Home /News /national-international /

રતન ટાટાને ભારત રત્ન આપવા માટે ચલાવવામાં આવી રહેલા અભિયાન પર ખુદ રતન ટાટાએ આપી પ્રતિક્રિયા

રતન ટાટાને ભારત રત્ન આપવા માટે ચલાવવામાં આવી રહેલા અભિયાન પર ખુદ રતન ટાટાએ આપી પ્રતિક્રિયા

(ફાઇલ તસવીર)

Bharat Ratna for Ratan Tata: આજકલ સોશિયલ મીડિયા પર ઉદ્યોગપતિ રતન ટાટાને ભારત રત્ન આપવામાં આવે તેવું અભિયાન ચાલી રહ્યું છે, આના પર હવે ખુદ રતન ટાટાએ પ્રતિક્રિયા આપી છે.

    મુંબઈ: સોશિયલ મીડિયા (Social Media) પર જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટા (Ratan Tata)ને ભારત રત્ન (Bharat Ratna for Ratan Tata)આપવાની માંગ ઉઠી છે. સોશિયલ મીડિયા પર આવી માંગણી બાદ ખુદ ઉદ્યોગપતિએ આના પર પ્રતિક્રિયા આપી છે. ઉદ્યોગપતિએ કહ્યુ છે કે, તેઓ લોકોની ભાવનાઓની પ્રશંસા કરે છે પરંતુ તેઓએ આવી ચળવળ બંધ કરી દેવી જોઈએ. રતન ટાટાએ એક ટ્વીટ કરીને આ વાત કહી છે. ઉલ્લેખનીય છે કે ટ્વીટર પર રતન ટાટાના ભારત રત્ન આપવામાં આવે તેવી માંગણી જોરશોરથી કરવામાં આવી રહી છે. આ માટે એક હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યું છે.

    આ મામલે પ્રતિક્રિયા આપતા રતન ટાટાએ ટ્વીટ કરીને લખ્યું છે કે, "સોશિયલ મીડિયા પર અમુક લોકો તરફથી એક એવોર્ડ અંગે વ્યક્ત કરવામાં આવેલી ભાવનાઓની હું પ્રશંસા કરું છું, પરંતુ હું ખૂબ જ વિનમ્રતાથી અપીલ કરી છું કે આ અભિયાન બંધ કરી દેવામાં આવે. હું ભારતીય હોવા પર તેમજ ભારતના વિકાસ અને સમૃદ્ધિમાં યોગદાન આપી શકવા પર ખુદને ભાગ્યાશાળી માનું છું."

    મોટિવેશનલ સ્પીકર ડૉક્ટર વિવેક બિન્દ્રાએ રતન ટાટાને ભારત રત્ન આપવાની માંગ સાથે ટ્વીટ કર્યાં બાદ ટ્વીટર પર તેમને ભારત રત્ન આપવાની માંગ સાથે એક અભિયાન શરૂ થઈ ગયું હતું. બિન્દ્રાએ ટ્વીટમાં લખ્યું હતું કે, ભારતના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ રતન ટાટાને અમે ભારત રત્ન આપવાની માંગ કરીએ છીએ. અમારા આ અભિયાન સાથે જોડાઓ. આ ટ્વીટને વધારેમાં વધારે રિટ્વીટ કરો. ડૉક્ટર બિન્દ્રાના આ ટ્વીટ બાદ Ratan Tata અને BharatRatnaForRatanTata હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યા હતા.

    શનિવારે રતન ટાટાએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપ્યા બાદ ફરી એક વખત રતન ટાટા હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યું છે. રતન ટાટાના આ ટ્વીટની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે.

    રતન ટાટાનો ચાહક વર્ગ અને તેમના ફોલોઅર્સ આ ટ્વીટને ધડાધડ રિટ્વીટ કરી રહ્યા છે. અનેક લોકો ટ્વીટ કરીને રતન ટાટાની સારી વાતો લખી રહ્યા છે. અનેક લોકો વડાપ્રધાન કાર્યાલય પાસેથી તેમને ભારત રત્ન આપવાની માંગણી કરી રહ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bharat Ratna, Ratan Tata, Social media, Twitter, ઉદ્યોગ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन