રાહુલ ગાંધીની કૈલાશ યાત્રાનું સમર્થન કરવું ભારે પડ્યું બીજેપી નેતાને, થયા ટ્રોલ

News18 Gujarati
Updated: September 6, 2018, 11:13 AM IST
રાહુલ ગાંધીની કૈલાશ યાત્રાનું સમર્થન કરવું ભારે પડ્યું બીજેપી નેતાને, થયા ટ્રોલ
બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ તરુણ વિજય

બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ તરુણ વિજયનો દાવો છે કે, તેનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું.

  • Share this:
બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ તરુણ વિજયનો દાવો છે કે, તેનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે તેમના ટ્વિટર હેન્ડલથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો પક્ષ અને પીએમ મોદી વિરૂદ્ધ ટ્વીટ કરાયું હતું. ટ્વીટમાં તેમણેરાહુલ ગાંધીની કૈલાશ યાત્રાનું સમર્થન કર્યું હતું. ત્યારબાદ ટ્વિટર યુઝર્સે તરુણ વિજયને ભારે ટ્રોલ કર્યા હતા. ત્યારબાદ બધા ટ્વીટ ડિલિટ કરવામાં આવ્યા હતા. જોકે, વિજયે બતાવ્યું કે તેમનું ટ્વીટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું.

એક સમાચાર પત્ર પ્રમાણે તરુણ વિજયે જણાવ્યું હતું કે, પોતાના પરિવાર સાથે ઘર શિફ્ટ કરી રહ્યા હતા. તે દરમિયાન બધા ટ્વીટ કરવામાં આવ્યા છે. જ્યારે મને આ અંગે જાણવા મળ્યું ત્યારે બે ટ્વીટ થઇ ગયા હતા.મેં પોલીસને આ અંગે જાણકારી આપી હતી. 1980માં આ પાર્ટીના અનુયાયી રહ્યો છું. છેલ્લા શ્વાસ સુધી આ પાર્ટી માટે જ કામ કરીશું.

સૌથી પહેલા ટ્વીટમાં લખ્યું છે કે, "એક હિન્દુને રાહુલ ગાંધીની કૈલાશ યાત્રાની મજાક ન ઉડાવી ન જોઇએ. શિવથી મોટું કોઇ નથી. આ બધુ રાહુલ અને શિવ વચ્ચેની વાત છે. મેં પોતે ત્રણ વખત કૈલાશ યાત્રા કરી છે. કૈલાશ માનસરોવર યાત્રી સંઘનો અધ્યક્ષ પણ રહી ચુક્યો છું."બીજેપીના વરિષ્ઠ નેતાના ટ્વિટર હેન્ડલથી બીજું ટ્વીટ પીએમ મોદી અંગે કરવામાં આવ્યું હતું. ટ્વીટમાં લખ્યું હતું કે, "તમે ત્યાં નથી કારણ કે તમે પોપ્યુલર નથી,પરંતુ એટલા માટે છો કે લોકો તમારા પાછળ છે"ત્યારબાદ રાત્રે 12 કલાકે એક ટ્વીટ કરવામાં આવ્યું હતું કે "હું મોર્નિંગ વોક ઉપર છું અને જે વ્યક્તિ મારા ટ્વિટર હેન્ડલ સંભાળે છે તેને હાંકી કાઢ્યા છે."

તરુણ વિજયનું ટ્વીટ


આ દરેક ટ્વીટ પછી પૂર્વ સાંસદને લોકોએ સોશિયલ મીડિયા ઉપર ભારે ટ્રોલ કર્યો હતો. કોંગ્રેસે પણ અંગે તરુણ વિજય ઉપર સકંજો કશ્યો હતો.

તરુણ વિજયનું ટ્વીટ


વિજયના ટ્વીટના સ્ક્રીનશોલ લઇને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું કે, તરુણ વિજય પોતાનું ધ્યેર્ય બુલંદ રાખે, સત્યની સાથે નિડર ઊભા રહો. તમે રાહુલ ગાંધીની કૈલાશ યાત્રા વિશે જે પણ લખ્યું છે. એને સરકારના ડરથી હટાવી દીધું છે. સત્યમ શિવમ સુંદરમ. શિવ જ સત્ય છે. મહાદેવ તમને સત્યનો રસ્તો બતાવે ત્યાર બાદ અંગુઠાનું નિશાન મુક્યું હતું.

કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ પણ ટ્વિટ દ્વારા ભાજપના નેતા ઉપર નિશાન સાધ્યું હતું.

 
First published: September 6, 2018
વધુ વાંચો
अगली ख़बर