Home /News /national-international /રાજસ્થાન: બસ પર વીજળીનો વાયર પડતાં લાગેલી આગમાં 8 લોકો દાઝ્યા

રાજસ્થાન: બસ પર વીજળીનો વાયર પડતાં લાગેલી આગમાં 8 લોકો દાઝ્યા

વીજળીનો વાયર પડતાં બસમાં આગ લાગી

બસ સ્ટેન્ડ પર ઊભી હતી ત્યારે તેની પર 11 હજાર કેવીનો હાઇવોલ્ટેજ વાયર પડતાં આગ લાગી

    (દીપક લવાણીયા, રાજસ્થાન)

    રાજસ્થાનના મેવાત વિસ્તારમાં એક પેસેન્જર બસ પર વીજળીનો વાયર પડતાં દુર્ઘટના થઈ છે. ભરતપુર જિલ્લાના ગુલપાડા ગામના બસ સ્ટેન્ડ પર થયેલી આ દુર્ઘટનામાં વીજળીનો વાયર પડ્યા બાદ કરંટ પસાર થતાં આગ લાગી ગઈ. કરંટ એન આગ લાગ્યા બાદ બસમાં દોડાદોડ થઈ ગઈ. આ દરમિયાન બસમાં સવાર 8 પ્રવાસીઓ ઘાયલ થયા છે. કેટલાક પ્રવાસી કરંટથી ગંભીર રીતે દાઝી ગયા છે અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 8 લોકોને હોસ્પિટલથી અલવર રેફર કરવામાં આવ્યા છે.

    સીકરી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મનીષ શર્માએ જણાવ્યું કે બસ પર વીજળીનો વાયર તૂટીને પડી ગયો. મેવાતના ગુલપાડા બસ સ્ટેન્ડ પર થયેલી આ દુર્ઘટનાની જાણ થતાં રાહત અને બચાવ દળ ઘટનાસ્થળે પહોંચી ગયા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

    11 હજાર કેવીની લાઇન બસ પર પડી

    ગુલપાડા ગામમાં આ દુર્ઘટના બની હોવાની માહિતી મળી છે કે, 11 હજાર કેવીનો હાઇવોલ્ટેજ વાયર બસ પર પડ્યો હતો. દુર્ઘટના સમયે બસ ગુલપાડા બસ સ્ટેન્ડ પર ઊભી હતી. આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ કે દાઝી ગયા હોવાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી. હાલ તમામ ઘાયલોને અલવર રેફર કરવામાં આવ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Tragedy, અકસ્માત, બસ, રાજસ્થાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन