Home /News /national-international /આટલી ઠંડીમાં પણ રાહુલ ગાંધી ટી શર્ટ પહેરીને કેમ ફરી શકે? ભાજપની આ વાતનો રાહુલ ગાંધીએ આવો જવાબ આપ્યો
આટલી ઠંડીમાં પણ રાહુલ ગાંધી ટી શર્ટ પહેરીને કેમ ફરી શકે? ભાજપની આ વાતનો રાહુલ ગાંધીએ આવો જવાબ આપ્યો
ભારત જોડો યાત્રા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પત્રકારોના સવાલોના જવાબ આપતા કહ્યું કે, તે મને પુછી રહ્યા છે કે, મને ઠંડી કેમ નથી લાગતી. પણ તેઓ ખેડૂતો, મજૂરો અને ગરીબોના બાળકોને આ સવાલ નથી પૂછતા, જે ગરમ કપડા જેવી પાયાની જરુરિયાતો લેવા માટે પણ સક્ષમ નથી.
કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીના ટી શર્ટની ચર્ચા કેન્દ્ર બન્યું છે. ઠંડીમાં પણ ટી શર્ટ પહેરીને રાહુલ ગાંધી પદયાત્રા કરી રહ્યા છે, આ વાતને લઈને ભાજપને અમુક સવાલો ઊભા કર્યા હતા, જો કે, રાહુલ ગાંધીએ હવે આ વાતનો જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીએ શનિવારે કહ્યું કે, દિલ્હીમાં ભારત જોડો યાત્રા દરમિયાન તેમણે કહ્યું કે, તેઓ ઉત્તર ભારતમાં પડતી કડકડતી ઠંડીમાં પણ ફક્ત ટી શર્ટ પહેરીને કેમ ચાલી રહ્યા છે, તેમણે ગરીબ અને મજૂરોનો ઉલ્લેખ કરતા ભાજપના આ સવાલ પર કટાક્ષ કર્યો હતો.
હરિયાણાના કૃષિ મંત્રી જેપી દલાલે ભારત જોડો યાત્રા પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધી દેશ હિતમાં સેનાને જણાવે કે, એવી કઈ દવા ખાય છે, જેના કારણે તેઓ આટલી ઠંડીમાં પણ ટી શર્ટ પહેરીને ફરે છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પત્રકારોના સવાલોના જવાબ આપતા કહ્યું કે, તે મને પુછી રહ્યા છે કે, મને ઠંડી કેમ નથી લાગતી. પણ તેઓ ખેડૂતો, મજૂરો અને ગરીબોના બાળકોને આ સવાલ નથી પૂછતા, જે ગરમ કપડા જેવી પાયાની જરુરિયાતો લેવા માટે પણ સક્ષમ નથી. તેમણે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સભાને સંબોધન કરતા કહ્યું કે, હું 2800 કિમી ચાલીને આવ્યો છું, પણ મારુ માનવું છે કે, આ કોઈ મોટી વાત નથી, ખેડૂતો દરરોજ કેટલાય કિમી પગપાળા ચાલે છે. ખેત મજૂરો, કારખાનાના મજૂરો આખા ભારતમાં આવું કરે છે.
કનૈયા કુમારે પણ ભાજપને જવાબ આપ્યો હતો
રાહુલ ગાંધીને ઠંડી નહી લાગવાના ભાજપના સવાલો પર કોંગ્રેસ નેતા કનૈયા કુમારે કટાક્ષ કર્યો હતો. કોંગ્રેસ નેતા કનૈયાએ કહ્યું હતું કે, ભાજપ સતત રાહુલ ગાંધી પર પ્રહારો કરતા આવ્યું છે, જ્યારે આપ આટલા બધા પ્રહારો કરશો, તો આપનું શરીર તેને સહન કરવા માટે સક્ષમ બની જાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર