લોકસભા ચૂંટણી 2019ના પરિણામનો આજે ફાઈનલ રાઉન્ડ ચાલી રહ્યો છે. વોટોની ગણતરી ચાલુ છે. એનડીએ યૂપીએના મુકાબલે ઝડપથી આગળ વધી રહ્યું છે. તાજા વલણોમાં એનડીએએ 2014નો પોતાનો જ રેકોર્ડ તોડી દીધો છે. અને 325 સીટો સાથે કેન્દ્રમાં ફરીથી મોદી સરકાર બનતી હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.
દેશભરમાં ભાજપા નેતાઓ, કાર્યકર્તાઓ અને સપોટર્સોમાં ખુશીની લહેર છે. ભાજપાના સપોટર્સ ન માત્ર દેશમાં પરંતુ વિદેશમાં પણ જીતનું જશ્ન મનાવી રહ્યા છે. ન્યૂઝ એજન્સી ANIએ સીડનીમાં રહેલા બીજેપીના સમર્થકોના જશ્ન મનાવવાની તસવીરો શેર કરી છે.
અત્યાર સુધીના વલણ અનુસાર, ભોપાલ લોકસભા ક્ષેત્રથી સાધ્વી પ્રજ્ઞા ઠાકુર આગળ ચાલી રહ્યા છે. આ સીટથી કોંગ્રેસ તરફથી દિગ્વીજય સિંહ છે. સમાચાર લખાયા ત્યાં સુધી સાધ્વીએ 135129 જ્યારે દિગ્વીજય સિંહે 100705 વોટ મળ્યા છે.
ચૂંટણી પરિણામમાં કોણ આગળ છે અને કોણ પાછળ, તેની પળે પળની જાણકારી માત્ર ભારતીય મીડિયા જ નથી આપી રહ્યું, પરંતુ વિદેશી મીડિયા પણ દુનિયાના સૌથી મોટા ગણતંત્રની મતગણતરીની અપડેટ આપી રહ્યું છે. વિદેશી મીડિયામાં પાકિસ્તાનના સમાચાર પત્ર dawnની વેબસાઈટ dawn.com પર લોકસભા ચૂંટણી પરિણામ 2019ની પળે પળની અપડેટ મારવામાં આવી રહી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર