Home /News /national-international /Bharat Jodo Yatra: દક્ષિણ ભારતમાં આજે યાત્રાનો અંતિમ દિવસ, નાંદેડમાંથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે રાહુલ ગાંધી

Bharat Jodo Yatra: દક્ષિણ ભારતમાં આજે યાત્રાનો અંતિમ દિવસ, નાંદેડમાંથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે રાહુલ ગાંધી

bharat jodo yatra (twitter)

કોંગ્રેસની ભારત જોડો યાત્રા સોમવાર સવારે તેલંગણાના કામરેડ્ડી જિલ્લામાંથી આગળ નિકળી ગઈ છે. યાત્રા આજે રાતે નાંદેડ જિલ્લામાંથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે.

    મુંબઈ: કોંગ્રેસની ભારત જોડો યાત્રા સોમવાર સવારે તેલંગણાના કામરેડ્ડી જિલ્લામાંથી આગળ નિકળી ગઈ છે. યાત્રા આજે રાતે નાંદેડ જિલ્લામાંથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. મહારાષ્ટ્રમાં આ યાત્રા લગભગ 14 દિવસ સુધી ફરશે.

    આ પણ વાંચો: Gujarat Election 2022: ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ 12 બેઠકો માટે જાહેર કર્યા ઉમેદવારો

    એનસીપી પ્રમુખ શરદ પવાર યાત્રામાં 8 નવેમ્બરે જોડાશે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે મહારાષ્ટ્રમાં આ યાત્રામાં જોડાય તેવી શક્યતા છે. કોંગ્રેસે મહારાષ્ટ્રમાં યાત્રાને સફળ બનાવવા માટે જબરદસ્ત તૈયારીઓ કરી લીધી છે.

    આ પણ વાંચો: ભારત જોડો યાત્રા; વચ્ચે રાહુલ ગાંધી આવશે ગુજરાત, વડોદરામાં કરશે રોડ શો

    દક્ષિણ ભારતમાં આજથી યાત્રા પુરી, અંતિમ દિવસ


    કન્યાકુમારીથી કશ્મીર સુધી કોંગ્રેસની આ યાત્રા દક્ષિણ ભારતને કવર કરી ચુકી છે. અત્યાર સુધીમાં તમિલનાડૂ, કેરલ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગણામાંથી પસાર થઈ ચુકી છે. સોમવારે સવારે તેલંગણાના કામરેડીથી રાજ્યમાં અંતિમ તબક્કામાંથી પસાર થઈ. આજે મોડી સાંજે આ યાત્રા મહારાષ્ટ્રમાં નાંદેડ જિલ્લાના દેગલૂરના મદનૂર નાકામાંથી પ્રવેશ કરશે.
    Published by:Pravin Makwana
    First published:

    विज्ञापन
    विज्ञापन