Home /News /national-international /Gangaur 2023 : ગણગૌરના તહેવારમાં બને છે ગુના પકવાન, આ વર્ષે દોઢ કરોડના વેપારનો અંદાજ

Gangaur 2023 : ગણગૌરના તહેવારમાં બને છે ગુના પકવાન, આ વર્ષે દોઢ કરોડના વેપારનો અંદાજ

ફાઇલ તસવીર

કંદોઈ રાકેશ કુમાર શર્માએ જણાવ્યુ કે, દેશમાં અલગ અલગ તહેવારોમાં અલગ અલગ પકવાન બનાવવામાં આવે છે, તેવી રીતે ગણગૌરના તહેવારમાં મીઠા અને નમકીન ગુનાઓની માગ વધુ હોય છે.

લલિતેશ કુશવાહા, ભરતપુરઃ દરવર્ષની જેમ આ વર્ષે પણ ગણગૌરના તહેવારને લઈને હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. ધામધૂમથી તહેવાર મનાવવા માટે તૈયારીઓ ચાલુ છે. ત્યારે 16 દિવસ સુધી ચાલનારા આ તહેવામાં અખંડ સૌભાગ્યવતી મહિલાઓ સોળે શણગાર સજી માટીના ઇસર અને ગણગૌરની પૂજા કરી અખંડ સૌભાગ્ય માટે વરદાન માગે છે.

માન્યતા છે કે, આ દિવસે ભગવાન શિવે પાર્વતીજીને સૌભાગ્યવતી રહેવાનું વરદાન આપ્યું હતું. તેથી સૌભાગ્યવતી ત્રીજ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. તો ભારતીય સંસ્કૃતિમાં અલગ અલગ પ્રકારના તહેવારમાં અલગ અલગ પકવાન-મીઠાઈ બનાવાવમાં આવતી હોય છે. તેવી રીતે ગણગૌરના તહેવારની પૂજામાં પણ વિશેષ પકવાનોમાં મીઠા ગુના બનાવવામાં આવે છે. મોટાભાગે મહિલાઓ ઘરે જ બનાવે છે અને કેટલીક મહિલાઓ બજારમાંથી ખરીદીને લાવે છે. આ તહેવાર નજીક હોવાથી બજારમાં કંદોઈની દુકાને ગુના બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. દુકાનદારોનું કહેવું છે કે, આ તહેવારમાં કરોડો રૂપિયાનો વેપાર થાય તેવી આશા છે.

આ પણ વાંચોઃ 5 વર્ષીય બાળક પોલીસ કોન્સ્ટેબલ બન્યો, SP બોલ્યાં - હવે તમે પણ પોલીસ!

એક કરોડથી દોઢ કરોડ સુધીના વેપારનો અંદાજ


કંદોઈ રાકેશ કુમાર શર્મા જણાવે છે કે, જેવી રીતે દેશના અલગ અલગ તહેવારમાં અલગ અલગ પકવાન-મીઠાઈ બનાવવામાં આવતી હોય છે. તેવી રીતે ગણગૌર પર પણ મીઠા અને નમકીન ગુનાઓની માગ રહે છે. કેટલીક મહિલાઓ ઘરે જ આ મીઠાઈ બનાવી લે છે તો કેટલીક મહિલાઓ બજારમાંથી ખરીદે છે. તો આ પર્વ નજીકમાં હોવાથી બજારમાં આ દિવસોમાં મીઠાઈની દુકાનોમાં આ પકવાન તૈયાર કરવામાં આવે છે. તેની કિંમત 100થી 120 રૂપિયા પ્રતિકિલો છે. આ વખતે અનુમાન લગાવવામાં આવ્યું છે કે, એક કરોડથી દોઢ કરોડ સુધી પકવાનનો વેપાર થશે. ભરતપુરમાં આ પકવાન લગભગ 200 દુકાનોમાં તૈયાર કરવામાં આવે છે.

" isDesktop="true" id="1360345" >

કેવી રીતે ઘરે ગુના પકવાન બનાવશો?


ગુના પકવાન બનાવવા માટે સૌથી પહેલાં મેંદો લો. તેમાં ઘી નાંખીને પાણીથી સારી રીતે કણક બાંધી લો. કણક બાંધ્યા બાદ તેના નાના નાના લૂઆ બનાવી લો અને લૂઆને હાથથી આકાર આપી કડાઈમાં તેલ ગરમ કરી સારી રીતે તળી લો. ત્યારબાદ તેને ચાસણીમાં નાંખીને થોડીવાર રહીને બહાર કાઢી લો. તો આવી રીતે તૈયાર થઈ જશે ગુના પકવાન.
First published:

Tags: Rajsthan, Recipes, Sweet, રેસીપી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો