Home /News /national-international /વૈજ્ઞાનિકો હેરાન: આ ગામમાં પાણી વગર થાય છે ઘઉંની ખેતી, કારણ છે ખાસ જાણવા જેવું

વૈજ્ઞાનિકો હેરાન: આ ગામમાં પાણી વગર થાય છે ઘઉંની ખેતી, કારણ છે ખાસ જાણવા જેવું

પ્રતિકાત્મક તસવીર.

wheat crop is grown without water: કૃષિ વૈજ્ઞાનિકો આ ભૂમિનું પરિક્ષણ કરી ચુક્યા છે, જે ભૂમિમાં પાણી વગર ઘઉંની ખેતી થઇ રહી છે. આ ઘઉંની ખેતીથી અનેક લોકો વિચારમાં પડી ગયા છે.

  • Local18
  • Last Updated :
  • Rajasthan, India
ભરતપૂર: ઘઉં ભારતના સૌથી મહત્વપૂર્ણ અનાજમાંથી એક છે. દેશના ઉત્તર અને પ્રશ્વિમી પ્રદેશોમાં લાખો લોકોનું મુખ્ય ભોજન ઘઉં છે. ઘઉંમાંથી તમે અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. ઘઉંની ખેતી કરવા માટે પાણીનો સ્ત્રોત ખૂબ જરૂરી છે. પાણી વગર ઘઉંની ખેતી થવી અશ્યક છે. રાજસ્થાનના ભરતપૂરમાં એ વાત સાબિત કરી છે કે ઘઉંની ખેતી પાણી વગર પણ થાય. જહાંગીરપૂરમાં લગભગ 250 હેક્ટરમાં પાણી વગર ઘઉંની ખેતી કરવામાં આવે છે.

આ પણ વાંચો:આ દુલ્હન સાથે જેવું થયુ એવું કોઇની સાથે ના થાય

ગ્રામીણો અનુસાર એમના ગામની આસપાસની ભૂમિ ચીકણી અને મીઠી છે અને વરસાદના પાણીથી આ બાષ્પીભવન થવા દેતી નથી. આ મુખ્ય કારણે પાણી વગર ઘઉંની ખેતી થાય છે. મળતી માહિતી અનુસાર વૈજ્ઞાનિકો આ ભૂમિનું પરીક્ષણ કરી ચુક્યા છે. જાણકારી અનુસાર ઘઉંની ખેતી કરવા માટે ચારથી પાંચ વાર પાણીની આવશ્યકતા રહેતા હોય છે.

" isDesktop="true" id="1348906" >

250 હેક્ટર ભૂમિમાં પાણી વગર ખેતી


સ્થાનીય નિવાસી પ્રીતમ સિંહ સૈની આ વિશે જણાવે છે કે એમની ઉંમર 55 વર્ષથી વધારે છે. એમના જન્મ પહેલાંથી જ ગામમાં પાણી વગર ધઉંની ખેતી થઇ રહી છે. લગભગ  250 હેક્ટર ભૂમીમાં આ ખેતી થઇ રહી છે. જ્યારે લોકો આ ખેતી વિશે સાંભળે છે તો તેઓ પણ ચોંકી જાય છે. આમ, તમે પણ આ ખેતી વિશે સાંભળો છો તો તમને પણ નવાઇ લાગે છે, પરંતુ વાત હકીકત છે.

આ પણ વાંચો:દેશભરમાં કોરોના પછી આ નવો વાયરસ આવ્યો

ભૂમિ મીઠી અને ચીકણી માટીનું મુખ્ય કારણ


ગ્રામીણોનું કહેવુ છે કે આ રીતની જાણકારી પર અનેક વાર વૈજ્ઞાનિકો આ વિશે પરીક્ષણ કરી ચુક્યા છે. એમના પરીક્ષણમાં એ વાત જાણવા મળી છે કે આ ભૂમિ મીઠી અને ચિકણી છે. આ ભૂમિની સૌથી મોટી ખાસિયત એ છે કે આ ભૂમિ વરસાદનું પાણી શોષી લે છે જેના કારણે પાણી લાંબા સમય સુધી ભૂમિમાં રહે છે. આ માટે વગર પાણીએ ઘઉંની ખેતી થઇ શકે છે.

જાણકારી અનુસાર આ રીતના ઘઉં સ્વાસ્થ્ય માટે લાભકારક છે. કહેવામાં આવે છે કે જે વ્યક્તિ ખાવામાં આ રીતના ઘઉંનો ઉપયોગ કરે છે એમને અનેક બીમારીઓમાંથી છૂટકારો મળી શકે છે.
First published:

Tags: Farmer in Gujarat, Wheat, દેશવિદેશ