતા, રાહદારીઓએ ઢાંક્યું શરીર

News18 Gujarati
Updated: September 10, 2019, 3:47 PM IST
કિશોરી સાથે ખેતરમાં ગેંગરેપ, બચીને ભાગી પીડિતા, રાહદારીઓએ ઢાંક્યું શરીર
ખેતરમાં કિશોરી સાથે ગેંગરેપ

નરાધમોએ પીડિતા સાથે બર્બરતાની તમામ હદ પાર કરી દીધી. પીડિતાના શરીરને ઠેર-ઠેર ઈજા પહોંચાડી, જેને લઈ તે લોહી લુહાણ થઈ.

  • Share this:
રાજસ્થાનના ભીલવાડા જીલ્લાના શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં ત્રણ લોકો પર કિશોરી સાથે ખેતરમાં ગેંગરેપનો આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપીઓએ પીડિતા સાથે જઈ રહેલા યુવક સાથે મારપીટ કરી તેને ભગાવી મુક્યો અને કિશોરીને બંધક બનાવી તેની સાથે ગેંગરેપ કર્યો. નરાધમોએ પીડિતા સાથે બર્બરતાની તમામ હદ પાર કરી દીધી. પીડિતાના શરીરને ઠેર-ઠેર ઈજા પહોંચાડી, જેને લઈ તે લોહી લુહાણ થઈ. કિશોરી કપડા વગર હિમ્મત કરી ત્યાંથી ભાગી અને જીવ બચાવ્યો. બાદમાં તેને આ હાલતમાં જોઈ લોકોએ તેનું શરીર ઢાંક્યું.

ત્રણ દારૂડિયાઓએ રસ્તામાં રોક્યા
સોમવાર મોડી રાત્રે પીડિતા પોતાની મા સાથે શાહપુર પોલીસ સ્ટેશન પહોંચી અને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, પીડિતા સોમવારે રિક્ષામાં બેસી શાહપુર આવી હતી, અહીંથી તે, તહનાલ તેજાજી મેળામાં જવાની હતી. શાહપુરમાં તેનો એક મિત્ર મળ્યો. તે લોકો એક બાઈક પર સવાર થઈ તહનાલ માટે રવાના થયા. આરોપ છે કે, તહનાલના કાચા રસ્તા પર વિદ્યુત ગ્રિડ સ્ટેશન પાસે ત્રણ લોકો બેસીને દારૂ પી રહ્યા હતા. તેમણે તેમને રોક્યા.

સાથે રહેલા યુવકને મારમારી ભગાવી દીધો
ત્રણે દારૂડિયાઓએ કિશોરી સાથે જઈ રહેલા યુવકને મારમારી ભગાવી મુક્યો. બતાવવામાં આવી રહ્યું છે કે, નાબાલીગ અન્ય છોકરી પણ યુવક સાથે જતી રહી. ભાગતા ભાગતા કિશોરી પડી ગઈ. ત્યારબાદ ત્રણે દારૂડિયાઓએ તેને પકડી લીધી અને પાસેના ખેતરમાં ખેંચી ગયા. આરોપ છે કે, ત્યાં ત્રણે હવસખોરોએ કિશોરી સાથે ગેંગરેપ કર્યો. આ દરમિયાન આરોપીઓએ કિશોરીના કપડા પાડી નાખ્યા અને તેના શરીર પર ખુબ ઈજા પહોંચાડી.

રાહદારીઓએ પીડિતાનું શરીર ઢાંક્યુંરેપ પીડિત યુવતી હિમ્મત કરી હવસખોરોના કબજામાંથી ભાગવામાં સફળ થઈ. ત્યાંથી પસાર થઈ રહેલા જ્યારે પીડિતાને નિર્વસ્ત્ર જોઈ તો તેનું શરીર ઢાંક્યું. રાહદારીઓએ પીડિતાને તેના ઘરે પહોંચાડી. સોમવારે મોડી રાત્રે પીડિતા તેની મા સાથે પોલીસ સ્ટેશન પહોંચી. ત્યાં તેણે આરોપી નારાયણ ગુર્જર સહિત ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. શાહપુર સીઆઈ ભજનલાલ અનુસાર, આરોપીઓ વિરુદ્ધ પોક્સો એક્ટ અંતર્ગત મામલો નોંધવામાં આવ્યો છે. મામલાની તપાસ માટે ભીલવાડાથી એફએસએલ ટીમ બોલાવવામાં આવી છે.
First published: September 10, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading